________________
૧૨
તથાકાર સામાચારી | ગાથા : ૩૫ * ‘સુતલનુમાવનાર' અહીં “આદિ'થી સુકૃતનું સેવન અને ‘વ’ થી પૂર્વોક્ત તીવ્રશ્રદ્ધાદિ સર્વફળોનું ગ્રહણ કરવું.
ભાવાર્થ -
તથાકાર સામાચારીના ફળસમૂહને કહે છે –
(૧) તીવ્ર શ્રદ્ધા ગુરુ વડે કહેવાયેલા અર્થનો યથાર્થ બોધ થાય ત્યાર પછી શ્રોતા તથાકારનો પ્રયોગ કરે તો તે અર્થમાં તીવ્ર શ્રદ્ધા થાય છે, કેમ કે ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવાથી જ્યારે ભગવાનના વચનનો બોધ થાય છે, ત્યારે તથા’ એ પ્રકારે બોલાતી ક્રિયા તીવ્ર રુચિરૂપ તે ભાવની વૃદ્ધિને કરનાર છે.
આશય એ છે કે શાસ્ત્રઅધ્યયન કરવા જે સાધુ બેસે છે, તે ભગવાનના વચન પ્રત્યે રુચિવાળો હોય છે. તેથી ભગવાનના વચનના અર્થોને જાણવાના આશયથી અર્થની વાચનામાં તે યત્ન કરે છે અને જ્યારે ગુરુ કોઈક આગમના અર્થ સમજાવે અને તેનો યથાર્થ બોધ થાય ત્યારે તથાકારનો પ્રયોગ કરે છે, ત્યારે, જે પૂર્વમાં શ્રદ્ધા હતી તેનાથી તીવ્ર શ્રદ્ધા તેને ભગવાનના વચનમાં થાય છે; કેમ કે ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવાથી તેણે તથાકારનો પ્રયોગ કર્યો છે, અને તે તથાકારના પ્રયોગરૂપ ક્રિયા પોતાના હૈયામાં વર્તતી ભગવાનના વચન પ્રત્યેની રુચિને તીવ્ર કરે છે. રુચિપૂર્વકના ભાવથી કરાયેલી ક્રિયા તે રુચિની વૃદ્ધિ કરે છે અને તેમાં તલુ' થી સાક્ષી આપેલ છે.
(૨) મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય તે તીવ્ર રુચિથી સિદ્ગત એક જીવન છે જેને તેવા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય છે.
આશય એ છે કે, જીવોમાં અસત્ પદાર્થોનો આગ્રહ છે તે મિથ્યાત્વનું જીવન છે; કેમ કે જીવને જ્યારે અસત્ પદાર્થોનો આગ્રહ ચાલ્યો જાય છે, ત્યારે અતીન્દ્રિય પદાર્થોમાં એકમાત્ર સર્વજ્ઞના વચન પ્રત્યે આગ્રહ રહે છે અને આથી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવા માટે શક્તિના અતિશયથી શક્ય પ્રયત્ન કરે છે. આવા જીવો જ્યારે સર્વજ્ઞના વચનને સાંભળે અને ‘તથા” એ પ્રકારનો પ્રયોગ કરે ત્યારે એ તથાકારના પ્રયોગના કારણે સર્વજ્ઞના વચન પ્રત્યે થયેલી તીવ્ર શ્રદ્ધાથી સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય છે.
અહીં કોઈને ભ્રમ થાય કે, મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યત્ત્વની પ્રાપ્તિ થાય.
તેના નિવારણ માટે જ ટીકાકારે ખુલાસો કર્યો કે ક્ષય પ્રદેશ હાનિ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, તથાકાર સામાચારીથી થયેલી તીવ્ર શ્રદ્ધાને કારણે સત્તામાં રહેલાં મિથ્યાત્વમોહનીય કર્મનાં દળિયાં સત્તામાંથી ઓછાં થાય છે અને વીર્યનો પ્રકર્ષ થાય તો સંપૂર્ણ ક્ષય પણ થઈ શકે છે. તેથી ક્ષયનો અર્થ પ્રદેશ હાનિ કરવાથી થોડા પ્રદેશોની હાનિ ગ્રહણ થાય અને સર્વ પ્રદેશોની હાનિ પણ ગ્રહણ થાય છે. આથી જે જીવોને તીવ્ર કોટિની શ્રદ્ધા થાય છે, ત્યારે જો વીર્યનો પ્રકર્ષ ન હોય તો ક્ષયોપશમભાવનું સમ્યકત્વ નિર્મળ થાય છે અને વીર્યનો પ્રકર્ષ હોય તો ક્ષાયિક સમ્યકત્વ પણ પ્રગટ થાય છે.
- હવે તીવ્ર શ્રદ્ધાથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દળિયાંની હાનિ થાય છે, તેમાં યુક્તિ બતાવે છે : એક પ્રતિપક્ષના ઉત્કર્ષમાં અપરનો વિનાશ નથી એમ નહિ. આશય એ છે કે મિથ્યાત્વના પ્રતિપક્ષરૂપ ભગવાનના વચનની શ્રદ્ધા છે અને તથાકાર સામાચારી દ્વારા મિથ્યાત્વના પ્રતિપક્ષભૂત એવી ભગવાનના વચનની શ્રદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org