________________
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૭
અને કારક બંનેને પણ સંગત છે.
* શ્લોકમાં ‘પિાનાં વ’ માં જે ‘વ’ કાર છે, તેનું યોજન ‘હ્રયોઃ’ સાથે કરવાનું છે અને તે ‘T’ કાર વિ અર્થમાં છે, તેથી મૂળ શ્લોકમાં ‘વોö’ છે ત્યાં ‘પિ’ ને યોજન કરીને ‘ઢોદંડપિ’ એમ ગ્રહણ કરવાનું છે. ‘ઢયોપિ’ ‘યોöડપિ’ થી એ કહેવું છે કે અભ્યર્થના કરનારને તો ઈચ્છાકારનો પ્રયોગ કરવો સમુચિત છે, પરંતુ બંનેને પણ ઈચ્છાકારનો પ્રયોગ કરવો સમુચિત છે.
૪૯
આશય એ છે કે સામાન્યથી વિચારતાં એમ લાગે કે મારે કોઈની પાસે કાર્ય કરાવવું હોય ત્યારે બલાભિયોગના પરિહાર માટે ઈચ્છાકારનો પ્રયોગ કરવો ઉચિત છે, તેથી અભ્યર્થના કરનારને ઈચ્છાકારનો પ્રયોગ કરવો ઉચિત છે, તેમ જણાય. પરંતુ જે સાધુ સામેથી બીજાના કાર્યને ક૨વાની પ્રતિજ્ઞા કરે છે, તે ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો પણ તેના પ્રતિજ્ઞાવચનથી જણાય છે કે તે બલાભિયોગથી બીજાનું કાર્ય કરતા નથી, આમ છતાં તેને પણ ઈચ્છાકાર પ્રયોગ કરવો સમુચિત છે, એ વાત બતાવવા માટે‘પિ’શબ્દનું યોજન છે.
પૂર્વમાં કહ્યું કે, અભ્યર્થના અને વિધાનમાં બંનેને પણ ઈચ્છાકારનો પ્રયોગ સમુચિત છે. તે કેમ સમુચિત છે, તે બતાવે છે: જે કારણથી અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ ગુરુની આજ્ઞાનું આરાધન છે. આશય એ છે કે ગુરુ જ્યારે શિષ્યને કોઈ કાર્ય કરવાનું કહેવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરે છે, ત્યારે તે ગુરુની આજ્ઞા અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ બને છે, અર્થાત્ ‘મારા કહેવાથી નહીં, પરંતુ નિર્જરાની સ્વ ઈચ્છાથી તું આ કાર્ય ક૨’, એ રૂપ ગુરુની આજ્ઞા બને છે. અને ગુરુની એ અભિયોગ-પરિહારપ્રધાન ઉપદેશરૂપ આજ્ઞાનું આરાધન શિષ્યને ત્યારે સંભવે કે જ્યારે તે કહે કે “હું ઈચ્છાપૂર્વક આ તમારું કાર્ય કરું છું.” તેથી બંનેમાં પણ=અભ્યર્થના કરનાર ગુરુમાં અને વિધાન કરનાર શિષ્યમાં, બંનેમાં પણ, ઈચ્છાકારનો પ્રયોગ સમુચિત છે.
ટીકા ઃ
अथ गुरुप्रतिपादितस्यार्थस्यानुष्ठानेनैव गुर्वाज्ञाराधनं न तु तत्करणप्रतिज्ञयाऽपि इति चेत् ? न, गुरुणा “त्वमिदं कार्यं कुरु” इत्युक्ते शिष्ये णेदमिच्छया करोमीति प्रतिज्ञायां गुरोः शिष्यस्येच्छापूर्वकाभ्युपगमज्ञानादतिशयितप्रमोदोत्पादाच्छिष्यस्य तथाविधपुण्यप्रकृत्यर्जनात् ।
ટીકાર્ય :
થ થી ગ્રંથકાર કહે છે કે, ગુરુએ કહેલા અર્થના અનુષ્ઠાનથી જ=ગુરુએ કહેલા ક્રિયાના સેવનથી જ, ગુરુની આજ્ઞાનું આરાધન થાય છે, પરંતુ તે ક્રિયા કરવાની પ્રતિજ્ઞાથી પણ (ગુરુની આજ્ઞાનું આરાધન) થતું નથી, એમ જો તું કહેતો હોય તો તારી વાત બરાબર નથી; કેમ કે ગુરુ વડે “તું આ કાર્ય કર” એ પ્રમાણે કહેવાયે છતે શિષ્ય વડે “હું આ ઈચ્છાપૂર્વક કરું છું” એ પ્રમાણેની કરાયેલી પ્રતિજ્ઞામાં, શિષ્યના ઈચ્છાપૂર્વકના અશ્રુપગમનું જ્ઞાન થવાને કારણે ગુરુને અતિશય પ્રમોદ ઉત્પન્ન થયેલો હોવાથી, શિષ્યને તેવા પ્રકારની=ભાવિમાં સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવા પ્રકારની, પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org