________________
૨૨૯
નૈષેલિકી સામાચારી / ગાથાઃ ૪૧ ક્રિયા જે રીતે કરવાની કહે છે, તે રીતે તે સ્થાનમાં બેસીને તે ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે. તેવા સાધુનો ‘નિસીહિ' પ્રયોગ નષેધિકી સામાચારી બને છે.
નિષેધિકી સામાચારીનું આવું લક્ષણ કરવાથી નીચેનાં પાંચ સ્થાનોમાં અતિવ્યાપ્તિ દોષ આવતો નથી :
(૧) ઉપાશ્રયાદિના પ્રવેશમાં ‘નિસીહિ' પ્રયોગ કરીને કોઈ સાધુ ગુરુથી અનનુજ્ઞાત એવી કોઈ પ્રવૃત્તિ કરે તો તેનો નિસાહિ પ્રયોગ તે નૈષધિથી સામાચારી થાય નહિ.
(૨) અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે “નિસીહિ'નો પ્રયોગ કરીને ગુરુથી અનુજ્ઞાત બધી ક્રિયા કરતો હોય, પરંતુ તે અનુજ્ઞાત કાર્ય પણ વિધિમાં અપેક્ષિત ઉપયોગપૂર્વક ન કરે તો તેની નૈષધિથી સામાચારી કહેવાય નહિ.
(૩) અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ' પ્રયોગ કરીને કોઈ સાધુ ગુરથી અનુજ્ઞાત પણ હોય અને ગુરુથી અનુજ્ઞાત ક્રિયાને ઉપયોગપૂર્વક કરતો પણ હોય, પરંતુ જો નિષિદ્ધ પાપવ્યાપારવાળો ન હોય તેવા સાધુનો વસતિમાં પ્રવેશ કરતી વખતે કરાયેલો “નિસીહિ' શબ્દપ્રયોગ નૈષધિથી સામાચારી બનતો નથી.તે આ પ્રમાણે -
સાધુઓએ તે તે ક્રિયાકાળમાં શરીરના કોઈપણ અવયવને સ્થિર રાખીને ક્રિયામાં યત્ન કરવો જોઈએ. કદાચ કોઈ કારણે શરીરના અવયવોને હલાવવા પડે તો પણ અત્યંત યતનાપૂર્વક હલાવવા જોઈએ. જેમ કે હાથ-પગ જકડાઈ ગયા હોય અને લાંબા-પહોળા કર્યા વગર તે તે સ્વાધ્યાયાદિ ક્રિયા સારી રીતે કરી શકે તેમ ન હોય તો પહેલાં ચક્ષુથી હલાવવાનાં અંગોને અને ભૂમિને અવલોકન કરે, કોઈ જીવજંતુ દેખાય તો યતનાપૂર્વક તેને યોગ્ય સ્થાને મૂકે, કદાચ કોઈ જીવજંતુ ન પણ દેખાય તો પણ ઉચિત વિધિથી પ્રમાર્જના કરીને ત્યાર પછી હાથ-પગ પ્રસારણ કરે, તે નિષિદ્ધ પાપવાળો છે. અને જે તેવો નથી, તે સાધુ ગુરુથી અનુજ્ઞા કરાયેલો ઉપયોગપૂર્વક સ્વાધ્યાયાદિ કરતો હોય તો પણ વસતિમાં પ્રવેશ કરતી વખતે તેના દ્વારા કરાયેલો ‘નિસીહિ' પ્રયોગ નૈષધિથી સામાચારી નથી.
(૪) કોઈ સાધુ ગુરુથી અનુજ્ઞાત હોય, ઉપયોગપૂર્વક ક્રિયા કરતો હોય, નિષિદ્ધ પાપવ્યાપારવાળો હોય, આમ છતાં અવગ્રહના અપ્રવેશમાં ‘નિસીહિ'નો પ્રયોગ કરે અર્થાત્ વસતિ આદિના પ્રવેશ પૂર્વે દૂરથી જ ‘નિસીહિ' બોલે અથવા તો અવગ્રહમાં પ્રવેશ્યા પછી ‘નિસીહિ'નો પ્રયોગ કરે, પરંતુ અવગ્રહના પ્રવેશકાળમાં ન કરે, તો પણ અન્ય સર્વ ક્રિયા સમ્યક્ હોવા છતાં તેનો ‘નિસીહિ' પ્રયોગ નૈષધિથી સામાચારી બને નહિ.
(૫) અથવા કોઈ સાધુ ‘નિસીહિ' પ્રયોગ જ ન કરે, પરંતુ વસતિ આદિમાં પ્રવેશ કરે તો તેની ઔષધિકી સામાચારી થતી નથી.
અહીં પૂર્વમાં નૈષધિથી સામાચારીનું લક્ષણ કર્યું કે, “ગુરુના ઉપદેશથી ઉપયોગપૂર્વક કૃતપ્રતિષેધવાળા સાધુનો અવગ્રહના પ્રવેશકાળમાં કરાતો ‘નિસીહિ' પ્રયોગ તે નૈધિક સામાચારી છે,” તેથી ઉપરમાં બતાવેલાં પાંચે સ્થાનોમાં નૈષધિથી સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
નૈષેધિકી સામાચારીમાં પ્રયોગ કરાતો નિસાહિ’ શબ્દ કેવો છે? એ પ્રકારે બતાવવા માટે સ્વરૂપદર્શક વિશેષણને કહે છે અર્થાત્ આ વિશેષણ વ્યાવર્તક વિશેષણ નથી પરંતુ સ્વરૂપદર્શક વિશેષણ છે. તેથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org