SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આવશ્યકી સામાચારી / ગાથા ૩૮ કર્મક્ષયઃકર્મહાનિ, થતી જ નથી. “ભવતિ' એ પ્રમાણે મૂળ શ્લોકમાં અધ્યાહાર છે. દોષબહુલતાને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય કર્મહાનિ, થતી જ નથી, તે સ્પષ્ટ કરવા માટે સામાચારી શું પદાર્થ છે, તે બતાવે છે – સામાચારી ખરેખર વિચિત્ર કર્મક્ષયજનક આત્માનો પરિણામવિશેષ છે અથવા તેને એ પરિણામને, સૂચવનારી વાણી છે, અને આટલા દોષબાહુલ્યમાં-અનુપયુક્ત જવું, ગુરુના અનુપદેશમાં પ્રવૃત્તિ, અનાવશ્યક કર્મનું કરવું ? આટલા દોષની બહુલતામાં, ‘આવશ્યકી' પ્રયોગ કરવારૂપ વાણીમાત્રથી કર્મક્ષય સંભવતો નથી. એથી કરીને આ “આવશ્યકી' પ્રયોગ, સામાચારી નથી. તતઃ તેથી આ સામાચારી નથી તેથી, ઉક્ત જ=ગાથા-૩૬માં બતાવેલ તે ઉક્ત જ, સંપૂર્ણ લક્ષણ શ્રેય છે. * ટીકામાં ‘વા ક્ય' ના સ્થાને ‘વા વા’ એમ ભાસે છે, તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ: અવતરણિકામાં મુગ્ધ શંકા કરેલ કે કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કરીને કોઈક કાર્ય કરવા ગયેલ હોય તે વખતે અનુપયુક્ત જતા હોય તો ઈર્યાસમિતિના ભંગકૃત કર્મબંધ થાય, અને ગુરુના અનુપદેશમાં કોઈ કાર્ય કરતા હોય તો ઈચ્છાકારનો ભંગ થાય અને અનાવશ્યક કર્મ માટે જતાં મૃષાવાદ લાગે, તોપણ આવશ્યકી' પ્રયોગ કરીને જતાં આવશ્યક સામાચારીના પાલનકૃત નિર્જરા તેને થાય છે, તેમ સ્વીકારવામાં શું વાંધો ? તેનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે કે, જેણે આટલા બધા દોષો સેવ્યા હોય અને માત્ર આવશ્યકી' પ્રયોગ કર્યો હોય એટલામાત્રથી તેને સામાચારીના પાલનહેતુક કર્મક્ષય થતો નથી; કેમ કે સામાચારી એટલે સમ્યફ આચારનું પાલન, અને તે જીવનો વિચિત્ર પ્રકારના કર્મક્ષયનો જનક એવો પરિણામવિશેષ છે. તેથી જીવમાં જો સમ્યફ આચારનો પરિણામ વર્તતો હોય તો વિચિત્ર પ્રકારના કર્મનો ક્ષય થાય. હવે જે સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી અનુપયોગપૂર્વક જવું, ગુરુના અનુપદેશવાળું – કરવું, સંયમને અનુપષ્ટભક એવી ક્રિયા કરવી ઈત્યાદિ સર્વ દોષોને સેવતો હોય, તો સમ્યગૂ આચાર સેવવાનો પરિણામ તેનામાં નથી જ. તેથી સામાચારીના પાલનત કર્મક્ષય તેને થઈ શકે નહિ. હવે સામાચારીનો બીજો અર્થ કરીને પણ વચનપ્રયોગ માત્રથી સામાચારી નથી, તે બતાવે છે – સામાચારી એટલે તેવા પરિણામને સૂચવનારી એવી વાણીનો પ્રયોગ. તેનાથી પણ એ પ્રાપ્ત થાય છે, જેને કર્મક્ષયને અનુકૂળ ઉચિત ક્રિયાનો પરિણામ છે એવો સાધુ “આવશ્યકી' પ્રયોગ કરે તો આવશ્યકી સામાચારી બને. પરંતુ જે સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી બધા દોષો સેવે છે, તેનામાં તેવો નિર્જરાને અનુકૂળ સમ્યમ્ આચારનો પરિણામ નથી, તેથી તે પરિણામને સૂચવનાર તેનો “આવશ્યકી” પ્રયોગ નથી. માટે તે આવશ્યક સામાચારી બને નહિ. ઉપર્યુક્ત કથનથી એ પ્રાપ્ત થાય છે, કોઈ સાધુ “આવશ્યકી” પ્રયોગ કરીને સામાચારીનાં અંગોમાં યતના કરતા હોય, આમ છતાં અનુપયુક્તતાને કારણે સ્કૂલના થતી હોય તો આવનાવાળી છતાં તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy