________________
૧૯૮
આવશ્યકી સામાચારી / ગાથા: ૩૬ જો આ પ્રયોગ કરાયેલો હોય તો પણ આવશ્યક સામાચારી બને નહિ. તે રીતે અન્ય પણ સર્વ જ્યોમાં જાણવું.
(૩) ભગવાન વડે વિહિત કરાયેલું કાર્ય કોઈ સાધુ કરતા હોય, ધર્માચાર્યની અનુજ્ઞાથી કરતા હોય, પરંતુ તે ક્રિયામાં અપેક્ષિત ઈર્યાસમિતિ આદિનો ઉપયોગ ન રાખે તો, “આવશ્યકી' પ્રયોગ કરીને તે કાર્ય કરે તો પણ તેનો આ પ્રયોગ આવશ્યકી સામાચારી બનતો નથી.
(૪) ધર્માચાર્યની અનુજ્ઞાથી વિહિત કાર્ય કોઈ સાધુ કરતા હોય અને તેના માટે આવશ્યકી’ પ્રયોગ કરે, પરંતુ કાર્ય કરવા જાય નહિ, તે વખતે બોલાયેલ ‘આવશ્યકી” પ્રયોગ આવશ્યક સામાચારી બને નહિ.
(૫) વિહિત કાર્ય માટે ધર્માચાર્યની અનુજ્ઞાથી કોઈ સાધુ જતા હોય અને ઈર્યાસમિતિ આદિ ઉપયોગપૂર્વક તે કાર્ય કરીને આવે, આમ છતાં જતી વખતે “આવશ્યકી” પ્રયોગ કરે નહિ, તો તેની ઉચિત ક્રિયામાં પણ આવશ્યક સામાચારીના લક્ષણની પ્રાપ્તિ નથી.
* પૂર્વમાં આવશ્યક સામાચારીનું લક્ષણ કર્યું ત્યાં વિહિત કાર્યથી' એ પ્રકારનું વિશેષણ છે. તેનું સ્પષ્ટીકરણ કરવા માટે માત્ર ઘ વિહિતાર્થે .. મવતિ સુધીનું કથન કરે છે.
આવશ્યક સામાચારીના લક્ષણમાં વિહિત કાર્ય છે, એ પ્રમાણે કહેવાથી, જે વિહિત કાર્ય નથી, તેવા યત્કિંચિત્ કાર્યમાત્રનું અવલંબન લઈને કોઈ જતું હોય તો આવશ્યકીની શુદ્ધિ થતી નથી.
આશય એ છે કે, સાધુને જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે જ ભગવાને દરેક કાર્ય કરવાનું કહેલ છે. તેથી જે પ્રવૃત્તિથી રત્નત્રયીની વૃદ્ધિ ન થતી હોય તેવા કોઈક કાર્યમાત્રનું આલંબન કરીને, “આવશ્યકી પ્રયોગપૂર્વક ધર્માચાર્યની અનુજ્ઞાથી સમિતિ આદિનો ઉપયોગ રાખીને જતા હોય, તો પણ તેમનો ‘આવશ્યકી” એ પ્રમાણેનો પ્રયોગ આવશ્યક સામાચારી બનતો નથી અને તેમાં તથા ર થી સાક્ષી આપે છે, જેનો ભાવ આ પ્રમાણે છે –
સાધુનું કાર્ય એકમાત્ર રત્નત્રયીની વૃદ્ધિ કરવી તે છે અને તેનું જે સાધન હોય તેમાં સાધુને યત્ન કરવાનો છે. હવે જે રત્નત્રયીનું સાધન ન હોય તે બધું સાધુ માટે અકાર્ય છે, અને જે રત્નત્રયીનું સાધન ન હોય તેમાં પ્રવૃત્તિ કરવા અર્થે કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કરીને યતનાપૂર્વક તે ક્રિયા કરે, તો પણ તેની આવશ્યકી સામાચારી શુદ્ધ થતી નથી=આવશ્યકી સામાચારી થતી નથી.
અહીં વિશેષ એ છે કે, કોઈ સાધુ ગીતાર્થ ગુરુના ઉપદેશથી વિહિત કાર્ય માટે જતા હોય અને આવશ્યકી પ્રયોગપૂર્વક સ્થાનેથી બહાર નીકળીને કાર્ય કરવા યત્ન કરતા હોય ત્યારે, તે ક્રિયાનાં સર્વ અંગોમાં તે તે સમિતિ અને ગુપ્તિના માનસને જાળવી શકે, તો તેનો “આવશ્યકી' પ્રયોગ પરિપૂર્ણ સામાચારી બને છે અને એકાંતે નિર્જરાનું કારણ બને છે. આમ છતાં જીવે અનાદિકાળથી પ્રમાદનો અભ્યાસ કર્યો છે, તેથી તેને ક્રિયાકાળમાં અનાભોગ, સહસાત્કાર આદિથી કોઈક સમિતિ આદિનું ઉલ્લંઘન થઈ પણ જાય; છતાં જે સાધુ યતનાપરાયણ છે અને ઉલ્લંઘન થયેલ સમિતિનું સમ્યક આલોચન કરીને પ્રતિપક્ષ ભાવો કરે છે, તેવાઓની પણ તે આવશ્યક સામાચારી શુદ્ધ નહીં હોવા છતાં કંઈક મલિનતાવાળી પણ સાધુ સામાચારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org