________________
૧૭૦
તથાકાર સામાચારી/ ગાથા : ૩૧ ટીકાર્ય :
તે=પૂર્વમાં કહ્યું કે, સૂત્રદાન-લક્ષણ-વાચનામાં, ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ચે ઉપદેશમાં, અર્થ-વ્યાખ્યાન-વિધિમાં અને પ્રતિપૃચ્છા-ઉત્તરભાવી ગુરુભણિત કથામાં અર્થાત્ ગુરુ વડે કહેવાયેલા કથનમાં, અવિકલ્પ ‘તથા’ શબ્દપ્રયોગ કરવો તે, કહેવાયું છે. તેને બતાવતાં સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે –
“વાચનાની પ્રતિશ્રવણામાં, ઉપદેશમાં (ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં). સૂત્રાર્થકથનમાં (અર્થ-વ્યાખ્યાન-વિધિમાં) તથા પ્રતિશ્રવણામાં–તે પ્રકારની પ્રતિશ્રવણામાં=પ્રતિપુચ્છાના ઉત્તરભાવિ ગુરુએ કહેલ અર્થમાં, “અવિતથ આ છે” એ પ્રમાણે “તથા' શબ્દપ્રયોગ કરવો (આવશ્યક છે).” “રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ઉપર્યુક્ત આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૬૮૯ ઉપર આ પ્રમાણે ચૂણિ દેખાય છે, જે ગ્રંથકાર સત્ર થી બતાવે છે. અહીં આવશ્યકનિયુક્તિમાં “તદા પરિક્રુપાણTU' એ પ્રકારનું જે પદ છે તેમાં, પ્રતિશ્રવણા ‘અમુક કર એ પ્રમાણે ગુરુઆજ્ઞાનું ગ્રહણ ચૂણિમાં દેખાય છે. ભાવાર્થ :
આ ચૂર્ણિના કથનથી એ અર્થ જણાય છે કે, ગુરુ શિષ્યને કોઈક વિધિ સમજાવતા હોય ત્યારે શબ્દોથી શિષ્ય તેનો અર્થ સમજી શકતો ન હોય ત્યારે ગુરુ તેને તે ક્રિયા સ્વયં કરી બતાવે છે અને શિષ્યને કહે છે કે, “હું જેમ કરું છું તેમ તું આ કર.” તે વખતે તે શિષ્ય ગુરુઆજ્ઞાનું ગ્રહણ કરે છે, તેને અહીં પ્રતિશ્રવણાથી ગ્રહણ કરવાનું છે. તેથી પ્રસ્તુત શ્લોકનો એ અર્થ પ્રાપ્ત થાય કે, “વાચનાની પ્રતિશ્રવણામાં, ઉપદેશમાં, સૂત્રાર્થના કથનમાં અને પ્રતિશ્રવણામાં=“અમુક તું કર”=મુહપત્તિ પ્રતિલેખનાની ક્રિયા આ રીતે “હું જેમ કરું છું તેમ તું કર.” તે પ્રકારની ગુરુઆજ્ઞાના ગ્રહણરૂપ પ્રતિશ્રવણામાં, “આ અવિતથ છે” – એ પ્રમાણેનો ‘તથા’ શબ્દનો પ્રયોગ તે તથાકાર સામાચારી છે.” આ પ્રકારનો પ્રસ્તુત શ્લોકનો અર્થ ચૂર્ણિના કથનથી પ્રાપ્ત થાય. ઉત્થાન :
વળી ચૂર્ણિમાં જ અન્ય આચાર્યો શું કહે છે, તે બતાવતાં કહે છે – ટીકા :
अयं चेच्छाकारसामाचारीविषय इत्याशङ्य तथा' शब्दं 'एतद्' इत्यत्र योजयित्वा तदुत्तरप्रतिश्रवणापदमुपदेशादिपदसंबंधशालीत्यन्ये व्याचक्षत इति तत्रैवोक्तम् । ટીકાર્ય :
અને આ “અમુક કર" એ પ્રકારની ગુરુઆજ્ઞાનું ગ્રહણ એ, ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, એ પ્રકારની આશંકા કરીને “તથા’ શબ્દને ‘’ એ પ્રકારના શબ્દ સાથે યોજન કરીને ઉપર્યુક્ત આવશ્યક નિર્યુક્તિની ગાથા નં. ૬૮૯માં “રિસુIVIIT' પૂર્વેના તથા' શબ્દને “વિતા' માં રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org