________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૨
૨૦
ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત, આચરણા કરનાર આત્મા સામાચારી છે” અને તેવા પ્રકારના=સામાચારીને સેવતા હોય તેવા પ્રકારના, વિશિષ્ટ કેવળી છે=યોગનિરોધવાળા કેવળી છે.
‘રૂતિ’ શબ્દ ‘અન્યે તુ ગાદુ:’ ના કથનની સમાપ્તિ માટે છે.
* ‘તત્રપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, કેવળી સિવાયમાં તો આ નય સામાચારી સ્વીકારતો નથી, પરંતુ કેવળીમાં પણ યોગનિરોધકાળે જ સામાચારી સ્વીકારે છે.
* ‘યોનિરોધાધારહ્યા’ માં ‘વિ’ પદથી સર્વસંવર નામનો મહાપ્રયત્ન ગ્રહણ કરવો.
ભાવાર્થ:
‘ગાત્મા’ - અન્યના બીજા અર્થઘટનમાં પણ સંગ્રહનય આત્માને સામાચારી કહે છે. તેથી પૂર્વમાં કરેલ સંગ્રહનયની સામાચારીની માન્યતા અને અહીંની સંગ્રહનયની સામાચારીની માન્યતા બંને સમાન છે.
‘સાવધયોવિરત’ - વ્યવહારનય સાવઘયોગવિરત આત્માને સામાચારી કહે છે. ફક્ત આ માન્યતા પ્રમાણે સાવધયોગવિ૨તનો અર્થ પૂર્વમાં જે એવંભૂતનયે કર્યો હતો, તેવો ક૨વાનો નથી; પરંતુ રુચિઅંશથી જેઓ સાવદ્યયોગવિરત છે, તેઓને અહીં સાવઘયોગવિરતથી ગ્રહણ કરવાના છે, અને આથી આગળમાં ઋજુસૂત્રનય આપત્તિ આપે છે કે રુચિઅંશથી સાવદ્યયોગથી વિરત તો અવિરત સમ્યગ્દષ્ટિ પણ છે, તેથી તેઓમાં સામાચારી માનવાનો પ્રસંગ આવશે. તેથી ‘રિજ્ઞાત’ - પરિજ્ઞાત સાવઘયોગવાળા ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્મા પણ સામાચારી નથી, તેથી સામાચારીના લક્ષણમાં ‘ત્રિગુપ્ત’ વિશેષણ આપવા દ્વારા ઋજુસૂત્રનય પરિષ્કાર કરે છે.
ઋજુસૂત્રનયનો આશય એ છે કે સાવઘયોગને જેણે જાણ્યો છે એ પરિશાત સાવઘયોગવાળો છે. તે રીતે ચતુર્થ ગુણસ્થાનકવર્તી પરિજ્ઞાત સાવદ્યયોગવાળો હોવાથી ‘સાવદ્યયોગવિરત' એટલું લક્ષણ સામાચારીનું કરીશું તો અવિરત સમ્યગ્દષ્ટિને પણ સામાચારી માનવાનો પ્રસંગ આવશે. પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિ ‘ત્રિગુપ્ત’ નથી, માટે તેનામાં સામાચારી નથી. તેથી ઋજુસૂત્રનય સામાચારીનું લક્ષણ “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત આત્મા સામાચારી છે” – એ પ્રમાણે ક૨વા કહે છે.
-
‘વેશ્વરતિ’ – શબ્દનય દેશવિરતિને સામાચારી ઈચ્છતો નથી. તેથી ઋજુસૂત્રનયના લક્ષણમાં પરિષ્કાર કરી “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત આત્મા સામાચા૨ી” એ પ્રમાણે લક્ષણ કરે છે.
શબ્દનયનો આશય એ છે કે ‘સાવઘયોગથી વિરત ત્રિગુપ્ત’ એટલું લક્ષણ સામાચા૨ીનું કરવામાં આવે તો રુચિથી સાવદ્યયોગથી વિરત અને દેશથી ત્રિગુપ્ત એવો તો દેશવિરતિધર શ્રાવક પણ છે, તેથી તેનામાં સામાચારી માનવાનો પ્રસંગ આવશે. માટે આ નય સામાચારીના લક્ષણમાં ‘સુસંયત’ વિશેષણ આપે છે, જેથી સર્વવિરતિધર આત્મામાં સામાચારી સ્વીકારી શકાય, અન્યમાં નહીં.
‘પ્રમત્તાવારભ્ય’ - સમભિરૂઢનય પ્રમત્તગુણસ્થાનકથી આરંભીને દશમા ગુણસ્થાનક સુધી સામાચારી સ્વીકારતો નથી; કારણ કે દશમા ગુણસ્થાનક સુધી મોહનો પરિણામ છે, માટે ત્યાં સમ્યક્ આચરણા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org