________________
૨૬૨
આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૯ વિધિના બોધાદિપૂર્વક મોક્ષનું કારણ છે, તેમ માનવું ઉચિત નથી. એ પ્રમાણેનો શંકાકારનો આશય છે.
અહીં કોઈ કહે કે, વિધિના જાણનારા એવા શિષ્ય પ્રત્યે પણ ગુરુ તેને ફરી વિધિનો બોધ કરાવે અને તેનાથી તેને શુભ ભાવ થાય છે, તેમ સ્વીકારીને આપૃચ્છા સામાચારીને વિધિપ્રદર્શનાદિના ક્રમથી મોક્ષનું કારણ માનીએ તો શું વાંધો ? તેનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષી બીજો હેતુ બતાવે છે કે, નિમેષ-ઉન્મેષાદિ બહુવેલ કરવાના કાર્યમાં વિધિનું સુઅભ્યસ્તપણું હોવાના કારણે આજ્ઞા આપતા એવા ગુરુ વિધિ બતાવતા નથી. તે વસ્તુ બતાવે છે કે, જે વિધિને જાણતો હોય અને વિધિ જેને સુઅભ્યસ્ત હોય તેવી વ્યક્તિને વિધિપ્રદર્શન કરવાનું કોઈ પ્રયોજન નથી, માટે નિમેષ-ઉન્મેષાદિમાં આદેશ અપાય છે પણ વિધિ બતાવાતી નથી. તેથી આપૃચ્છા સામાચારી વિધિના અજ્ઞ પ્રત્યે વિધિપ્રદર્શનરૂપ ફળમાં વિશ્રાંત થાય છે અને વિધિના જાણનાર પ્રત્યે ઉચિત વિનયરૂપ ક્રિયામાં પર્યવસાન પામે છે, તેમ માનવું ઉચિત છે; પરંતુ ગાથા-૪૭-૪૮માં બતાવેલ છે તે રીતે આપૃચ્છા સામાચારી વિધિપ્રદર્શનાદિ દ્વારા મોક્ષમાં પર્યવસાન પામે છે, તેમ માનવું ઉચિત નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે –
ગાથા :
एवंभूअणएणं मंगलमापुच्छणा हवे एवं । बहुवेलाइकमेणं सव्वत्थवि सा तओ उचिया ।।४९।।
છાયા :
___ एवंभूतनयेन मंगलमाप्रच्छना भवेदेवम् । बहुवेलादिक्रमेण सर्वत्रापि सा तत उचिता ।।४९ ।। અન્વયાર્થી -
વં આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, સપુષ્ઠT=આપૃચ્છા પૂર્વમૂi=એવંભૂત વયથી મંત્તિમ્ મંગલરૂપ થાય. તો તેથી કરીને વહુવેત્તારૂબં-બહુવેલાદિ ક્રમથી સવ્યત્યવિ સર્વત્ર પણ સાકતે આપૃચ્છા વિયાઉચિત છે. ૪૯ ગાથાર્થ :
આ રીતે આપૃચ્છા એવંભૂતનયથી મંગલરૂપ થાય, તેથી કરીને બહુવેલાદિ ક્રમથી સર્વત્ર પણ તે આપૃચ્છા ઉચિત છે. I૪૯ll ટીકા :
एवंभूअ त्ति । एवं शुभभावनिबन्धनतयाऽऽप्रच्छना एवंभूतनयेन-व्युत्पत्त्यर्थमात्रग्राहिणा नयविशेषेण मङ्गलं भवेत, मग कल्याणं लातीति मङ्गलम, मां गालयति पापादिति वा मङ्गलमिति युक्तो ह्ययमर्थ आपृच्छायां, विधिज्ञापनद्वाराऽन्यथाऽपि वा तस्याः शुभभावनिबन्धनत्वात्, न हि 'गुरूपदिष्टमिदं कार्यं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org