________________
૧૧
સામાચારી પ્રકરણ/ ગાથા : ૨
એનાથી એ પ્રાપ્ત થાય કે, સમ્યગ્દષ્ટિ આત્મા દશવિધ સામાચારીના અર્થને યથાર્થ જાણતો હોય અને તે તે સામાચારી દ્વારા જે જે ભાવો પ્રત્યાખ્યય છે તેને પણ યથાર્થ જાણતો હોય, અને તે રીતે જ્યારે ઉપયોગપૂર્વક દશવિધ સામાચારીનો પ્રયોગ પણ કરતો હોય, આમ છતાં પ્રત્યાખ્યય ભાવોનું પ્રત્યાખ્યાન ન પણ કરતો હોય તો પણ ઋજુસૂત્રના મતે તેવો આત્મા સામાચારી છે, એમ ફલિત થાય.
સામાન્ય રીતે દશવિધ સામાચારી ગૃહસ્થ અવસ્થાવાળો સમ્યગ્દષ્ટિ આત્મા પાળે તેમ સંભવિત નથી, પરંતુ સાધુપણું લીધું હોય અને સંવિગ્નપાક્ષિક હોય તેવા સાધુ શેય અને પ્રત્યાખ્યયના બોધના ઉપયોગપૂર્વક સામાચારીનો પ્રયોગ કરતા હોય ત્યારે તેમનામાં સામાચારી છે, તેમ ઋજુસૂત્રનય સ્વીકાર કરે છે; અને આવી સામાચારી સંયમરૂપ નહિ હોવા છતાં પ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે, તેથી પરંપરાએ મોક્ષનું કારણ છે, માટે વ્યવહારનયના મતે અપ્રધાનદ્રવ્યક્રિયાને સામાચારીરૂપે સ્વીકારવાની આપત્તિ હતી તે દૂર થઈ, અને ઉપયોગપૂર્વકની દશવિધ સામાચારીની આચરણાની ક્રિયાને કરનાર આત્માનો સામાચારીરૂપે સ્વીકાર થયો.
અહીં પ્રશ્ન થાય કે, યથાર્થ બોધ, યથાર્થ રુચિ અને ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળનાર પણ સંવિગ્નપાક્ષિક સાધુ ભાવથી સંયમના પરિણામવાળો કેમ નથી ?
આશય એ છે કે સંવિગ્નપાક્ષિક સાધુ કોઈક વખતે ઉપયોગપૂર્વક સામાચારી પાળતા હોય તો પણ સંયમયોગમાં અપ્રમાદવાળા નથી, તેથી તેઓની તે આચરણા સંયમસ્વરૂપ નથી; તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે નિર્જરાનું અવશ્ય કારણ છે, અને આથી સંવિગ્નપાક્ષિકની ‘વા મા યતના સા સા નિર્મરાની અર્થાત્ “જે જે યતના છે, તે તે નિર્જરાનું કારણ” શાસ્ત્રકારોએ સ્વીકારેલ છે.
ઋજુસૂત્રના નામાદિ ચારે નિક્ષેપાઓને (નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ) સ્વીકારે છે, તેમ બતાવતા વિશેષાવશ્યકભાષ્ય મહાગ્રંથમાં શ્લોક-૨૮૪૯માં કહ્યું છે કે –
“इच्छंतो य स दव्वं तदणागारं तु भावहेऊ त्ति"
આનાથી એ ફલિત થાય કે ઋજુસૂત્રનય ભાવના કારણને પણ ભાવરૂપે સ્વીકારે છે, તેથી દ્રવ્યનિક્ષેપાનો સ્વીકાર થયો. તે રીતે પિંડ અવસ્થામાં કટકાદિ (કડા વગેરે) અનાકાર એવા તે સુવર્ણદ્રવ્યને કટકાદિ કહે છે; કેમ કે તે સુવર્ણ કટકાદિનો હેતુ છે, તેથી કટક છે એમ આ નય ઈચ્છે છે. તેમ પ્રસ્તુતમાં દશવિધ ભાવસામાચારીના કારણરૂપ સંવિગ્નપાક્ષિકની જે આ ઉપયોગપૂર્વકની આચરણા છે, તેને પણ ઋજુસૂત્રનય સામાચારી તરીકે ગ્રહણ કરે છે, કેમ કે સંવિગ્નપાક્ષિકની ઉપયોગપૂર્વકની સામાચારીનું પાલન પ્રધાનદ્રવ્યક્રિયારૂપ હોવાથી ભાવનો હેતુ છે, માટે તે પણ સામાચારી છે. ટીકા:
एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेमप्यविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात्, अतः सुसंयत इत्यपि विशेषणीयम् । सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इत्येवं नोक्तदोषः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org