________________
પ૦
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે, અભ્યર્થક=પ્રાર્થના કરનાર, જ્યારે કોઈ કાર્ય કરવાની અન્યને અભ્યર્થના કરે ત્યારે અભ્યર્થિત=પ્રાર્થના કરાયેલ, સાધુ પણ “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું” એમ કહે ત્યારે અભિયોગ-પરિહારપ્રધાન એવા ગુરુના ઉપદેશનું આરાધન થાય છે. ત્યાંથ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ગુરુએ કહેલા અનુષ્ઠાનના સેવનથી જ ગુરુની આજ્ઞાનું આરાધન થાય છે, પરંતુ ગુરુએ કહેલા અનુષ્ઠાનને “હું ઈચ્છાપૂર્વક કરું છું,” એવા પ્રકારની પ્રતિજ્ઞાથી પણ ગુરુની આજ્ઞાનું આરાધન થાય નહિ. તેથી પૂર્વમાં કહ્યું કે, શિષ્ય જ્યારે “હું ઈચ્છાપૂર્વક કરું છું” એમ કહે તેનાથી અભિયોગ-પરિહાર-પ્રધાન એવા ગુરુના ઉપદેશનું આરાધન થાય છે, એ કથન ઉચિત નથી.
તેને ગ્રંથકાર કહે છે કે, આ પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે ગુરુ વડે જ્યારે કહેવાય કે “તું. આ કાર્ય કર” ત્યારે, શિષ્ય “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું” - તેવી પ્રતિજ્ઞા કરે, તો ગુરુને એ જ્ઞાન થાય છે કે, મારા વચનના બળથી શિષ્ય “આ કાર્ય નિર્જરાના ઉપાયભૂત છે” તેમ જાણીને, સ્વઈચ્છાથી નિર્જરાના અર્થે આ કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરે છે. તેથી આ કાર્ય કરીને શિષ્ય નિર્જરા કરશે, તેવો બોધ થવાના કારણે ગુરુને અતિશય પ્રમોદ થાય છે. અને આવા પ્રકારનો પ્રમોદ શિષ્ય ઈચ્છાકાર પ્રયોગ કરીને કર્યો છે, જેથી ગુરુના પ્રમોદમાં પોતે નિમિત્ત બનવાથી તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન શિષ્યને થાય છે.
આશય એ છે કે, શિષ્યની ઈચ્છાપૂર્વક કાર્યકરણની પ્રતિજ્ઞાથી ગુરુને પ્રમોદ થયો કે શિષ્ય આ ક્રિયા કરીને નિર્જરાને પ્રાપ્ત કરશે, અને તે પ્રમોદ કરવામાં નિમિત્તકારણરૂપ શિષ્ય બન્યો. તેથી ગુરુને ઉત્તમ ભાવ કરવામાં નિમિત્તભાવ બનવાનો શિષ્યને અધ્યવસાય હતો, અને તે અધ્યવસાયથી ભવિષ્યમાં પોતે વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરી શકે તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન કરે છે. માટે તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિના બંધના કારણભૂત એવો શિષ્યનો ઈચ્છાકારનો પ્રયોગ થયો, તેથી તેણે ગુરુની આજ્ઞાનું આરાધન કર્યું છે, તેમ માનવું ઉચિત છે; કેમ કે ગુરુની આજ્ઞાના પાલનથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે. અને પ્રસ્તુતમાં ગુરુએ જ્યારે ઈચ્છાકારપૂર્વક અભ્યર્થના કરી, ત્યાં ગુરુના વચનપ્રયોગમાં કરાયેલા ઈચ્છાકાર પ્રયોગથી શિષ્યને અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશનું જ્ઞાન થાય છે, અર્થાત્ “ગુરુના આ વાક્યથી મારે એમ સમજવાનું છે કે મારી નિર્જરા અર્થે મારે આ કાર્ય કરવાનું છે, પણ ગુરુના અભિયોગથી નહિ” અને તે ઉપદેશનું આરાધન શિષ્ય જ્યારે ઈચ્છાકાર પ્રયોગપૂર્વક ગુરુનું કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે થાય છે, અને તે આરાધનથી શિષ્યને તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે કે જે નિર્જરાની પરંપરા કરાવીને મોક્ષનું કારણ બને. ટીકાઃ
इदं च फलं कारकस्य नत्वभ्यर्थकस्येति साधारणं फलमाह - 'स्थितिपालनं च' इति स्थितिः संप्रदायस्तस्य पालनं तदनुकूलाचरणम् ।
ટીકાર્ય :
અને આ ફલ પૂર્વમાં કહ્યું કે ગુરુને અતિશય પ્રમોદ કરાવીને શિષ્યને જે તથાવિધ પુણ્યપ્રકૃતિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org