________________
૨૬૪
આપૃચ્છા સામાચારી | ગાથાઃ ૪૯ પ્રકારની મંગલ શબ્દની વ્યુત્પત્તિ છે. એથી કરીને આ અર્થ આપૃચ્છા સામાચારીમાં યુક્ત છે મંગલ શબ્દનો અર્થ આપૃચ્છા સામાચારીમાં યુક્ત છે; કેમ કે શિષ્ય જ્યારે ગુરુને આપૃચ્છા કરે છે ત્યારે ગુરુ વિધિનું જ્ઞાપન કરે તેના દ્વારા આપૃચ્છા સામાચારી શિષ્યના શુભભાવનું કારણ બને છે અથવા અન્યથા પણ=વિધિજ્ઞાપન કર્યા વિના પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ બને છે.
આશય એ છે કે, મંગલ શબ્દની વ્યુત્પત્તિ કરી કે, કલ્યાણને કરે તે મંગલ અથવા પાપથી ગાળે તે મંગલ. આ બંને વ્યુત્પત્તિની સંગતિ શુભભાવથી થાય છે; કેમ કે જીવને જ્યારે શુભભાવ થાય ત્યારે જીવમાં કલ્યાણની પરંપરાનું સર્જન થાય છે અને જીવ પાપ વગરનો બને છે, અને આ શુભભાવ આપૃચ્છા સામાચારીથી થાય છે, માટે આપૃચ્છા સામાચારી એવંભૂત નયથી મંગલરૂપ છે, એ વાત યુક્ત છે.
એવંભૂતનય બે પ્રકારનો છે – (૧) રૂઢિ અર્થથી અનુગૃહીત વ્યુત્પત્તિઅર્થગ્રાહી (૨) વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી
ઉપર્યુક્ત બંને અર્થ પૈકી અહીં રૂઢિ અર્થથી અનુગૃહીત વ્યુત્પત્તિઅર્થગ્રાહી એવંભૂતનયની વ્યાવૃત્તિ કરવા માટે એવભૂતનયનું વિશેષણ મૂક્યું કે, વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવા એવંભૂતનયથી આપૃચ્છા સામાચારી મંગલ થાય છે.
એવંતભૂતનય વ્યુત્પત્તિથી અર્થ ઘટતો હોય તેવા પદાર્થને તે શબ્દથી વાચ્ય કરે છે. જેમ “મોક્ષની સાથે યોજન કરે તે યોગ.” આ પ્રકારની વ્યુત્પત્તિનો અર્થ જે ક્રિયામાં સંગત થતો હોય તે ક્રિયાને એવંભૂતનય યોગ કહે; પરંતુ જે ધર્મઅનુષ્ઠાનમાં મોક્ષની સાથે યોજન કરે તેવી પરિણતિ ન હોય તેને એવંભૂતન યોગ કહે નહીં. આ સ્થાનમાં રૂઢિ અર્થથી અનુગ્રહીત એવો એવંભૂતનય નથી, પરંતુ વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવો એવંભૂતનય છે અને જે સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી વિચારીએ અને જો તે વ્યુત્પત્તિ અર્થ લક્ષ્યથી અન્યત્ર જતો હોય તો તે સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવા એવંભૂતનયથી વિચારણા થતી નથી, પરંતુ રૂઢિ અર્થથી અનુગૃહીત એવંભૂતનયથી વિચારણા થાય છે. જેમ ‘’ શબ્દની વ્યુત્પત્તિ અતિ તિ શી એ પ્રમાણે છે, તેથી “જે જતી હોય તે ગાય' એવો અર્થ પ્રાપ્ત થાય અને તે અર્થ પ્રમાણે જતા એવા મનુષ્યને પણ ગાય કહેવાનો પ્રસંગ આવે. આથી આવા સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવા એવંભૂતનયથી વિચારણા કરાતી નથી, પરંતુ રૂઢિ અર્થથી અનુગૃહિત એવા એવંભૂતનયથી વિચારણા કરવામાં આવે છે. જેમ જો શબ્દ ગાયમાં રૂઢ છે, અન્યમાં નહીં અને જ્યારે ગાય જવાની ક્રિયા કરતી હોય ત્યારે રૂઢિ અર્થથી અનુગૃહીત એવંભૂતનય તેને ગાય કહે છે, પરંતુ જતા એવા મનુષ્યને ગાય કહેતો નથી અને બેઠેલી ગાયને પણ ગાય કહેતો નથી. આ રીતે વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવંભૂતનયનો અર્થ ગ્રહણ કરીએ તો જ્યાં જ્યાં તે શબ્દની વ્યુત્પત્તિ ઘટતી હોય તે સર્વને આ નય તે તે શબ્દથી ગ્રહણ કરે છે. જેમ પ્રસ્તુતમાં મંગલ શબ્દની વ્યુત્પત્તિ ‘કલ્યાણને લાવે છે અને ‘પાપનો નાશ કરે છે,’ એ પ્રકારે છે, અને તે પ્રકારનો આ વ્યુત્પત્તિ અર્થ આપૃચ્છા સામાચારીમાં ઘટે છે, તેથી આપૃચ્છાને મંગલ કહે છે. તેથી આ વ્યુત્પત્તિ અર્થ જે જે ક્રિયામાં ઘટે તે દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org