SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તથાકાર સામાચારી / ગાથા : ૩૩ वितथोपदेशः संभवति, रागद्वेषयोस्तद्विशेष एव हेतुत्वात् । न च जानतोऽपि तथाभूतेऽतथाकारोऽसद्ग्रह विनेति भावः । अत्र तथेदमित्यप्रयोगे तु विध्युक्तार्थानाराधनात् फलाऽयोग इत्यनुक्तमपि सामर्थ्याद् द्रष्टव्यम् । न चैवमपि मिथ्यात्वमेवेति वाच्यम्, प्रमादेनाऽकरणे तदभावाद्, अभिनिवेशेनाऽकरणे पुनरिष्टापत्तिरेव । તવિવાદ - (વંશવ ૧૨/૦૭) 'संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो हु (उ)मिच्छत्तं ।। इति ।।३३।। ટીકાર્ય : નાળા ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. જ્ઞાન વડે કલ્પાકલ્પાદિને કહેનારા એવા આગમ વડે, જાણે જ છે=જ્ઞાનતિષ્ઠાભાગૂ થાય જ છે=જ્ઞાનના પરમાર્થને જાણનારો થાય જ છે, અને આ રીતે જ્ઞાન વડે કરીને જ્ઞાનના પરમાર્થને જાણે છે એમ કહ્યું એ રીતે, તેને જ્ઞાનીને, અજ્ઞાત નિમિત્તક મૃષાવાદ થતો નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. અને આના દ્વારા જ-જ્ઞાન વડે કરીને જ્ઞાનીને અજ્ઞાન નિમિત્તક મૃષાવાદ થતો નથી એ કથન દ્વારા જ, સામર્થ્યથી ઉપયોગને કારણે અનુપયોગ નિમિત્તક પણ જે મૃષાભાષણ છે, તેનું પ્રત્યાખ્યાન કરાયું તે મૃષાભાષણ પણ તેવા જ્ઞાનીને થતું નથી તેનું કથન કરાયું અને સંવેગથી ભવભીરુતા પરિણામરૂપ સંવેગ વડે કરીને, તે પ્રમાણે જ=જે પ્રમાણે અવસ્થિત જ છે તે પ્રમાણે જ કહે છે. આના દ્વારાસંવેગના કારણે તે પ્રમાણે જ કહે છે એ કથન દ્વારા, જાણનારનો પણ શાસ્ત્રના પરમાર્થને જાણનારનો પણ, અભિનિવેશ નિમિત્તક થતો મૃષાવાદ નિરસ્ત કરાયો. તે કારણથી જ્ઞાનથી જાણે છે અને સંવેગથી યથાર્થ કથન કરે છે તે કારણથી, તદુભય ગુણયુક્ત હોતે છતે જ્ઞાન અને સંવેગ ઉભય ગુણયુક્ત હોતે છતે, વિષયમાં તેના વાચનાદિ વિષયમાં, ‘અતથાકાર'= તથા’ શબ્દપ્રયોગ ન કરવો તે, અભિનિવેશથી છે અસગ્રહથી છે અન્યથા નથી, એ પ્રમાણે અવધારણ છે નિશ્ચિત છે; જે કારણથી અજ્ઞાન અને અસંવેગ વિના વિતથ ઉપદેશ સંભવતો નથી. અહીં કોઈ શંકા થાય કે રાગ-દ્વેષથી પણ વિતથ ઉપદેશ સંભવે છે, તો અજ્ઞાન અને અસંવેગ વિના વિતથ ઉપદેશ સંભવતો નથી, એમ કેમ કહ્યું? તેના સમાધાનરૂપે કહે છે કે, તદ્ વિશેષ હોતે છતે જ અજ્ઞાન અને અસંવેગવિશેષ હોતે છતે જ, રાગ-દ્વેષનું વિતથ ઉપદેશ પ્રતિ હેતુપણું છે. અને જાણનારનો પણ=આ સાધુ ગીતાર્થ છે અને સંવેગવાળા છે માટે મૃષાવાદ ન જ કરે એ પ્રમાણે જાણનારતો પણ, તથાભૂતમાં=સંવિગ્નગીતાર્થ સાધુમાં, “અતથાકાર=‘તથા’ શબ્દપ્રયોગ ન કરવો તે, અસઘ્રહ વિના નથી થતો, એ પ્રમાણે ભાવ છે. અહીં=આવી વ્યક્તિની વાચતામાં, १. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानान् तस्मिन् तथाऽतथाकारः तु मिथ्यात्वम् ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy