________________
નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૨
મૂળ ગાથામાં કહ્યું કે, દઢ યત્ન અને ઉપયોગથી દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં ઈષ્ટ છે, ઈતરથા અનિષ્ટ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશકાળે આશાતનાના પરિહાર માટે દઢ યત્ન હોય, છતાં અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી પણ અનાભોગ નિમિત્તક ભગવદ્ભક્તિઆદિમાં અયત્નનો પરિહાર ન કરવામાં આવે તો અનિષ્ટ પ્રાપ્ત થાય. તે અનિષ્ટ કેમ છે ? એ પ્રકારની શંકાને સામે રાખીને ‘અથ’ થી કહે છે.
૨૩૬
ભાવાર્થ:
‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ત્યાં=અવગ્રહના પ્રવેશમાં, આશાતનાનો પરિહાર કરાયે છતે પણ ભગવદ્ભક્તિઆદિમાં અનાભોગને કારણે કેવી રીતે અનિષ્ટ થાય ?
પ્રશ્નકારનો આશય એ છે કે, આશાતના કરવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય, પરંતુ ભગવદ્ભક્તિઆદિમાં અનાભોગને કારણે ભલે તે પ્રકારનો લાભ ન થઈ શકે, પરંતુ અનિષ્ટની પ્રાપ્તિ તો ન થવી જોઈએ. જ્યારે મૂળ ગાથામાં કહ્યું છે કે, ભગવદ્ભક્તિમાં અનાભોગ હોય તો પણ અનિષ્ટ થાય. તેથી કહે છે –
ન
ત્યારે=‘નિસીહિ’ પ્રયોગ કરી અવગ્રહમાં પ્રવેશ કરો ત્યારે, ભગવદ્ભક્તિઆદિમાં અપ્રયત્નનું નિષિદ્ધપણું છે. તેથી નિષિદ્ધ એવા અપ્રયત્નના આચરણથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, અને વળી ઈષ્ટની અપ્રાપ્તિ વિધિની અનારાધનાથી જ થાય છે.
તાત્પર્ય એ છે કે, અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી ભગવદ્ભક્તિઆદિમાં અયત્ન કરવાનો નિષેધ છે; કેમ કે, ‘નિસીહિ’ પ્રયોગથી એ પ્રકારની પ્રતિજ્ઞા કરાયેલી છે. આમ છતાં અનાભોગને કારણે ભગવદ્ભક્તિઆદિમાં જે ઉપયોગ ન રહ્યો, તેથી કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે.
વળી ‘નિસીહિ’ પ્રયોગ કરીને અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી આશાતનાના પરિહાર માટેનો યત્ન હોવા છતાં પણ, અનાભોગથી કોઈ આશાતના થતી હોય તો અને વિધિની આરાધનામાં પણ પ્રમાદને કારણે ત્રુટિ હોય, તો કંઈક વિધિમાં યત્ન હોય તોપણ શુદ્ધ ક્રિયાથી થાય તેવા નિર્જરારૂપ ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય. આમ છતાં અભ્યાસદશામાં અનાદિ અભ્યસ્ત પ્રમાદને કારણે સ્ખલના થતી હોય તો, નૈષધિકી સામાચા૨ી ત્રુટિવાળી બને, પણ તેથી જે દોષ છે તે નિરનુબંધ છે; અને શુદ્ધ સામાચારીનું જેવું ફળ છે તેવું ઈષ્ટફળ મળતું નથી, તોપણ જે અંશમાં સમ્યક્ યત્ન છે તે અંશથી નિર્જરારૂપ ફળ મળે છે. અને જેઓ ‘નિસીહિ’નો પ્રયોગ કર્યા પછી આશાતનાના પરિહાર માટે યત્ન ન કરતા હોય, અને કદાચ આશાતનાના પરિહાર માટે યત્ન કરતા હોય તોપણ ભગવદ્ભક્તિઆદિમાં ઉપયોગ પ્રવર્તાવવામાં યત્ન ન કરતા હોય, કે પ્રધાનરૂપે પ્રમાદ સેવતા હોય, તો તે દોષ પણ સાનુબંધ બને અને વિશિષ્ટ અનિષ્ટનું પણ કારણ બને, અને તે નૈષધિકી સામાચા૨ીજન્ય નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ લેશ પણ ન થાય. II૪૨ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org