________________
૧૮૦
તથાકાર સામાચારી/ ગાથા: ૩૨ સંવિગ્ન એટલે સંવેગવાળા=મોક્ષમાર્ગના અભિલાષવાળા અને મોક્ષમાર્ગના અભિલાષવાળા હંમેશાં મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય, અન્યમાં નહિ. તેવા સુસાધુઓને અહીં સંવિગ્નથી ગ્રહણ કરવા છે. અને જેઓ મોક્ષના અભિલાષી છે, આમ છતાં શાતાદિના અર્થી હોવાથી પ્રમાદને પરવશ થઈને મોક્ષમાર્ગની ક્રિયા સમ્યફ કરતા નથી, તેઓને સંવિગ્ન નથી પણ સંવિગ્નપાક્ષિક છે એમ કહેલ છે; કેમ કે મોક્ષના અભિલાષરૂપ સંવેગનું કાર્ય સંયમમાં સુદઢ યત્નરૂપ સંવેગનું કાર્ય, ત્યાં નથી, તે અપેક્ષાએ તેઓ સંવિગ્ન નથી, અને સંવિગ્ન સાધુ પ્રત્યેનો બદ્ધ રાગ છે, તેથી સંવિગ્ન સાધુઓનો પક્ષ કરનારા છે, તે અપેક્ષાએ તેઓને સંવિગ્નપાક્ષિક કહેવાય છે.
| ‘તથા વાદ' જિનવચનના પારને જોનારા પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચાશક-૧૨, શ્લો. ૧૬માં તે પ્રકારે કહે છે, જે પ્રકારે પ્રસ્તુત ગાથામાં કથન છે.
તેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પંચાશકની પ્રસ્તુત ગાથાથી પૂર્વની ગાથામાં બતાવ્યું છે કે, સંવિગ્નગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર કરવો. એ બતાવ્યા પછી આ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થથી ઈતરમાં વિકલ્પથી તથાકાર કરવો. તેમ કહીને આગળ બતાવ્યું કે, જે યુક્તિક્ષમ છે ત્યાં તથાકાર કરવો અને શેષમાં ન કરવો. આ રીતે કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, સંવિગ્નગીતાર્થ સિવાય બધામાં જે યુક્તિક્ષમ હોય ત્યાં તથાકાર કરવો અને અન્યત્ર ન કરવો; પરંતુ તેથી સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, એ અર્થ પ્રાપ્ત ન થાય. તેથી તે વાતને જણાવવા અર્થે આ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં “વા કારથી વિકલ્પાંતર બતાવતાં કહે છે કે, સંવિગ્નપાક્ષિક એવા ગીતાર્થ પાસે અપવાદથી ભણવાનું આવે ત્યારે સર્વત્રયુક્તિક્ષમ કે યુક્તિ અક્ષમ સર્વ પદાર્થોમાં તથાકાર કરવો, પરંતુ તેમાં વિકલ્પ કરવાનો નથી. તેથી આ પંચાશક-૧૨, શ્લો. '૧૯નું ઉદ્ધરણ ગ્લો. ૩રની ટીકાના અંતિમ ભાગ માત્રમાં સાક્ષી નથી, પરંતુ શ્લો. ૩રના કહેલ દરેક પદાર્થમાં સાક્ષીરૂપ છે.ll૩રા અવતરણિકા:
अथ संपूर्णचारित्रस्यापि साधोरक्षीणरागादिमत्त्वेन संविग्नपाक्षिकस्य चाऽसक्रियत्वेन कथं न तयोवितथोपदेशसंभव इत्यारेकामपचिकीर्षुराह - અવતરણિકાર્ય :
હવે સંપૂર્ણ ચારિત્રવાળા પણ સાધુને રાગાદિ ક્ષીણ નહિ થયેલા હોવાના કારણે, અને સંવિગ્સપાક્ષિકને અસન્ક્રિયાપણું હોવાને કારણે, તે બંનેને સંપૂર્ણ ચારિત્રવાળાને અને સંવિગ્સપાક્ષિકને, વિતથ ઉપદેશનો સંભવ કેમ નથી ? એ પ્રકારની શંકાને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
* સંપૂર્વાવરિત્ર ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ ચારિત્ર વિનાનાને તો વિતથ ઉપદેશનો સંભવ છે, પરંતુ સંપૂર્ણ ચારિત્રવાળાને પણ વિતથ ઉપદેશનો સંભવ છે.
* “Hધોરક્ષનરીતિમત્તે અહીં ગારિ’ થી દ્વેષનું ગ્રહણ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org