________________
આવશ્યકી સામાચારી / ગાથા : ૩૬
આવે, તોપણ તે આવશ્યકી સામાચારી બને નહિ.
જેમ કે છ કારણો પૈકી કોઈપણ કારણ ઉપસ્થિત થયે છતે ભિક્ષા માટે જવાનું છે, અને તે કારણ ન હોય, આમ છતાં ગુરુના ઉપદેશથી વિધિપૂર્વક જઈને ભિક્ષા લાવે, અને તે વખતે વિધિના અંગભૂત ‘આવશ્યકી’ શબ્દનો પ્રયોગ કરે, તો પણ તે આવશ્યકી સામાચારી બને નહિ; કેમ કે તે ભિક્ષા લાવવાની ક્રિયા દેહને ઉપષ્ટભક હોવા છતાં સંયમને ઉપષ્ટભક નથી, માટે સાધુને અવશ્ય કર્તવ્યરૂપ નથી, અને જે અવશ્ય કર્તવ્ય ન હોય તેવા કાર્યને ક૨વા માટે ‘આવશ્યકી' પ્રયોગ કરીને ઈર્યાસમિતિ આદિપૂર્વક પણ જતો હોય તોપણ તે ક્રિયા આવશ્યકી સામાચારી બને નહિ.
૧૯૭
વળી, કોઈ સાધુ ધર્માચાર્યની અનુજ્ઞાથી વિહિત કાર્ય માટે જતા હોય, આમ છતાં ગમનાદિ ક્રિયા ઈર્યાસમિતિ ઞાદિની સંશુદ્ધિપૂર્વકની ન હોય અને ‘આવશ્યકી’ પ્રયોગપૂર્વક તે કાર્ય કરીને આવે તો પણ તેની આવશ્યકી સાનાચારી બને નહિ; કેમ કે સમિતિ આદિના અભાવને કારણે તે ક્રિયા કર્મબંધનું કારણ બને છે, માટે તેવી ક્રિયા સાધુ માટે અવશ્ય કર્તવ્ય નથી. પરંતુ જે ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ હોય તે ક્રિયા અવશ્ય કર્તવ્ય છે, અને તેવી ક્રિયા કરવા અર્થે જે ‘આવશ્યકી’ પ્રયોગ થાય છે, તે આવશ્યકી સામાચારી બને છે.
આનાથી એ ફલિત થયું કે, ધર્માચાર્યની સંમતિ મેળવવાથી ઉચિત વિનયપૂર્વકની તે ક્રિયા બને છે, વિહિત કાર્ય માટેની તે પ્રવૃત્તિ હોવાથી તે ક્રિયા રત્નત્રયની વૃદ્ધિનું કારણ બને છે અને ક્રિયાકાળમાં સમ્યગ્ યતના હોવાથી તે ક્રિયા સંયમની વિનાશક નથી; પરંતુ જેમ આહારાદિ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ છે, તેમ આહારાદિ લાવવાની ક્રિયા પણ રત્નત્રયીની પોષક છે, માટે તે ક્રિયા માટે બોલાતો ‘આવશ્યકી’ પ્રયોગ તે આવશ્યકી સામાચારી છે.
આવું ઉપર્યુક્ત સામાચારીનું લક્ષણ કર્યું, તેથી નીચેના સ્થાનમાં આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ
જતું નથી.
(૧) કોઈ મુનિ ગુરુના અનુપદેશથી કોઈ કાર્ય કરે અને સર્વ ક્રિયા વિધિપૂર્વક કરે તો પણ આવશ્યકી સામાચારીનું લક્ષણ જતું નથી.
આશય એ છે કે, ગુરુની અનુજ્ઞાથી ગોચરી આદિ કાર્ય માટે સાધુ ગયેલા હોય, તોપણ જે કાર્યમાં ગુરુની આજ્ઞા નથી માંગી તેવું પણ કોઈ અન્ય કાર્ય સહવર્તી કરી લે=સાથે સાથે કરી લે, તો તે કાર્યમાં ગુરુનો અનુપદેશ હોવાના કારણે તેની તે પ્રવૃત્તિ આવશ્યકી સામાચારી બનતી નથી.
નોંધ :- ગુરુના અનુપદેશનો આ પ્રમાણેનો અર્થ ગાથા-૩૮ની અવતરણિકાના આધારે કરેલ છે.
(૨) અવશ્ય કર્તવ્ય ન હોય તેવા કાર્ય માટે સાધુ જતા હોય અને તે કાર્ય અંગે સમિતિ આદિ અન્ય ક્રિયા યથાર્થ કરે તો પણ આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ ત્યાં જતું નથી.
આશય એ છે કે, છ કારણોથી કોઈ પણ કારણ ઉપસ્થિત થયે છતે ભિક્ષા લાવવાની છે, તે વિહિત કાર્ય છે; અને તેમાંનું કોઈ કારણ ન હોય તો ધર્માચાર્યની અનુજ્ઞાથી ઉપયોગપૂર્વક લાવેલી નિર્દોષ ભિક્ષા અર્થે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org