________________
૨૩૨
નષેરિકી સામાચારી/ ગાથા : ૪૨ જોઈએ, છતાં એકવચનનો પ્રયોગ કેમ છે? એથી કરીને કહે છે – દઢ યત્ન અને ઉપયોગ એ પ્રકારે સમાહાર દ્વન્દ સમાસ કરેલ હોવાથી એકવચનનો પ્રયોગ છે.
અહીં ગુરુનો અવગ્રહ આ પ્રમાણે છે – “ચારે દિશામાં આત્મપ્રમાણમાત્ર ગુરુનો અવગ્રહ થાય છે” –આ પ્રમાણે આવશ્યક નિર્યુક્તિ આદિમાં કહેવાયું છે. અને દેવનો અવગ્રહ આ પ્રમાણે સંભળાય છે –
ત્યાં=દેવના વિષયમાં, અવગ્રહ ત્રણ પ્રકારનો છે : ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ. ઉત્કૃષ્ટ ૬૦ હાથનો, જઘન્ય ૯ હાથનો, શેષ મધ્યમ અવગ્રહ છે.” “તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ઈતરથાદઢ યત્ન અને ઉપયોગના વિપર્યાસથી, ત્યાં પ્રવેશમાં અવગ્રહના પ્રવેશમાં, અનિષ્ટ-કર્મબંધ લક્ષણ અનિષ્ટ, થાય છે. તે હેતુથી અહીં અવગ્રહના પ્રવેશમાં, નિષેધ પ્રધાન છે નિષેધ અવ્યભિચારી ફળના હેતુપણા વડે કરીને કામનાનો વિષય છે.
» ‘આશાતનાવિ' માં ‘તિ થી અવિધિનું ગ્રહણ કરવું. * ‘તત્રીપોન' ના સ્થાને ‘તોપયો:' એમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. જ ટીકામાં ‘તત્ર પ્રવેશે’ પછીનો વધારાનો ભાસે છે.
ભાવાર્થ -
ગુરુ અને દેવની આશાતનાદિના પરિવાર માટેનો યત્ન હંમેશાં સાધુઓને કરવાનો હોય છે, પરંતુ અવગ્રહમાં પ્રવેશ કરવામાં પૂર્વે જે યત્ન કરાતો હોય તેના કરતાં પણ અતિશય યત્ન કરવાનો છે. વળી અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી અનાભોગ નિમિત્તક અયત્નના પરિવારના ઉપાયરૂપ ઉપયોગપૂર્વક દેવ અને ગુરુની ભક્તિ કરવાની હોય છે, અને તે રીતે કરવાથી કર્મક્ષયરૂપ ઈષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે દેવના અવગ્રહમાં સાધુ પ્રવેશે ત્યારે નિસાહિ” પ્રયોગ દ્વારા પ્રતિજ્ઞા કરે છે કે હવે હું દેવ અથવા તો ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરું છું, તેથી સહેજ પણ તેમની આશાતના ન થાય તેવો મારે યત્ન કરવાનો છે. આ પ્રકારનો દઢ ઉપયોગ “નિશીહિ' પ્રયોગથી ઊઠે છે. અને જેમ અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી આશાતનાદિનો પરિહાર કરવાનો છે, તેમ દેવ અને ગુરુની ભક્તિવિષયક કોઈ અનાભોગથી પણ અયત્ન ન થાય તે માટે તે અયત્નના પરિહારરૂપ ઉપયોગપૂર્વક ક્રિયા કરવાની છે; તેથી તે પ્રકારના ઉપયોગને દઢ કરવા માટે પણ ‘નિસીહિ' પ્રયોગ કરાય છે.
આનાથી એ ફલિત થાય કે દેવ કે ગુરુના અવગ્રહના પ્રવેશકાળમાં “નિસાહિ” દ્વારા : (૧) આશાતનાના પરિહારનો યત્ન, (૨) અવિધિના પરિહારનો યત્ન અને (૩) કરાતી ક્રિયામાં મન-વચન-કાયાની સુદઢ પ્રવૃત્તિ કરવા માટે અનાભોગના પરિહાર માટેનો યત્ન કરવાનો હોય છે, જે “નિસીહિ' પ્રયોગથી થાય છે. અને જો તેવો પ્રયત્ન ન કરવામાં આવે તો અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી કર્મક્ષયરૂપ ઈષ્ટને બદલે કર્મબંધરૂપ અનિષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી અવગ્રહના પ્રવેશકાળમાં ‘નિસીહિ' પ્રયોગ કામનાનો વિષય બને છે અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org