________________
૧૬૨
તથાકાર સામાચારી | ગાથા : ૩૦ ખરેખર ગુરુઉપદિષ્ટ અર્થમાં જે રુચિપૂર્વક શ્રદ્ધાપૂર્વક, સત્યત્વના પ્રત્યય માટે અવતથ્ય પ્રતિપાદક એવું તથા' એ પ્રકારનું અભિધાત=ગુરુ કહે છે તે સત્ય છે, યથાર્થ છે, એ જણાવવા માટે તથા એ પ્રકારનો પ્રયોગ, તે તથાકાર તથાકાર સામાચારી, લક્ષ્ય કરાય છે અર્થાત્ તથાકાર સામાચારીનું લક્ષ્ય સ્વીકારાય છે. તેના કારણે તથાકાર સામાચારીનું આવું લક્ષ્ય હોવાના કારણે, ‘તથા અર્થક પ્રયોગાંતરમાં (લક્ષણની) અવ્યાપ્તિ નથી=આવી ઉપર્યુક્ત લક્ષણવાળી પ્રવૃત્તિમાં ‘તથા'ના બદલે અન્ય પ્રયોગ કરવામાં આવે તો પણ લક્ષણ ઘટી શકે છે, અથવા સ્વભણિતમાં=પોતે કહેલ તથા પ્રયોગમાં, લક્ષણ જતું નથી અર્થાત્ પૂર્વે પોતે જે કથન કરેલું હોય તે પદાર્થ તેમ જ છે, તે બતાવવા માટે તથા' શબ્દપ્રયોગ કરવામાં આવે તો તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી, અથવા હવે જેનું લક્ષણ કહેવાનું છે તેવા અગુરુ વડે કહેવાયેલ અર્થમાં, તથા એ પ્રકારનો પ્રયોગ કરાય તે સ્થાનમાં અતિવ્યાપ્તિ નથી લક્ષણ ત્યાં જતું નથી અથવા પૂર્વે તત્ર રુચિ અપૂર્વક એવા તેમાં=રુચિ વગરના તથાકાર પ્રયોગમાં, સા= અતિવ્યાપ્તિ, નથી અર્થાત્ ગુરુના વચનમાં પણ રુચિ અપૂર્વક=રુચિ વિના=શ્રદ્ધા વિના, બોલાયેલ ‘તથા'નો પ્રયોગ સામાચારી નથી. તેથી ત્યાં સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી ઈત્યાદિ જાણવું.
* “ ” અહીં ‘’ થી આવા પ્રકારનાં બીજાં પણ સ્થાનોમાં અતિવ્યાપ્તિ દોષ નથી, તેનો સંગ્રહ કરવો.
ભાવાર્થ :
તથાકાર સામાચારીનું સ્વરૂપ બતાવે છે –
સુગુરુ જ્યારે શિષ્યને શાસ્ત્રીય પદાર્થોનો યથાર્થ બોધ થાય તે રીતે કહેતા હોય અને ગુરુના વચનનો પરમાર્થ શિષ્ય અવધારણ કરે, ત્યારે ગુરુનું કહેલ વચન સત્ય છે, તેવા પ્રત્યય માટે રુચિપૂર્વક “તથા” એ પ્રમાણે પ્રયોગ કરે તે “તથાકાર સામાચારી' છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, શુશ્રુષા આદિ ગુણોથી યુક્ત એવો શિષ્ય જ્યારે સુગુરુ પાસે ભગવાનના વચનને સાંભળવા બેઠેલો હોય અને સુગુરુ પાસેથી તત્ત્વનો યથાર્થ બોધ કરીને પોતાનામાં તત્ત્વાભિનિવેશ કરવા માટે “આ વચન સત્ય છે” એવી પ્રતીતિ પ્રગટ કરવા માટે “તથા' શબ્દપ્રયોગ કરે છે, તે ‘તથાકાર સામાચારી” છે.
આવું લક્ષણ કરવાથી નીચેનાં સ્થાનોમાં લક્ષણની અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ આવતી નથી -
(૧) ‘તથા” શબ્દના બદલે ‘તથા” ના અર્થને કહેનારા બીજા પ્રયોગ પણ જો કહેવામાં આવે તો પણ તે ‘તથાકાર સામાચારી બને છે; કેમ કે મિચ્છાકાર સામાચારીમાં જેમ “
મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના બદલે તદર્થક અન્ય પ્રયોગ કરવાથી મિચ્છાકાર સામાચારીનો તેવો બોધ થતો નથી, તેવું પ્રસ્તુતમાં નથી. તેથી તથાકાર સામાચારીમાં તદર્થક અન્ય પ્રયોગ કરીને પણ તથાકાર સામાચારીનું પાલન થઈ શકે છે. તેથી રુચિપૂર્વક આ વચન સત્ય છે, તેવી પ્રતીતિ કરાવનાર કોઈપણ વચનપ્રયોગ કરે તો તે તથાકાર સામાચારી છે અર્થાત્ તે પ્રયોગમાં ‘તથાકાર સામાચારી'ના લક્ષણની અવ્યાપ્તિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org