________________
૧૨
સામાચારી પ્રકરણ/ ગાથા : ૨ ટીકાર્ય :
આમ કહે છd=ઋજુસૂત્રનય દ્વારા “દશવિધ આચરણાને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે” એવું લક્ષણ કરાયે છતે, શબ્દાય નનવ” થી વિરોધ કરે છે કે એ રીતે પણ=દશવિધ આચરણાને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે એ રીતે પણ, અવિરતસમ્યગ્દષ્ટિ આદિ પણ સામાચારી પરિણામ પ્રાપ્ત થયા; કેમ કે તેઓનું પણ આવું સ્વરૂપ છે=સામાચારીનું લક્ષણ ઘટે તેવું સ્વરૂપ છે. આથી કરીને સુસંયત’ એ પ્રમાણે પણ વિશેષણ આપવું. અર્થાત્ “દશવિધ સામાચારીને આચરતો સુસંયત ઉપયુક્ત આત્મા સામાચારી છે અને શબ્દનાય સુસંયત'નો અર્થ કરે છે: “ષજીવનિકાયના વિષે સંઘટ્ટન અને પરિતાપના આદિથી વિરત.” એથી કરીને ઉક્ત દોષ નથી=અવિરતસમ્યગ્દષ્ટિ આદિને સામાચારી સ્વીકારવાના અતિપ્રસંગરૂપ દોષ નથી.
* “વમવિરતાયફ્રુટ્યાયોપિ” અહીં વિ' થી સર્વવિરતિધરને ગ્રહણ કરવા, તથા આરિ’ પદથી પૌષધ કરતા દેશવિરતિધરને ગ્રહણ કરવા; કારણ, પૌષધાદિ કરતી વખતે શ્રાવકો “આવસ્સહિ” “નિસીહિ' આદિ પ્રયોગ કરે છે. તેથી તેઓમાં સામાચારીની આચરણા પણ છે, તેથી લક્ષણ ઘટી જાય છે.
*‘પરિતાપનાદ્રિ અહીં ‘”િ થી ત્રાસ આપવો કે મારવું આદિ હિંસાના પ્રકારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
' શબ્દનય ઋજુસૂત્રનયને કહે છે કે, ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળનાર આત્મા સામાચારી છે તેમ કહેવામાં આવે તો, સંવિગ્નપાક્ષિક જ્યારે ઉપયોગપૂર્વક સામાચારી પાળે છે ત્યારે તેની આચરણાને પણ સામાચારી માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. જ્યારે સંવિગ્નપાક્ષિક તો અવિરતિ અવસ્થામાં છે, તેથી તેઓની આચરણા સામાચારી કહી શકાય નહિ. તેથી સંવિગ્નપાક્ષિકમાં આવતા અતિપ્રસંગના વારણ માટે શબ્દનય કહે છે કે સામાચારીના લક્ષણમાં “સુસંયત' વિશેષણ આપવું જોઈએ. આ રીતે શબ્દનયના મતે સુસંયત એવો સાધુ ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળતો હોય ત્યારે તેનો આત્મા સામાચારી બને છે. “સુસંયત” શબ્દનો અર્થ કરતાં શબ્દનય કહે છે કે “છ જીવનિકાયને વિષે સંઘટ્ટન અને પરિતાપનાદિથી વિરત.” આનાથી એ પ્રાપ્ત થયું કે, સંવિગ્નપાક્ષિક છ જવનિકાયના રક્ષણમાં સમ્યગુ યતનાવાળો નથી, તેથી ઉપયોગપૂર્વક પણ દશવિધ સામાચારી સેવતો હોય તો પણ તેનો આત્મા સામાચારીરૂપ નથી; પરંતુ છ જવનિકાયના પાલનના પરિણામવાળો એવો સાધુ જ્યારે ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી સેવે છે ત્યારે તેનો આત્મા સામાચારી છે; કેમ કે શબ્દનય ભાવનિક્ષેપાને માને છે અને ભાવથી સામાચારી સર્વવિરતિધરને જ હોય છે. તેથી સંવિગ્નપાક્ષિકની વ્યાવૃત્તિ કરીને સુસંયતને તે સામાચારી કહે છે. ટીકાઃ
समभिरूढस्त्वाह-नन्वेवं प्रमत्तसंयतादयोऽप्येवंप्राया इति तेषामपि तत्प्रसङ्ग इति 'त्रिगुप्त' इत्यपि विशेषणीयम् । तदर्थश्चाकुशलचित्तादिनिरोधित्वं कुशलचित्ताधुदीरकत्वं च, 'एकग्रहणे तज्जातीयग्रहणम्' इतिन्यायात्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org