________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૩
નિશ્ચયનયત =નિશ્ચયનયને આશ્રયીને, “Tચય: ધારે' એ વ્યાકરણસૂત્ર અનુસાર “જ્યાં સંબંધક ભૂતકૃદંતનો અર્થ ગમ્ય હોય=જણાતો હોવા છતાં શબ્દથી તેનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં, તેના કર્મ અને આધારને પંચમી વિભક્તિ લાગે.” તેથી નિશ્ચયતાનો અર્થ નિશ્ચયનયને આશ્રયીને, એવો કરેલ છે. તે જ રીતે મૂળ શ્લોકમાં વ્યવહારતઃ નો અર્થ વ્યવહારનયને આશ્રયીને, એ પ્રમાણે કરવાનો છે.
» ‘રૂછવારાવિના' અહીં ‘રિ’ થી મિચ્છાકાર-તથાકારાદિનું ગ્રહણ કરવું. * “ક્ષયોપશમતિ' માં કવિ” થી ક્ષય, ઉપશમ ગ્રહણ કરવા.
*‘ફુચ્છાદારદ્ધિ વિનાગરિ' અહીં ‘ િથી મિચ્છાકારાદિનું ગ્રહણ કરવું અને પ થી એ કહેવું છે કે, ઈચ્છાકારાદિ હોય તો તો સામાચારીની અનુપપત્તિ નથી, પરંતુ ઈચ્છાકારાદિ ન હોય તો પણ સામાચારીની અનુપપત્તિ નથી.
*‘નિ વિના' અહીં ‘’ થી એ કહેવું છે કે લિંગ હોય તો તો લિંગીનું દર્શન છે જ, પણ લિંગ વિના પણ લિંગીનું દર્શન થાય છે.
* પ્રશમરિ’ માં ‘દ્રિ' થી સંવેગ, નિર્વેદ આદિ ગ્રહણ કરવાના છે.
ભાવાર્થ –
નિશ્ચયનય પરિણામથી કર્મબંધ અને પરિણામથી નિર્જરા સ્વીકારે છે. તેથી મોક્ષના કારણભૂત દશવિધ સામાચારીને પણ તે મોક્ષને અનુકૂળ એવી ઉચિત પરિણતિ સ્વરૂપ માને છે; અને આથી જ્યારે તેવો સંયોગ ન હોય ત્યારે ઈચ્છાકારાદિ પ્રયોગ ન થતો હોય તો પણ, સર્વત્ર ઉચિત પરિણતિ કરવાના અધ્યવસાયરૂપ જીવની પરિણતિ વિદ્યમાન હોય તે વખતે, મોક્ષને અનુકૂળ એવી દશવિધ સામાચારી છે, તેમ નિશ્ચયનય કહે છે; અને આ ઈચ્છાકારાદિ વચનપ્રયોગ એ તો આત્મામાં તે પરિણામ છે કે નહિ તેમાં અનુમાપક હેતુ તરીકે નિશ્ચયનય સ્વીકારે છે, તેથી કોઈ વ્યક્તિમાં સામાચારીનો પરિણામ છે કે નહિ, તેનું અનુમાન કરવા માટે લિંગ તરીકે ઈચ્છાકારાદિ પ્રયોગ ઉપયોગી છે. જેમ ધૂમલિંગથી અગ્નિનું અનુમાન થાય છે, આમ છતાં ધૂમરૂપ લિંગ વગર પણ તપાવેલા લોખંડના ગોળામાં અગ્નિ હોય છે, તેમ ઈચ્છાકારાદિ પ્રયોગ વગર પણ અસંગભાવવાળા મુનિઓમાં મોક્ષને અનુકૂળ એવી સામાચારી હોય છે; અથવા જેમ શ્રેણિક આદિમાં પ્રશમાદિ લિંગ વગર પણ પ્રશમાદિથી વ્યંગ્ય એવું સમ્યગ્દર્શન હતું, તેમ અસંગઅનુષ્ઠાનવાળા મુનિઓમાં પણ ઈચ્છાકારાદિ લિંગ વગર ઈચ્છાકારાદિ પ્રયોગથી વ્યંગ્ય એવા ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમરૂપ પરિણામ-વિશેષ-સ્વરૂપ સામાચારીનો પરિણામ છે. ઉત્થાન :
આ રીતે, પૂર્વમાં નિશ્ચયનયથી આત્માના પરિણામ-વિશેષ-રૂપ સામાચારી છે તેમ સ્થાપન કર્યું ત્યાં, ‘૩થ' થી શંકા કરતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org