________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૨ છે.” એવંભૂતનયે સમભિરૂઢનયના કરેલા લક્ષણના પરિષ્કારમાં સાવઘયોગવિરત' વિશેષણ આપ્યું અને સાવદ્યયોગવિરત'નો અર્થ પોતાની માન્યતાને સામે રાખીને તે કરે છે, અને તે આ પ્રમાણે -
કર્મબંધના કારણભૂત એવા જે રાગાદિ છે તે અવદ્ય છે. તેની સાથે જે વિદ્યમાન હોય તે સાવદ્ય કહેવાય. અને રાગાદિરૂપ અવઘ વિદ્યમાન હોય તો કર્મબંધ પણ અવશ્ય વિદ્યમાન હોય છે, અને આથી દસમા ગુણસ્થાનક સુધીના જીવમાં રાગાદિરૂપ અવદ્ય વિદ્યમાન છે અને તેની સાથે જ્ઞાનાવરણીય આદિ કર્મબંધ પણ વિદ્યમાન છે. અને સાવઘનો આવો અર્થ કરવામાં ચૂર્ણિકારના વચનની સાક્ષી આપે છે કે, “સાવદ્યનો અર્થ કર્મબંધ થાય છે” તેમ ચૂર્ણિકાર કહે છે. અને સાવદ્યની સાથે વર્તતો યોગ તે સાવઘયોગ કહેવાય. અને દસમા ગુણસ્થાનક સુધીનો યોગ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધની સાથે વર્તે છે, તેથી તે સાવઘયોગ છે, અને તેથી આવા સાવઘયોગથી વિરત તો દસમા ગુણસ્થાનકથી ઉપરના મુનિઓ છે. તેથી સાવદ્યયોગથી વિરત એવું વિશેષણ આપવાથી અગિયારમા આદિ ગુણસ્થાનકવાળા મહાત્માઓ સામાચારી પરિણામવાળા થશે.
અથવા યોગને કારણે ૧૩માં ગુણસ્થાનક સુધી કર્મબંધ થાય છે, તેથી કર્મબંધરૂપ અવદ્યની સાથે વર્તતો જે યોગ તે સાવદ્યયોગ, એ પ્રમાણે અર્થ કરીએ તો, અયોગી ગુણસ્થાનકમાં સામાચારી છે એમ એવંભૂતનય સ્વીકારે છે, એવો પણ અર્થ થઈ શકે.
સાવદ્યયોગવિરત'નું તાત્પર્ય જણાવતાં કહે છે કે, રિજ્ઞાવત'=પરિજ્ઞાત એટલે જાણ્યું છે અનેત: એટલે જે જાયું છે તે કરનારા છે, અને જાણ્યા પ્રમાણે કરનારા સાવઘયોગવિરત છે. અર્થાત્ જે લોકો જાણે છે કે રાગાદિરૂપ મોહ અનર્થરૂપ છે, અને કર્મબંધનું કારણ છે, તેથી કર્મબંધના કારણભૂત અવદ્યને જાણીને કર્મબંધના કારણભૂત પાપથી=મોહના પરિણામથી, જેઓ વિરામ પામેલા છે, તેવા મુનિઓ‘ઘરજ્ઞાતિતત્વ' છે.
એવંભૂતનયના કથનનું નિગમન કરતાં કહે છે કે, જ્યારે કહેવાયેલાં બધાં જ વિશેષણોથી વિશિષ્ટ આત્મા છે, ત્યારે જ સામાચારી પરિણામવાળો છે, તે સિવાય નહીં. આનાથી એવંભૂતનયના મતે સામાચારીનું લક્ષણ ત્રિગુપ્ત, સુસંયત આદિ સર્વ વિશેષણોથી વિશિષ્ટ આત્મા સામાચારી છે.
અહીં પ્રશ્ન થાય કે ચરમ વિશેષણ ‘સાવદ્યયોગવિરત છે, અને એટલું લક્ષણ કરવાથી સામાચારીનું લક્ષણ પ્રાપ્ત થઈ જાય છે, તો બધાં વિશેષણો આપવાની શી જરૂર છે ?
તેથી ખુલાસો કરે છે –
ચરમ વિશેષણ તે લક્ષણ બતાવવા માટે પૂરતું છે, તો પણ જ્યારે ચરમ વિશેષણ હોય છે ત્યારે અન્ય વિશેષણો પણ ત્યાં અવશ્ય હોય છે, તેથી સામાચારીના લક્ષણમાં અન્ય વિશેષણોની આવશ્યકતા નહિ હોવા છતાં સામાચારીના બોધ માટે તે વિશેષણો ઉપયોગી છે, માટે સ્વરૂપ ઉપરંજકરૂપે તે વિશેષણોનો સ્વીકાર કરેલ છે. વસ્તુતઃ તો “સાવદ્યયોગવિરત આત્મા સામાચારી છે” તે પ્રકારે એવંભૂતનયનો આશય છે. ઉત્થાન :
પૂર્વમાં સંગ્રહનયથી આરંભીને એવંભૂતનય પ્રમાણે સામાચારીનું લક્ષણ કર્યું. હવે નૈગમનય પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org