________________
૧૭૮
તથાકાર સામાચારી / ગાથા : ૩૨ છે અર્થાત્ ‘વિકલ્પથી તથાકાર કરવો’ એ પ્રકારના તથાકારના વિશેષણભાવને ગ્રહણ કરીને ત્યાં તથાકાર પર્યવસાન પામે છે. તેથી સંવિગ્નગીતાર્થ સિવાયના અન્ય સ્થાનમાં તથાકારનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.
આ ઉપર્યુક્ત યુક્તિથી એટલું સિદ્ધ થયું કે, સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર કરવો અને તેનાથી અન્ય સાધુઓમાં અવિકલ્પથી તથાકારનો નિષેધ પ્રાપ્ત થયો. છતાં ત્યાં અર્થથી વિકલ્પ દ્વારા તથાકાર કર્તવ્ય છે, એવો અર્થ પ્રાપ્ત થાય છે; અને આથી ચૂર્ણિકારે પણ કહ્યું કે, “અન્યમાં વિભાષા છે”=સુસાધુથી ઈતરમાં તથાકાર કરવાના વિષયમાં ભજના છે.
અહીં વિશેષ એ છે કે, જેમ એકમાં વિશેષ વિધિ ઈતરમાં વિશેષ નિષેધને બતાવે છે, તેમ એકમાં વિશેષ નિષેધ કરવામાં આવે તો ઈતરમાં વિશેષ વિધિ પ્રાપ્ત થાય છે. જેમ કે કર્માદાનવિશિષ્ટ વ્યાપારનો શ્રાવકને નિષેધ છે, તેથી કર્માદાનરૂપ વિશેષણથી રહિત એવો વ્યાપાર શ્રાવક કરી શકે તે પ્રકારની વિશેષ વિધિ પ્રાપ્ત થાય છે.
“ર્વ ’ પૂર્વના કથનથી એ પ્રાપ્ત થયું કે, સંવિગ્નગીતાર્થ સાધુથી અન્યમાં વિકલ્પથી તથાકાર કરવો. તેનાથી તો એ અર્થ પ્રાપ્ત થાય કે, ગીતાર્થ સાધુથી અન્ય સર્વમાં અવિશેષથી તથાકાર અને અતથાકાર કરવો જોઈએ અર્થાત્ કોઈક સ્થાનમાં તથાકાર અને કોઈક સ્થાનમાં અતથાકાર કરવો જોઈએ. પરંતુ એવું નથી આવો અર્થ નથી. તે બતાવવા માટે જ ગ્રંથકાર કહે છે કે, ગીતાર્થથી અન્યમાં જે વિકલ્પથી તથાકાર કરવાનો છે, તે તથાકાર પણ વ્યવસ્થિત છે અર્થાત્ ચોક્કસ વ્યવસ્થાથી નિયંત્રિત છે અને તે વ્યવસ્થાને બતાવે છે કે, સંવિગ્નપાક્ષિક સાધુમાં પણ તે તથાકાર અવિકલ્પથી કરવાનો છે, અને સંવિગ્નપાક્ષિક સિવાય અન્યમાં જે યુક્તિયુક્ત પદાર્થ પ્રરૂપે છે ત્યાં તથાકાર કરવાનો છે, અને યુક્તિરહિત પ્રરૂપણા છે ત્યાં અતથાકાર કરવાનો છે.
આશય એ છે કે, સંવિગ્નગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર છે, એ સિવાયમાં વિકલ્પથી તથાકાર છે અને તે વિકલ્પ પણ ચોક્કસ વ્યવસ્થાથી છે અને તે ચોક્કસ વ્યવસ્થા એ છે કે, સંવિગ્ન સિવાયના પાસે જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પ અને ઈતરમાં વિકલ્પ તથાકાર કરવો, એ પ્રમાણે વ્યવસ્થા છે. તેથી સંવિગ્નપાક્ષિકથી ઈતરમાં જ્યાં જ્યાં યુક્તિયુક્ત પદાર્થ દેખાય ત્યાં ત્યાં તથાકાર કરવો અને જ્યાં યુક્તિયુક્ત પદાર્થ ન દેખાય ત્યાં તથાકાર ન કરવો, એ પ્રકારની મર્યાદા છે.
અહીં સામાન્યથી વિચારતાં એમ જણાય કે, જેમ સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, તેમ સંવિગ્નપાક્ષિકમાં પણ અવિકલ્પથી તથાકાર કરવાનો હોય તો ગ્રંથકારે એમ જ કહેવું જોઈએ કે, સંવિગ્નગીતાર્થમાં અને સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે અને તે સિવાયમાં વિકલ્પથી તથાકાર કરવાનો છે. પરંતુ તેમ ન કહેતાં સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર બતાવ્યો, અન્યત્ર વિકલ્પથી તથાકાર કહ્યો અને ત્યાર પછી તે વિકલ્પની પણ ચોક્કસ વ્યવસ્થા બતાવી કે સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પ તથાકાર કહ્યો અને અન્યમાં વિકલ્પથી તથાકાર બતાવ્યો, તો આ રીતે વિભાગ કરવાનું પ્રયોજન શું ?
તેનો આશય એ છે કે, સાધુએ સંવિગ્નગીતાર્થ પાસે શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ, અન્ય પાસે નહીં, અને ત્યાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, એ બતાવવું છે. આમ છતાં કોઈ કારણે સંવિગ્નગીતાર્થ ન મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org