________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૧ અહીં આ ભગવાનના ગુણવર્ણનને સ્તુતિકલ્પલતાનું ફળ કેમ કહ્યું ? એવી કોઈને શંકા થાય, તેથી તેનું સમાધાન આ રીતે કરી શકાય –
ભગવાનની સ્તુતિઓ બે પ્રકારની છે: (૧) વાસ્તવિક સ્વરૂપના નિરૂપણ(વર્ણન)રૂપ અને (૨) અંતરંગ ગુણોના કીર્તનરૂપ
ઘણાં સ્તવનોમાં આદિમાં એવી સ્તુતિ હોય છે કે “હે પ્રભુ ! તમે સિદ્ધાર્થરાજાના કુળદીપક છો, તમે ૭૨ વર્ષના આયુષ્યવાળા છો, આવા આવા દેવાળા છો”, ઈત્યાદિ ભગવાનના વાસ્તવિક સ્વરૂપના નિરૂપણ વર્ણન)રૂપ ભગવાનની સર્વ સ્તુતિઓ કલ્પલતાસ્થાનીય છે; કેમ કે કલ્પવૃક્ષની લતા (વેલ) જેમ શ્રેષ્ઠ હોય છે, તેમ આ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરનારી આવી સ્તુતિઓ, ઘણી નિર્જરા કરનારી હોવાથી શ્રેષ્ઠ કલ્પલતા જેવી છે.
પરંતુ જેમ કલ્પલતામાં આવતું ફળ અમરપણારૂપ વિશેષ લાભનું કારણ બને છે, તેમ સામાન્યથી કરાયેલી ભગવાનની સ્તુતિઓ જે ફળ આપી શકતી નથી તેવું શ્રેષ્ઠ ફળ ભગવાનના અંતરંગ ગુણોનું કીર્તન આપે છે. આથી જ્યારે કોઈ જીવ ભગવાનમાં વર્તતા સામાચારીના પરિણામથી ભગવાનની સ્તુતિ કરવામાં ઉપયોગવાળો હોય, ત્યારે અન્ય સ્તુતિ કરતાં આવા પ્રકારના ભગવાનના અંતરંગ ગુણગાનથી તે જીવ મહાનિર્જરાને કરી અલ્પકાળમાં મોક્ષફળને પામે છે; કેમ કે અંતરંગ ગુણરૂપ ઉચિત સામાચારીની આચરણારૂપે ભગવાનની ઉપસ્થિતિ કરીને ભગવાનની સાથે તન્મયભાવ પામે તો તેવી સામાચારી પોતાનામાં પણ અવશ્ય પ્રગટ થાય, જે અવશ્ય અલ્પકાળમાં પોતાના માટે મોક્ષનું કારણ બને. તેથી ભગવાનના અંતરંગ ગુણોના કીર્તનરૂપ સ્તુતિઓ કલ્પલતાના ફળસ્થાનીય છે અને તે ગુણગાનમાં તન્મયભાવ આવે છે તે ફળના ઉપભોગસ્થાનીય છે, અને તેના ઉપભોગથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સ્તુતિકલ્પલતાના ફળરૂપ આ ભગવાનની સ્તવના છે, તેમ કહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનના સ્વરૂપવર્ણનની સ્તુતિ કરવાથી ભગવાન પ્રત્યે બહુમાનભાવ વ્યક્ત થાય છે, અને જ્યારે ભગવાનના જે જે અંતરંગ ગુણો છે તેનું વર્ણન કરવામાં આવે, અને ભગવાનની સાથે તન્મયભાવ આવે, ત્યારે જીવ શીધ્ર સર્વકર્મનો નાશ કરીને મોક્ષ ફળને પામે છે. તેથી સ્તુતિકલ્પલતાના ફળસ્થાનીય ભગવાનના ગુણોના વર્ણનરૂપ આ સામાચારીનું વર્ણન છે તે ભગવાનના અંતરંગ ગુણોના કીર્તનસ્વરૂપ છે, અને તે પ્રકારના ભગવાનના સ્વરૂપને કારણે ભગવાન પ્રત્યે જેને ભક્તિ અને શ્રદ્ધાનો અતિશય પેદા થયો હોય તેવો જીવ, જો આ દશવિધ-સામાચારી-સ્વરૂપ ભગવાનના ગુણોનું કીર્તન કરતાં કરતાં તન્મયભાવને પામે, તો ભગવાનના જેવી આ દશવિધ સામાચારી પરિણામરૂપે પોતાનામાં પણ આવિર્ભાવ પામે, અને જેમ ભગવાન આ સામાચારીને પાળીને કૃતાર્થ થયા, તેમ સ્તુતિ કરનાર વ્યક્તિ પણ ઉપયોગના પ્રકર્ષથી આ સામાચારી પાળીને તત્કાળ કે થોડા કાળના વિલંબનથી અવશ્ય વીતરાગ બને છે અને તેના ફળરૂપે અવશ્ય મોક્ષસુખને પામે છે.IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org