________________
૧૮૮
તથાકાર સામાચારી/ ગાથા : ૩૪ * ‘ક્ષિડરિ' અહીં ‘વ’ થી અયુક્તિક્ષમનો સમુચ્ચય કરે છે. ઉત્થાન :
હવે ગાથાના ઉત્તરાર્ધથી કહેલા સમાધાનનો સાર કહે છે : ટીકાર્થ:
તવયં પરમાર્થ ..... શર્ય /
તે કારણથી પૂર્વમાં આજ્ઞાગ્રાહ્ય અર્થોને આજ્ઞાથી કહેવા અને યુક્તિગ્રાહ્ય અર્થોને યુક્તિથી કહેવા અને યુક્તિગ્રાહ્ય પદાર્થમાં પણ યુક્તિની અવતારદશામાં આજ્ઞાનો અવકાશ છે એમ કહ્યું તે કારણથી, આ પરમાર્થ છે=આગળમાં કહેવાશે, એ પરમાર્થ છે –
શબ્દપ્રામાણ્યનો નિશ્ચય કરીને જ ત્યાંsઉપદેશમાં, તથાકાર કરવો જોઈએ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, ઉપદેશકના વચનમાં શબ્દ પ્રામાણ્યનો નિશ્ચય કેવી રીતે કરવો ? તેથી કહે છે - ટીકાર્થ:
તશ્ચિય% ...... યુવ7ન્તરેનેતિ રૂપ અને તેનો નિશ્ચય કોઈક વખતે આપ્યોક્તત્વ લિંગથી થાય છે અને ક્વચિત્ યુત્યંતરથી થાય છે-ઉપદેશકે જે પદાર્થને સમજાવવા યુક્તિ ઉતારી છે, તેનાથી અન્ય યુક્તિથી થાય છે. ‘ત્તિ ટીકાની સમાપ્તિમાં છે. ૩૪. ભાવાર્થ :
નન થી પૂર્વપક્ષી કહે છે કે, ભગવાનનાં સર્વ વચનો યુક્તિક્ષમ છે અર્થાત્ યુક્તિયુક્ત છે; કેમ કે સર્વજ્ઞ હંમેશ યુક્તિયુક્ત પદાર્થ કહે, પરંતુ ક્યારેય અસંબદ્ધ પદાર્થ કહે નહિ. તેથી ગ્રંથકારે જે વિભાગ કર્યો કે, સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ કે અયુક્તિક્ષમમાં તથાકાર કરવો જોઈએ અને અન્યના યુક્તિક્ષમમાં કરવો જોઈએ, એ વિભાગ ઉચિત નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં બે પ્રકારના અર્થો છે :
(૧) યુક્તિગ્રાહ્ય - જેમ કે આત્મા, પરલોક, પુષ્ય, પાપ આદિ પદાર્થો અને
(૨) આજ્ઞા ગ્રાહ્ય - જેમ કે ચૌદ રાજલોકની વ્યવસ્થા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ પદાર્થો, દીપ-સમુદ્રની વ્યવસ્થા ઈત્યાદિ.
તેથી યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી નિરૂપણ કરવા જોઈએ અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી બતાવવા જોઈએ, આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે.
આશય એ છે કે, સર્વજ્ઞ ભગવાન કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો જે રીતે વ્યવસ્થિત છે તે રીતે જુએ છે. આમ છતાં છમસ્થને જ્યારે તે પદાર્થો બતાવવા હોય ત્યારે, છદ્મસ્થના અનુભવની સાથે સંગત થાય તે રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org