________________
૪૦.
સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ આશય એ છે કે સંયમની આચરણામાં મન-વચન-કાયાની અનુચિત પ્રવૃત્તિ થયેલી હોય તેના માટે “આ મારી આચરણા મિથ્યા છે,” એ પ્રમાણે પ્રયોગ કરવો તે મિથ્યાકાર સામાચારી છે.
(૩) હવે તથાકાર સામાચારી બતાવે છે ત્યાં પ્રથમ ‘તથા” શબ્દનો અર્થ કરતાં કહે છે કે ‘તથા’ શબ્દ અવૈતથ્ય અર્થમાં છે. ગુરુએ કહેલા અર્થમાં ‘તથા” એ પ્રકારનો પ્રયોગ કરવો તે તથાકાર સામાચારી છે.
(૪) હવે આવશ્યક સામાચારી બતાવે છેઃ “અવશ્યમ્ એ અર્થમાં અવશ્ય શબ્દ અકારાંત પણ છે= અવશ્ય શબ્દ એ અવ્યય છે, અને તે જ અર્થનો વાચક અકારાંત અવશ્ય શબ્દ પણ છે. તેથી=અકારાંત અવશ્ય શબ્દનું ગ્રહણ કર્યું તેથી, અવશ્ય કર્તવ્યની જે ક્રિયા, તે આવશ્યક સામાચારી છે.
સ્વનિર્જરા અર્થે જે અવશ્ય કર્તવ્ય હોય તેવી ક્રિયા સાધુ કરે તે આવશ્યકી કહેવાય, અને ફક્ત વસતિમાંથી બહાર જઈને કરવાની ક્રિયા અર્થક આવશ્યક પ્રયોગ થાય છે. તેથી વસતિમાંથી નીકળીને બહાર જવાની સાધુની અવશ્ય કર્તવ્યક્રિયા છે. તે ક્રિયા જો સાધુ સમિતિ-ગુપ્તિપૂર્વક કરે તો તે નિર્જરાનું કારણ બને, અન્યથા તે ક્રિયા કર્મબંધનું કારણ બને, માટે યતનાપૂર્વક કરાયેલ અવશ્ય કર્તવ્યક્રિયા આવશ્યક સામાચારી છે.
* ‘વ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ઈચ્છા, મિચ્છા અને તથાની સાથે આવશ્યકીનો સમુચ્ચય કર્યો.
(૫) હવે નૈષધિથી સામાચારી બતાવે છે. નિષેધ વડે કરીને થયેલી નૈષધિની સામાચારી છે. વિશેષ પ્રકારના સંવરભાવ માટે નિયદિ પ્રયોગ કરાય છે, તે નૈષધિથી સામાચારી છે.
(૯) હવે આપૃચ્છા સામાચારી બતાવે છે: વિહારાદિ માટે ગમનાદિ અર્થે ગુરુને આપ્રચ્છન= તથાવિધ વિનયલક્ષણ મર્યાદાથી અથવા તો સર્વ પ્રયોજન અભિવ્યાપ્તિ લક્ષણ અભિવિધિથી પૂછવું, તે આપૃચ્છા સામાચારી છે.
વિહાર આદિમાં “આદિ' પદથી અન્ય કાર્ય ગ્રહણ કરવું, અને ગમનાદિમાં આદિ પદથી અગમન, કરણ-અકરણનું ગ્રહણ કરવું. એનું યોજન આ રીતે કરવું. વિહારમાં ગમન-આગમન અર્થે પૃચ્છા છે અને અન્ય કાર્યમાં કરણ-અકરણ અર્થે પૃચ્છા છે.
આપૃચ્છા સામાચારીમાં ‘આ’ શબ્દ મર્યાદા અર્થમાં છે અથવા અભિવિધિ અર્થમાં છે.
મર્યાદા અર્થમાં અને અભિવ્યાપ્તિ અર્થમાં “આ” શબ્દ આ રીતે વપરાય છે – જેમ કે, પત્નીપુત્ર વર્ષ’ એ પ્રયોગમાં પાટલીપુત્રને છોડીને પાટલીપુત્ર સુધી વરસાદ થયો. ત્યાં પાટલીપુત્ર સુધીની મર્યાદાઅર્થક ‘આ’ શબ્દપ્રયોગ છે. અને ‘આ’નો આ જ પ્રયોગ અભિવિધિ અર્થમાં ગ્રહણ કરીએ તો, પાટલીપુત્રને અભિવ્યાપીને વરસાદ થયો, એ અર્થ થાય. તેથી એ પ્રાપ્ત થાય કે, અહીંથી માંડીને પાટલીપુત્ર ગામને ગ્રહણ કરીને સર્વત્ર વરસાદ થયો. એ રીતે આપૃચ્છા સામાચારીમાં પણ મર્યાદા અર્થમાં અને અભિવ્યાપ્તિ અર્થમાં આ પ્રયોગ છે. પાટલીપુત્રના દૃષ્ટાંતમાં ક્ષેત્રની મર્યાદા હતી અને આપૃચ્છા સામાચારીમાં તેવા પ્રકારની વિનયલક્ષણ મર્યાદાથી પૂછવું, તે ‘આ’ શબ્દનો અર્થ છે; અને અહીં તેવા પ્રકારની મર્યાદા એ છે કે, આપૃચ્છા સામાચારી વખતે જે પ્રકારે હાથ જોડી વિનયપૂર્વક પૂછવું જોઈએ, તે રીતે પૂછે, અને ગુરુને પૂછ્યા પછી ગુરુના વચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org