SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તથાકાર સામાચારી/ ગાથા : ૩૩ શાસ્ત્રના પદાર્થો જે રીતે વ્યવસ્થિત છે તે રીતે કહે છે, પરંતુ વિપરીત કહેતા નથી. માટે તેઓના કથનમાં અતથાકાર કરવો તે અભિનિવેશથી હોઈ શકે, પરંતુ જેને અભિનિવેશ ન હોય તે તથાકાર કરે. આશય એ છે કે આ સંવિગ્નગીતાર્થ સાધુ કે સંવિગ્નપાક્ષિક સાધુ ભગવાનના વચનાનુસાર કહે છે એવું જેને જ્ઞાન હોય, અને તેમની વાચના સાંભળતો હોય ત્યારે આરાધક સાધુ અવશ્ય તથાકાર કરે; કેમ કે વિવેકી સાધુ જાણે છે કે, અજ્ઞાન અને અસંવેગ વિના વિપરીત ઉપદેશ થઈ શકતો નથી અને આ સાધુમાં અજ્ઞાન પણ નથી અને અસંવેગ પણ નથી, માટે યથાર્થ ઉપદેશ છે. તેથી તેમનો ઉપદેશ સાંભળતાં તથાકાર ન કરવામાં આવે તો અસદ્ગતની પ્રાપ્તિ થાય અને આથી સાંભળનારને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. પરંતુ જેને અભિનિવેશ છે તેઓ તથાકાર કરતા નથી. અહીં કહ્યું કે, સંવેગને કારણે જ્ઞાનવાળા સાધુ યથાવસ્થિત કહે છે. તેના દ્વારા સાધુને જ્ઞાન હોવા છતાં અભિનિવેશ નિમિત્તક મૃષાવાદ કરે, એ પ્રકારની સંભાવના છે, તે કથનનો નિરાસ થયો; કેમ કે જે સાધુમાં સંવેગ ન હોય તે સાધુ દ્વારા જાણવા છતાં અભિનિવેશથી મૃષાવાદ થઈ શકે. અહીં મૂળ ગાથામાં કહ્યું કે, ઉભયગુણયુક્તમાં અતથાકાર અભિનિવેશથી થાય છે. ત્યાં સામર્થ્યથી આ પણ જાણવું અને તે બતાવે છે કે, કોઈક સાધુને અભિનિવેશ ન હોય તો પણ જો પ્રમાદને કારણે શાસ્ત્ર ભણતી વખતે પદાર્થનો બોધ થયા પછી તથાકાર ન કરે તો, શાસ્ત્રમાં જે શાસ્ત્રાભ્યાસ વિષયક વિધિ કહેલ છે તેના એક અંગરૂપ તથાકાર નહીં કરવાના કારણે શાસ્ત્ર ભણવાના ફળરૂપ જે વિશેષ નિર્જરા હતી, તેના ફળનો અયોગ થાય તે ફળ તેને પ્રાપ્ત થતું નથી. આશય એ છે કે કેટલાક સાધુઓ અસરગ્રહવાળા હોય છે અને તેથી “આપણે કોઈના વચનમાં તથાકાર કરવો નહિ, માત્ર સાંભળવું એવો આગ્રહ હોય છે. વળી તેવા અસદ્ગહવાળા સાધુઓ જાણતા પણ હોય કે આ વાચનાદાતા સાધુ આવા જ્ઞાનવાળા પણ છે અને સંવેગવાળા પણ છે છતાં વાચનામાં તથાકાર કરતા નથી તેઓને મિથ્યાત્વનો ઉદય છે. અને જે સાધુઓ “આપણે કોઈની પણ વાચનામાં તથાકાર નથી કરવો” એવા અસદ્ગહવાળા નથી, પરંતુ શાસ્ત્રાભ્યાસ કરતી વખતે માત્ર અર્થમાં ઉપયોગ રાખવાનો યત્ન કરે. છે, વળી આ ઉપદેશક શુદ્ધ પ્રરૂપણા કરનાર છે તેમ જાણવા છતાં પણ જેવો બોધમાં ઉપયોગ રાખે છે તેવો ‘તથા’નો પ્રયોગ કરવામાં ઉપયોગ રાખતા નથી, તેવાનો તે પ્રકારનો ઉપયોગ શાસ્ત્ર ભણવાની ક્રિયાના ‘તથા’ એ પ્રકારના પ્રયોગરૂપ એક અંગથી ત્રુટિત હોવાથી, જે પ્રકારે વિશેષ નિર્જરા પ્રાપ્ત થવી જોઈએ તે પ્રકારે તેમને વિશેષ નિર્જરા પ્રાપ્ત થતી નથી, પરંતુ ‘તથા' શબ્દનો પ્રયોગ નહિ કરવાના કારણે તેઓને મિથ્યાત્વની પ્રાપ્તિ નથી..૩૩ અવતરણિકા - ननु कोऽयं विभाग: ? यत्संविग्नगीतार्थस्य युक्तिक्षमेऽयुक्तिक्षमे वा तथाकारः कार्यः, इतरस्य तु युक्तिक्षम एव, यतो गीतार्थसंविग्नोऽपि जिनप्रवचनमेव भाषिष्यते, तच्च सकलं युक्तिक्षममेवेत्येकैव Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy