________________
૨૦૩
આવશ્યકી સામાચારી / ગાથા : ૩૭ શુદ્ધ ક્રિયાથી જે ફળ પ્રાપ્ત થાય તેવું ફળ મળે નહિ; કેમ કે અવશ્ય કર્તવ્ય માટે કરાતી ક્રિયા એ પ્રધાન છે અર્થાત્ નિર્જરા પ્રત્યે ક્રિયા પ્રધાન કારણ છે અને તેનું અંગ પ્રતિજ્ઞા છે, તેથી અંગવિકલ એવું પ્રધાન કારણ પૂર્ણ ફળ આપી શકે નહિ.
આમ, કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા વિના અવશ્ય કાર્ય પૂર્ણ વિધિથી કરે, તો પણ પ્રતિજ્ઞારૂપ અંગ નહિ હોવાથી તે ક્રિયાથી જે પ્રકારની નિર્જરા થવી જોઈએ, તેવી થાય નહિ. આથી નિર્જરાના અર્થી સાધુએ જેમ અવશ્ય કાર્ય માટે યત્ન કરવો જોઈએ, તેમ તે અવશ્ય કાર્યના પ્રયત્નમાં અતિશય આધાયક એવી પ્રતિજ્ઞામાં પણ અવશ્ય યત્ન કરવો જોઈએ, અને પ્રતિજ્ઞા કર્યા પછી અપ્રમાદભાવપૂર્વક અનાવશ્યક કાર્યનો પરિહાર કરીને આવશ્યક કાર્ય કરવું જોઈએ, જેથી આવશ્યક સામાચારીના પાલનથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય. ઉત્થાન :
“આવશ્યકી' પ્રયોગ કર્યા વગર અવશ્ય કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે તો પણ અંગવિકલ પ્રધાન હોવાથી ઈષ્ટફળ થતું નથી. તે સ્પષ્ટ કરે છે – ટીકા:
प्रतिज्ञा खल्वङ्गं क्रिया च प्रधानमिति कथं तां विना तया फलनिष्पत्तिः ? एवं चाऽकरणप्रत्यवायभिया प्रतिज्ञैव न त्याज्या, किन्तु प्रतिज्ञापालन एव यतितव्यमिति रहस्यम् ।।३७ ।। ટીકાર્ય :
પ્રતિજ્ઞા ખરેખર અંગ છે અને ક્રિયા પ્રધાન છે. એથી કરીને તેના વિના=અંગરૂપ એવી પ્રતિજ્ઞા વિના, તેનાથી–ક્રિયાથી, કેવી રીતે ફળતી નિષ્પત્તિ થાય?અર્થાત્ ન થાય.અને આ રીતે= પ્રતિજ્ઞારૂપ અંગ વગરની ક્રિયામાત્રથી ફળનિષ્પત્તિ નથી એ રીતે, અકરણના પ્રત્યપાયના ભયથી અનાવશ્યક કાર્ય કરવારૂપ અકરણથી થતા મૃષાવાદરૂપ પ્રત્યપાયના ભયથી, પ્રતિજ્ઞા જ ત્યાગ કરવી જોઈએ નહિ, પરંતુ પ્રતિજ્ઞાતા પાલનમાં જયત્ન કરવો જોઈએ, એ પ્રકારે રહસ્ય છે. ll૩ાા
* પર્વ દ નો તિ રદી સાથે સંબંધ છે. ભાવાર્થ
ઉપરના કથનનું નિગમન કરતાં કહે છે - આવશ્યક સામાચારીમાં “આવશ્યકી પ્રયોગ કરીને સાધુ બહાર જાય છે, તે “આવશ્યકી પ્રયોગ' પ્રતિજ્ઞા છે, અને તે પ્રતિજ્ઞા આવશ્યક સામાચારીના પાલનનું અંગ છે. અને આવશ્યક પ્રયોગ કર્યા પછી વિધિપૂર્વક જે અવશ્ય કાર્ય કરાય છે, તે વખતે તે અવશ્ય કાર્ય કરવા માટે કરાતી વિધિપૂર્વકની ક્રિયા પ્રધાન છેઃનિર્જરા પ્રત્યે પ્રધાન કારણ છે. તોપણ પ્રતિજ્ઞારૂપ અંગ વિના માત્ર ક્રિયાથી ફલનિષ્પત્તિ થઈ શકે નહિ. તેથી ‘આવશ્યકી પ્રયોગ કરીશ અને તે કરીને અનાવશ્યક કાર્ય કરીશ તો મૃષાવાદ લાગશે,' તે પ્રકારના ભયથી “આવશ્યક પ્રયોગરૂપ પ્રતિજ્ઞા કરવાનો ત્યાગ ન કરવો જોઈએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org