________________
તથાકાર સામાચારી / ગાથા : ૩૨ તે=પૂર્વમાં કહ્યું કે અન્યત્ર તથાકાર વિકલ્પે છે તે, આને=સ્વબુદ્ધિમાં ઉપસ્થિત છે એને, આશ્રયીને ચૂર્ણિકાર વડે કહેવાયું –
“અન્યને=સંવિગ્નગીતાર્થથી અન્યને તથાકાર, વળી વિભાષાથી=વિકલ્પથી, થાય છે=ક્યારેક તથાકાર કરાય અને ક્યારેક ન પણ કરાય, તે રૂપ વિભાષાથી તથાકાર કરવો” “રૂતિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આ રીતે=સંવિગ્નગીતાર્થથી અન્યમાં ભજતા પ્રાપ્ત થાય છે એ રીતે, ગીતાર્થ સાધુથી વ્યતિરિક્ત સર્વમાં=સંવિગ્નપાક્ષિક અસંવિગ્ન અને સંવિગ્નગીતાર્થમાં, અવિશેષપણાથી=સમાનપણાથી, તથાકાર-અતથાકાર પ્રાપ્ત થશે=કોઈક સ્થાનને આશ્રયીને તથાકાર અને કોઈક સ્થાનને આશ્રયીને અતથાકારની પ્રાપ્તિ થશે. એ પ્રકારની આશંકામાં કહે છે=આવા પ્રકારની આશંકાના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે - અને તે વિકલ્પ વ્યવસ્થિત છે=બધામાં અવિશેષ તથાકાર-અતથાકારની પ્રાપ્તિ તો અવ્યવસ્થિત વિકલ્પમાં સંભવે પરંતુ ઉપર્યુક્ત કથનથી પ્રાપ્ત વિકલ્પ અંગેની ચોક્કસ વ્યવસ્થા છે. ‘કૃતિ’ શંકાના નિરાકરણની સમાપ્તિ અર્થક છે.
* ‘વિશિષ્ટનિવેધનામાત્તત્રાપિ' અહીં ‘પિ' થી સંવિગ્નગીતાર્થનો સમુચ્ચય'કરવો.
૧૭૬
ઉત્થાન :
ટીકાર્ય
પૂર્વમાં કહ્યું કે, તે વિકલ્પ વ્યવસ્થિત છે. તેનાથી ફલિતને કહે છે –
:
तथा च
કૃત્યનુષા । અને તે રીતે=વિકલ્પ વ્યવસ્થિત છે તે રીતે, ચૂર્ણિમાં વિભાષા પદ વ્યવસ્થિત વિકલ્પ માટે જાણવુંતે વિભાષાથી અવ્યવસ્થિત વિકલ્પ ગ્રહણ કરવાનો નથી, પરંતુ વ્યવસ્થિત વિકલ્પને ગ્રહણ કરવાનો છે એમ જાણવું, એ પ્રકારે ભાવ છે.
વ્યવસ્થાને જ કહે છે - આ=તથાકાર, ઉપદેશમાળા ગ્રંથ શ્લો. ૫૧૫માં “શુદ્ધ સુસાધુના ધર્મને કહે છે” ઈત્યાદિ લક્ષણથી લક્ષિત સંવિગ્નપાક્ષિક ગીતાર્થમાં અથવા જાણીને=ઉત્સૂત્ર ભાષણના કટુ વિપાકને જાણીને, ઉત્સૂત્ર ભાષણના પ્રતિપંથી=વિરોધી, પરિણામવિશેષવાળા એવા સિદ્ધપુત્રાદિમાં=તયેવ= તથા જ=નિશ્ચયથી જ=સંવિગ્નગીતાર્થમાં જેમ નિશ્ચયથી કરવાનો છે, તે પ્રમાણે જ નિશ્ચયથી કરવાનો છે.
અહીં ગાથામાં ‘વિશે’ શબ્દ છે, તેનો અર્થ ‘સંવિગ્નપાક્ષિક’ કેમ કર્યો ? તેથી કહે છે
-
મૂળ
સંવિગ્નપાક્ષિકરૂપ પદના એકદેશરૂપ સંવિગ્નમાં પદસમુદાયનો ઉપચાર છે. ઉક્ત ન્યાયથી જેમ ‘સંવિગ્ન’ પદમાં ‘સંવિગ્નપાક્ષિક’ રૂપ પદસમુદાયનો ઉપચાર કર્યો, એ રૂપ ઉક્ત ન્યાયથી જ, ગીત શબ્દનો અર્થ ગીતાર્થ કરવાનો છે.
‘યં .... કૃત્યનુષઃ ।’ અને આ=સંવિગ્નપાક્ષિકમાં ‘અવિકલ્પથી તથાકાર' કરવો એ, અપવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org