________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૧ સાધુસામાચારી પદ દશવિધ સામાચારીરૂપ વિશેષમાં પર્યવસાન પામે છે=વિશેષ અર્થને કહેનાર બને છે. તેથી અહીં સાધુસંબંધી ઈચ્છાકારાદિ ક્રિયાકલાપરૂપ મુનિસામાચારીને ગ્રહણ કરેલ છે.
સંસેવ્ય' - ગ્રંથકારે સંસેવ્ય શબ્દનો અર્થ ‘ઉપયુક્તપણાથી આરાધન કરીને એ પ્રમાણે કર્યો અને કહ્યું કે ભગવાન !તમે ઉપયુક્તપણાથી સામાચારીનું આરાધન કરીને પરમ નિવૃતિને સમગ્ર સાંસારિક સુખ કરતાં અતિશયવાળા મોક્ષસુખને, પામ્યા.
આનાથી એ ફલિત થાય કે, દશવિધ સામાચારીનું શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણન કરાયું છે, તે પ્રકારે ઉપયુક્તપણા વડે જો તેનું આરાધન કરવામાં આવે તો, અર્થાત્ પ્રસંગે પ્રસંગે દશવિધ સામાચારી બોલવામાં આવે તેટલા માત્રથી નહિ, પરંતુ જે જે સામાચારીમાં જે જે ભાવો અભિપ્રેત છે, તે તે ભાવોને ફુરણ કરવા માટે યત્ન ઉસ્થિત થાય તો, તે પ્રકારના માનસયત્નપૂર્વક સેવાયેલી તે સામાચારીનો ઉપયોગ, ક્ષયોપશમભાવના ચારિત્રને અતિશયિત કરીને અવશ્ય મોક્ષનું કારણ બને છે. આથી શાસ્ત્રવચનને અવલંબીને ઉપયોગના પ્રકર્ષથી સેવાતી આ દશવિધ સામાચારી અવશ્ય મોક્ષનું કારણ બને છે, એ પ્રકારની નિયત વ્યાપ્તિ છે. તેનો બોધ યોગ્ય શ્રોતાને કરાવવા ગ્રંથકારે દશવિધ સામાચારીથી ભગવાનની સ્તુતિ કરેલ છે.
વળી જે પ્રકારે ભગવાને દશવિધ સામાચારી સેવી તે પ્રકારે તે સામાચારીના વર્ણનથી ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું કીર્તન થાય છે અને તે કીર્તનથી કીર્તન કરનારને નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અવલંબીને કરાતા કીર્તનથી ભગવાનની સાથે તન્મયભાવ આવે છે અને તન્મયભાવના અતિશયથી યાવત્ સર્વકર્મનો નાશ પણ થાય છે. તેથી ગ્રંથકાર કહે છે કે, તે પ્રકારની સ્તુતિથી હું કૃતાર્થ થાઉં છું અર્થાત્ તમારી સ્તુતિથી નિર્જરાના ફળનો ભાગી થાઉં છું.
‘તવ’ આ જ=ઈચ્છાકારાદિ ભેદને જણાવનારું એવું આપનું જે સ્તવન છે એ જ, સ્તુતિકલ્પલતાનું ફળ છે, જે ભગવાનના ગુણના વર્ણનરૂપ છે, એ હેતુથી હું કૃતાર્થ થાઉં છું; કેમ કે ભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત આનાથી=ભગવાનના સ્તવનથી, શીધ્ર અજરામરપણાની સિદ્ધિ થાય છે.
અહીં શંકા થાય કે ભગવાનની સ્તુતિ કરવાથી હજુ પોતાને કંઈ પ્રાપ્ત થયું નથી તો હું કૃતાર્થ થાઉં છું, એમ કેમ કહી શકાય ? કેમ કે સામાન્યથી પોતાને ઈચ્છિત સુખાદિ અર્થની પ્રાપ્તિ થાય ત્યારે હું કૃતાર્થ થયો છું તેમ કહેવાય છે, અને અહીં ભગવાનની સ્તુતિ કરવાથી પોતાને અત્યારે તો કંઈ પ્રાપ્ત થયું નથી, છતાં કૃતાર્થ થાઉં છું એમ કેમ કહ્યું? તેથી કહે છે –
ભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત એવા ભગવાનના સ્તવનથી શીધ્ર જ અજરામરપણાની અર્થાત્ મોક્ષની સિદ્ધિ છે, તેથી હું કૃતાર્થ થયો છું.
આશય છે એ કે, કોઈને કલ્પવૃક્ષનું ફળ મળી જાય ત્યારે તે તેના ઉપભોગથી અમરપદને પ્રાપ્ત કરે છે, છતાં પણ ફળની પ્રાપ્તિમાત્રથી જ તેને “હવે હું કૃતાર્થ થયો છું તેમ ભાસે છે;” કેમ કે ફળની પ્રાપ્તિ થઈ એટલે હવે તે ફળનો ઉપભોગ કરશે અને અવશ્ય પોતે અમરપદને પામશે. તે રીતે અહીં કૃતાર્થનો પ્રયોગ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org