________________
૨૪
સામાચારી પ્રકરણ / ગાથા : ૩
ટીકા :
अथ निश्चयनयत इति कथं ? व्यवहारनयेनापि तदाश्रयणात् इति चेत् ? न, उपसर्जनतयैव तेन तदाश्रयणात्, मुख्यतया तु व्यवहारक्षमस्येच्छाकादिप्रयोगस्यैव तथात्वेनाभ्युपगमात् ।
ટીકાર્ય :
નિશ્ચયનયથી જીવના પરિણામરૂપ સામાચારી છે, એ પ્રમાણે કેમ છે? કેમ કે વ્યવહારનય વડે પણ જીવના પરિણામરૂપ સામાચારીનું આશ્રયણ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. તેના વડે=વ્યવહારનય વડે, ગૌણપણા વડે જ પરિણામનું આશ્રયણ છે, મુખ્યપણા વડે તો વ્યવહારમાં સમર્થ એવા ઈચ્છાકારાદિ પ્રયોગનું જ તથા–ત તથાપણારૂપે સામાચારીરૂપે, અભ્યપગમ છે સ્વીકાર છે.
જ વ્યવહારનયેના અહીં ‘પિ” થી નિશ્ચયનયનો સમુચ્ચય છે.
ભાવાર્થ :
શંકાકારનો આશય એ છે કે, જેમ નિશ્ચયનય મોક્ષને અનુકૂળ ચારિત્રના પરિણામને સામાચારી કહે છે, તેમ શુદ્ધ વ્યવહારનય પણ ક્રિયામાત્રને સામાચારી સ્વીકારતો નથી. તેથી નિશ્ચયનયની જેમ જ શુદ્ધ વ્યવહારનય પણ જીવના પરિણામરૂપ સામાચારી સ્વીકારે છે.
તેને જવાબ આપતાં ગ્રંથકાર જણાવે છે કે, શુદ્ધ વ્યવહારનય ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલા પરિણામવિશેષથી વિશિષ્ટ એવી આચરણાને સામાચારી કહે છે. તેથી “ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલ પરિણામ એ વિશેષણરૂપ છે માટે ગૌણરૂપે છે, અને ઈચ્છાકારાદિ પ્રયોગ એ મુખ્યરૂપે છે, તેથી મુખ્યપણારૂપે તો ઈચ્છાકારાદિ વચનપ્રયોગને શુદ્ધ વ્યવહારનય સામાચારીરૂપે સ્વીકારે છે.
અહીં વિશેષ એ છે કે સ્યાદ્વાદને માનનાર કોઈ પણ આત્મા જ્યારે કોઈ એક નયથી બોલતો હોય ત્યારે, તે જે કોઈ એક નયની દૃષ્ટિથી પોતાનું કથન કરે છે ત્યારે અન્ય નયના સ્થાનમાં નિષેધ કરતો નથી, તેથી ‘નિષિદ્ધમ્ સ્વીકૃત' એ ન્યાયથી ગૌણરૂપે અન્યનો પણ તે સ્વીકાર કરે છે. જેમ યાદ્વાદી દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે તેમ કહેવાના આશયથી જ્યારે દ્રવ્યાર્થિકનયના ઉપયોગથી નિત્યનું સ્થાપન કરે છે, ત્યારે પર્યાયાર્થિકનયને માન્ય અનિત્યનો નિષેધ કરતો નથી, પરંતુ તે નથી કહેનારા વચનને મૌનરૂપે સ્વીકારે છે, અને આથી તે સ્યાદ્વાદીનું વચન સુનયરૂપ બને છે. એવી રીતે કેટલાંક સ્થાનોમાં કોઈ એક નયથી બોલતો હોય ત્યારે અન્ય નયની માન્યતાને વિશેષણરૂપે પણ સ્વીકારે છે, ત્યારે વિશેષણરૂપે સ્વીકારેલી માન્યતા ગૌણ બને છે અને વિશેષ્યરૂપે સ્થાપન કરેલી પોતાની માન્યતા મુખ્ય બને છે. જેમ શુદ્ધવ્યવહારનય પરિણામપૂર્વકની ક્રિયાને મોક્ષનું કારણ કહે છે, ત્યાં પરિણામ તે નિશ્ચયનયને માન્ય છે, જે પરિણામને વિશેષણરૂપે સ્વીકારીને શુદ્ધવ્યવહારનય ગૌણ કરે છે, અને ક્રિયાને વિશેષ્યરૂપે સ્વીકારી પ્રધાન કરે છે. તેથી આવા સ્થાનમાં મૌનરૂપે અન્યનયના વિષયનો સ્વીકાર નથી, પરંતુ વિશેષણરૂપે નિશ્ચયનયના વિષયનો સ્વીકાર છે; તોપણ પ્રધાનતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org