SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૬ केवलक्रियायां वाऽतिव्याप्तिः। अत्र च 'विहितकार्येणे'त्युक्त्या यत्किञ्चित्कार्यमात्रमवलम्ब्य गच्छतो नावश्यकी शुद्धा भवतीत्युक्तं भवति । तथा च हारिभद्रं वचः - (पञ्चाशक-१२/१९) कजं पि नाणदंसणचरित्तजोगाण साहणं जं तु । जइणो सेसमकज्जं ण तस्स आवस्सिया सुद्धा ।। इति ।।३६।। ટીકાર્થઃ “ષ્ઠિત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ગુરુના ઉપદેશ દ્વારા=ધર્માચાર્યની અનુજ્ઞા દ્વારા, વિહિત કાર્યથી=ભગવાન વડે કહેવાયેલ કાર્ય કરવાના હેતુથી, ઉપયુક્ત=ઈર્યાસમિતિ આદિની સંશુદ્ધિપૂર્વક જે પ્રમાણે ક્રિયા થાય તે પ્રમાણે, જતાનો=ગમન પરિણામવાળી વ્યક્તિનો, ‘આવશ્યકી’ એ પ્રમાણે શબ્દ “આવશ્યક સામાચારી' જાણવી. તેથીઆવશ્યકી સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુના અનુપદેશથી જતાનો અથવા કાર્ય વિના જતાનો અથવા અનુપયુક્તપણે જતાનો, અથવા નહીં જતાતો, તેના પ્રયોગમાં=“આવશ્યકી'ના પ્રયોગમાં, અથવા (“આવશ્યકી' પ્રયોગ વગર) જનારની પણ કેવળ ક્રિયામાં, અતિવ્યાપ્તિ નથી. અહીં લક્ષણમાં, વિહિત કાર્યથી એ પ્રમાણે ઉક્તિથી કથન હોવાથી, યત્કિંચિત્ કાર્યમાત્રને અવલંબીને જવારાની આવશ્યકી' શુદ્ધ થતી નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. અને તે પ્રકારે યત્કિંચિત્ કાર્યમાત્રને અવલંબીને જનારની આવશ્યકી' શુદ્ધ થતી નથી તે પ્રકારે, હરિભદ્રસૂરિનું વચન ૧૨મા પંચાશકની ૧૯મી ગાથામાં છે. કાર્ય પણ યતિના જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગોનું જે સાધન છે તે જ છે, શેષ અકાર્ય છે. તેની= યત્કિંચિત્ કાર્યના પ્રયોજન માટે જનારની, “આવશ્યકી' શુદ્ધ નથી.” “તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૬ નોંધ :- પંચાશકની આ ગાથામાં ગં' પછી ‘તુ' શબ્દ ‘વાર' અર્થમાં છે. તે શબ્દ અધ્યાહાર છે. * મિત્કારિ’ માં આદિથી ભાષાસમિતિ આદિનું ગ્રહણ કરવું. *છતોડપિ માં પ થી એ કહેવું છે કે, નહિ જતામાં તો અતિવ્યાપ્તિ નથી જ, પરંતુ જનારાની પણ કેવલ ક્રિયામાં અતિવ્યાપ્તિ નથી. ભાવાર્થ: સાધુઓને કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે ધર્માચાર્યની અનુજ્ઞાપૂર્વક કરવાનું હોય છે. તેથી જેમ ઉચિત પણ કૃત્ય જો ધર્માચાર્યની અનુજ્ઞા વગર કરે તો તે શુદ્ધ બને નહિ, તેમ આવશ્યક કાર્ય માટે પણ ‘આવશ્યકી' પ્રયોગ કરીને સર્વ કાર્ય વિધિપૂર્વક કરે, આમ છતાં ધર્માચાર્યની અનુજ્ઞાથી ન કરે તો પણ તે આવશ્યકી સામાચારી બને નહિ. વળી સાધુને ભગવાનની આજ્ઞાથી વિહિત જે હોય તેવા જ કાર્ય અર્થે જવાનું હોય છે, અને તેવું વિહિત કાર્ય ન હોય અને ધર્માચાર્યની અનુજ્ઞાથી પણ તે કાર્ય માટે જાય, વિધિપૂર્વક તે કાર્ય કરી १. कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधनं यत्तु । यतेः शेषमकार्यं न तस्य आवश्यकी शुद्धा ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy