SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૬ सिद्धान्तानुरोधिनि स्वाभिधानेऽनुपादेयत्वशङ्का परिहता भवति ।।४ ।।५।। ટીકાર્ય : શ્લોક નં. પના ચોથા પાદને બતાવતાં કહે છે કે, આનો=ઉક્તપદોનો=ઈચ્છાકારાદિ પદોનો, લક્ષણના વિભાગ અને વિષયના વિભાગ આદિરૂપ આગળમાં કહેવાશે એ અર્થ, તમારા સિદ્ધાંતમાં મારા વડે જોડાયેલો છે; અને આ રીતે, સિદ્ધાંત અનુરોધી એવા સ્વકથનમાં અનુપાદેયત્વની શંકાનો પરિહાર થાય છે. જાપા ભાવાર્થ: અહીં લક્ષણવિભાગ, વિષયવિભાગ અને “આદિ પદથી ફલવિભાગ ગ્રહણ કરવાનો છે, અને તેનાથી એ કહેવું છે કે, ઈચ્છાકારાદિ દશવિધ સામાચારીના લક્ષણથી સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે તથા સામાચારીના વિષયથી સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે અને આદિ પદથી સામાચારીના ફળના વિભાગથી પણ સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે અને તે સર્વ ભગવાનના સિદ્ધાંતમાં ગ્રંથકારે જોયું છે અને તેના પ્રમાણે ગ્રંથકાર અહીં વર્ણન કરે છે. માટે ગ્રંથકારનું વર્ણન અનુપાદેય છે તેવી કોઈને શંકા થઈ હોય તેનો પરિહાર થાય છે; કેમ કે ગ્રંથકાર સ્વમતિથી કહેતા નથી, પરંતુ ભગવાનના શાસનમાં જે રીતે કહેવાયું છે, તે પ્રમાણે કહે છે. તેથી સર્વજ્ઞકથિત છે, માટે ઉપાદેય છે. જાપા ईच्छाकार सामाचारी इयाणिं ईच्छाकारो भन्नइ - હવે ઈચ્છાકાર સામાચારી કહેવાય છે – અવતરણિકા: इच्छाकारस्य लक्षणमाह - અવતરણિકાર્ય - ઈચ્છાકાર સામાચારીના લક્ષણને કહે છે – ગાથા: जं णियणियकज्जंमी इच्छासंपच्चयत्थं विहिवक्कं । सो खलु इच्छाकारो तहा पइण्णा य परकज्जे ।।६।। છાયા : - यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थं विधिवाक्यम् । स खलु इच्छाकारस्तथा प्रतिज्ञा च परकार्ये ।।६।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy