________________
૩૦
નિષેલિકી સામાચારી / ગાથા: ૪ર નિષેલિકી સામાચારીના સ્વરૂપને બતાવે છે.
આશય એ છે કે, કેટલાંક વિશેષણો વ્યાવર્તક વિશેષણો હોય છે. જેમ કે કોઈ કહે, લીલો ઘડો લાવો તો આમ કહેવાથી બાકીના લાલ વગેરે બધા ઘટનું વ્યાવર્તન કરાય છે, અને શ્વેત શંખ કહેવાથી કોઈ અન્ય શંખની વ્યાવૃત્તિ થતી નથી, કેમ કે શ્વેત સિવાયના અન્ય કોઈ રંગવાળો શંખ હોતો નહિ; તો પણ શંખ શ્વેત છે, તે પ્રકારના શંખના સ્વરૂપનો બોધ થાય છે. તેમ પ્રસ્તુતમાં અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે જે “નિશીહિ' પ્રયોગ કરાય છે, તેનું સ્વરૂપ કેવું છે, તે બતાવવા માટે કહે છે –
‘નિસીહિ' શબ્દનો જે વ્યુત્પત્તિ અર્થ છે, તે નૈષધિથી સામાચારીમાં ઘટે છે. માટે અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે બોલાયેલો ‘નિસાહિ” શબ્દ ઉચિત છે સ્થાને કરાયેલો છે.
આશય એ છે કે, અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે આત્માને ગુપ્તિ તરફ લઈ જવા માટે અત્યંત યત્ન કરવાનો હોય છે, અને ગુપ્તિ તરફ જવાનો યત્ન અવગ્રહના પ્રવેશકાળમાં કરાતા “નિશીહિ' પ્રયોગ દ્વારા થાય છે, તેથી તે સ્થાનમાં ‘નિસીહિ' પ્રયોગ કરવો ઉચિત છે; કેમ કે નિસીહિ શબ્દનો અર્થ જ “હું પાપવ્યાપારનો નિષેધ કરું છું” એવો થાય છે, અને તે અવગ્રહમાં પ્રવેશીને વિધિપૂર્વક ઉચિત ક્રિયામાં યત્ન કરનાર સાધુની પ્રવૃત્તિમાં ઘટે છે. તેથી તેના સ્થાનમાં ‘નિસીહિ' પ્રયોગ દ્વારા પાપના નિષેધની જે પ્રતિજ્ઞા કરાય છે, તે ઉચિત છે. આનાથી એ ફલિત થાય કે “નિસીહિ' એ પ્રકારનો જે શબ્દ બોલાય છે, તેની વ્યુત્પત્તિ નૈષધિની સામાચારીમાં ઘટે છે. માટે યથાસ્થાન પ્રાપ્ત એવો ‘નિસીહિ' એ પ્રકારનો પ્રયોગ છે અને યથાસ્થાન પ્રાપ્ત એ વિશેષણ ‘નિસીહિ' પ્રયોગનું સ્વરૂપમાત્ર બતાવે છે. પરંતુ કોઈની વ્યાવૃત્તિ કરતું નથી. ૪૧ અવતરણિકા -
अथावग्रहप्रवेशे किमर्थं नैषेधिकी ? इत्यत्र हेतुमाह - અવતરણિકાર્ય :
અવગ્રહના પ્રવેશમાં વૈધિકી કેમ છે? એથી કરીને અહીં=Aધિકી પ્રયોગમાં, હેતુને કહે છે - ભાવાર્થ
પૂર્વ ગાથામાં બતાવ્યું કે, અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ગુરુના ઉપદેશથી ઉપયોગપૂર્વક તપ્રતિષેધવાળાનો નિષેધિકી પ્રયોગ નૈષધિથી સામાચારી છે. તેથી પ્રશ્ન થાય કે, અવગ્રહના પ્રવેશમાં શા માટે નૈષધિની પ્રયોગ કરાય છે? તેથી અવગ્રહના પ્રવેશકાળમાં કરાતા નૈષધિની પ્રયોગના હેતુને બતાવે છે –
ગાથા :
दढजत्तुवओगेणं गुरुदेवोग्गहमहीपवेसंमि । इटुं इहराणिटुं तेण णिसेहो इह पहाणो ।।४२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org