________________
આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૯
૨૬૩ ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुदृढमत्र प्रयतितव्यम्' इति सामान्यापृच्छयापि न हितकार्ये परमोत्साहः समुल्लसति, श्रद्धावतो हि विनेयस्य गुरूपदेशमात्रमेव शुभभावनिदानमिति न किञ्चिदनुपपन्नम् । ટીકાર્થ:
“વમૂત્ત’ | એ ગાથાનું પ્રતિક છે.
આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, શુભભાવના કારણપણા વડે આપૃચ્છા વ્યુત્પત્તિ અર્થમાત્રગ્રાહી તથવિશેષ એવા એવંભૂતયથી મંગલરૂપ થાય છે. શુભભાવનું કારણ હોવાથી આપૃચ્છા સામાચારી એવંભૂતમયથી મંગલ કેમ થાય છે? તે યુક્તિથી બતાવે છે –
મંગ =કલ્યાણને, લાવે છે તે મંગલ, અથવા ‘મને પાપમાંથી ગાળે છે'=મને પાપરહિત બનાવે છે, તે મંગલ. મંગલની આવી વ્યુત્પત્તિ છે એ હેતુથી, આપૃચ્છા સામાચારીમાં આ અર્થ=મંગલરૂપ અર્થ, યુક્ત જ છે; કેમ કે (વિધિ નહિ જાણતારા પ્રત્યે) વિધિજ્ઞાપન દ્વારા અથવા વિધિના જાણનાર પ્રતિ અન્યથા પણ=વિધિજ્ઞાપન વિના પણ, આપૃચ્છા શુભભાવનું કારણ છે.
વિધિના જાણકાર પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ કઈ રીતે થાય છે? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
નદિ “ગુરુ વડે ઉપદેશેલ આ કાર્ય છે, તેથી અવશ્ય ભવિષ્યમાં હિતનું કારણ છે. તેથી અહીંગુરુઉપદિષ્ટ આ કાર્યમાં, સુદઢ પ્રયત્ન કરવો જોઈએ.” એ પ્રમાણે સામાન્ય આપૃચ્છા વડે પણ હિતકાર્યમાં અત્યંત ઉત્સાહ ઉલ્લસિત થતો નથી એવું નથી, અર્થાત્ ઉત્સાહ ઉલ્લસિત થાય છે; જે કારણથી શ્રદ્ધાળુ શિષ્યને ગુરુનો ઉપદેશ માત્ર જ શુભભાવનું કારણ છે. એથી કરીને કંઈ અનુપપન્ન નથી વિધિના જાણનાર પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ છે, એ અસંગત નથી, પરંતુ સંગત જ છે.
કન્યથાગરિ' અહીં ‘’ થી વિધિજ્ઞાપનનો સમુચ્ચય કરવો.
* ‘સામાન્યપૃચ્છાપિ' અહીં ‘વ’ થી એ કહેવું છે કે, વિધિ જાણવા માટે કરાતી આપૃચ્છાથી તો પરમ ઉત્સાહ થાય જ છે, પણ સામાન્ય આપૃચ્છા સામાચારીથી પણ પરમ ઉત્સાહ થાય છે. ભાવાર્થ:
ગાથા-૪૭માં બતાવ્યું એ રીતે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ હોવાને કારણે વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવા નથવિશેષરૂપ એવંભૂત નયથી મંગલ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ગાથા-૪૭માં બતાવ્યું. એ રીતે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ ભલે હોય, પરંતુ એટલામાત્રથી એવંભૂતનયથી તે મંગલ છે, એમ કેમ કહી શકાય ? એથી કહે છે –
‘કલ્યાણને લાવે તે મંગલ અથવા મને ‘પાપથી ગાળે” અર્થાત્ મને ‘પાપરહિત બનાવે તે મંગલ, આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org