________________
તથાકાર સામાચારી | ગાથા : ૩૪
૧૮૯ તેને બતાવી શકાય તેવા કેટલાક પદાર્થો છે, જેને યુક્તિગ્રાહ્ય કહેવામાં આવે છે અને સર્વજ્ઞ જે પદાર્થો જુએ છે તેમાંથી કેટલાક પદાર્થો એવા છે કે છદ્મસ્થને તેના અનુભવ પ્રમાણે કોઈ યુક્તિથી બતાવી શકાય તેવા નથી. તેથી ગીતાર્થ સાધુ પણ તેને કહેશે કે, “આ પદાર્થો ભગવાને કેવળજ્ઞાનમાં તે રીતે જોયા છે, માટે આપણે તે રીતે સ્વીકારવા જોઈએ” તે પદાર્થોને આજ્ઞા ગ્રાહ્ય કહેવાય છે.
હવે જે પદાર્થો છદ્મસ્થને યુક્તિથી સમજાવી શકાય તેવા છે તે પદાર્થોને યુક્તિથી બતાવવા જોઈએ, જેથી તત્ત્વના જિજ્ઞાસુ એવા વિચારકને ભગવાનના વચનનો યથાર્થ બોધ થાય. પરંતુ જ્યાં યુક્તિનો અવકાશ નથી ત્યાં પણ યુક્તિને જોડવા માટે પ્રયત્ન કરવામાં આવે તો, તે પદાર્થ ભગવાને અસંબદ્ધ કહ્યા છે તેવું વિચારકને લાગે; કેમ કે વાસ્તવિક યુક્તિથી જણાય તેવા તે પદાર્થો નથી. આમ છતાં ઉપદેશક સ્વમતિકલ્પનાથી યથાતથા યુક્તિને જોડીને, તે પદાર્થો બતાવતા હોય તો અર્થકથનની વિરાધના થાય.
ક્વચિત્ યુક્તિક્ષમ પદાર્થ હોવા છતાં પણ ત્યાં યુક્તિનો અવતાર ન થઈ શકતો હોય ત્યારે ગીતાર્થો તે પદાર્થને આજ્ઞા ગ્રાહ્ય તરીકે સ્થાપન કરે છે, પરંતુ યથાતથા જોડીને યુક્તિથી બતાવવા માટે પ્રયત્ન કરતા નથી, અને તેમ કરવાથી અર્થકથનની આરાધના થાય છે. જેમ કાળના દોષને કારણે તેવી મતિવિશેષ ન હોય અને પદાર્થની સંગતિ બતાવવા માટે કોઈ યુક્તિ પોતાને ઉપસ્થિત ન થતી હોય ત્યારે, ગીતાર્થ મહાત્માઓ આગમનાં વચનોને “આ વચનો આગમમાં આ પ્રમાણે કહેલ છે” – તે રીતે સ્થાપન કરે છે. તેથી તે પણ યુક્તિગ્રાહ્ય હોવા છતાં તે વખતે આજ્ઞાગ્રાહ્ય બને છે.
| ‘તાં પરમાર્થ ઉત્તરાર્ધનો સાર કહે છે કે આ પરમાર્થ છે : ઉપદેશ સાંભળતી વખતે શબ્દોમાં પ્રામાણ્યનો નિશ્ચય કરીને ઉપદેશકના વચનમાં તથાકાર કરવાનો હોય છે, પરંતુ જ્યાં સુધી આ વચનો પ્રમાણભૂત છે તેવો નિર્ણય ન થાય ત્યાં સુધી તથાકાર કરાય નહિ, અને જો ત્યાં તથાકાર કરવામાં આવે તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે, ઉપદેશકના વચનમાં પ્રામાણ્યનો નિશ્ચય કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે કે, કોઈક ઉપદેશમાં આ વચનો આપ્તથી કહેવાયેલાં છે, તેથી તે વચનોમાં આપ્યોક્તત્વ લિંગ દેખાય છે, તેથી નિર્ણય થાય છે કે, આ વચન પ્રમાણભૂત છે. જેમ ગીતાસંવિગ્ન સાધુ કે સંવિગ્નપાક્ષિક સાધુ આ બે આપ્ત પુરુષ છે; કેમ કે તેઓ ક્યારેય પણ ભગવાનના વચનથી વિપરીત કહે નહિ, અને તેવા (આપ્ત) વક્તાનો ઉપદેશ સાંભળતી વખતે તેમનાં વચનોમાં પ્રામાણ્યનો નિર્ણય આપ્યોક્તત્વથી થઈ જાય છે. તેથી તેઓના પ્રરૂપેલા યુક્તિક્ષમ પદાર્થ હોય કે અયુક્તિક્ષમ પદાર્થ હોય તો પણ ત્યાં તથાકાર અવશ્ય થાય છે.
અને ક્વચિત્ અગીતાર્યાદિ પાસે ભણવાનો પ્રસંગ હોય ત્યારે તેમનાં વચનોમાં પ્રામાણ્યનો નિશ્ચય કોઈ અન્ય યુક્તિથી કરવામાં આવે છે.
આશય એ છે કે, બોલનાર વ્યક્તિ ગીતાર્થ નથી તેવો બોધ હોય, અથવા ગીતાર્થ હોવા છતાં સંવિગ્ન નથી, માટે તે જે કાંઈ પ્રરૂપણા કરશે તે સર્વજ્ઞના વચન અનુપાતી છે તેમ કહી શકાય તેમ નથી, ત્યારે, તેમનાં વચનોમાં કોઈ અન્ય યુક્તિથી સંગતિ દેખાય ત્યારે પ્રામાણ્યનો નિશ્ચય થાય છે. અને તે અન્ય યુક્તિ ક્વચિત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org