________________
૨૦૪
આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૭ પરંતુ “આવશ્યકી' પ્રયોગથી પ્રતિજ્ઞા કર્યા પછી પ્રતિજ્ઞાના પાલનમાં યત્ન કરવો જોઈએ અર્થાત્ અનાવશ્યક કાર્ય ન કરવું જોઈએ, એ પ્રકારનું પૂર્વના કથનનું રહસ્ય છે.ll૩૭ના અવતરણિકા -
अथानुपयुक्तं गच्छत ईर्यासमितिभङ्ग एव, गुरोरनुपदेशे चेच्छाकारभङ्ग एव, अनावश्यककर्मणे गच्छतश्च मृषावाद एव, आवश्यकीतिप्रयोगं कृत्वा गच्छत आवश्यकीसामाचारी, भङ्गस्तु कथम् ? इति मुग्धाशङ्कां परिहर्तुमाह - અવતરણિયાર્થ:
અનુપયુક્ત જનારને ઈર્યાસમિતિનો ભંગ જ છે, અને ગુરુના અનુપદેશમાં ઈચ્છાકારનો ભંગ જ છે, અને અનાવશ્યક કર્મમાં જનારને મૃષાવાદ જ છે, “આવશ્યકી’ એ પ્રમાણે પ્રયોગ કરીને જતાને આવશ્યકી સામાચારી છે, પરંતુ ભંગ કેવી રીતે ? અર્થાત્ અનુપયુક્ત જનારને, અથવા ગુરુના અનુપદેશથી કરનારને અથવા અનાવશ્યક કર્મ કરનારને આવશ્યક સામાચારીનો ભંગ કેવી રીતે ? એ પ્રકારની મુગ્ધતી આશંકાનો પરિહાર કરવા માટે કહે છે – ભાવાર્થ -
કોઈ સાધુ “આવશ્યકી” પ્રયોગ કરીને ભિક્ષાદિ કાર્ય માટે જતા હોય ત્યારે તેમણે જે “આવશ્યક પ્રયોગ કર્યો તે આવશ્યક સામાચારીનું પાલન છે; પરંતુ ભિક્ષા લેવા માટે અનુપયુક્તપણે જતા હોય તો ઈર્યાસમિતિનો ભંગ જ છે, પરંતુ આવશ્યક સામાચારીનો ભંગ નથી; અને ગુરુના અનુપદેશથી કોઈ વસ્તુ લાવતા હોય કે કોઈ કાર્ય કરી આવતા હોય તો ઈચ્છાકાર સામાચારીનો જ ભંગ છે, પરંતુ ત્યારે પણ આવશ્યક સામાચારીનું તો પાલન જ છે; અને સંયમનું ઉપખંભક એવું અવશ્ય કાર્ય ન હોય તેવા કાર્ય માટે જતા હોય ત્યારે મૃષાવાદ દોષ લાગે, પરંતુ “આવશ્યકી” પ્રયોગ કરીને જાય છે, માટે અહીં આવશ્યકી સામાચારીનું પાલન સ્વીકારવામાં શું વાંધો છે ? આવા પ્રકારની મુગ્ધની આશંકાના પરિવાર માટે કહે છે -
અહીં મુગ્ધથી એ કહેવું છે કે, શાસ્ત્રના પરમાર્થને સમજવાની વૃત્તિવાળો છે, પરંતુ પરમાર્થને સમજ્યો નથી, તેથી આવશ્યક સામાચારીના પ્રત્યેક અંગને સ્વતંત્ર કરીને “આવશ્યકી' પ્રયોગમાત્રમાં આવશ્યકી સામાચારીને જોડે છે, તે તેની મુગ્ધતા છે. વસ્તુતઃ જે મુગ્ધ નથી અને શાસ્ત્રની મર્યાદા જાણે છે, તે તો સમજે જ છે કે જે ક્રિયા “આવશ્યકી' પ્રયોગ કરીને પ્રારંભ કરવામાં આવે છે, તે ક્રિયા નિષ્ઠા સુધી આવશ્યકી ક્રિયા જ ગણાય અને જો તેના કોઈપણ અંગમાં વિકલતા હોય તો આવશ્યક સામાચારીમાં જ વિકલતા છે. માટે અહીં જેને તેવો બોધ નથી, તેવાને મુગ્ધ કહેલ છે.
અહીં ગુરુના અનુપદેશમાં ઈચ્છાકારનો ભંગ છે તેમ કહ્યું. સામાન્ય રીતે ગુરુને પૃચ્છા કર્યા વિના કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તે ગુરુના અનુપદેશથી પ્રવૃત્તિ છે તેમ જણાય, અને ગુરુની પૃચ્છા કર્યા વિના તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org