________________
૧૬૦.
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ વળી, ચંડરુદ્રાચાર્ય વારંવાર નિમિત્તને પામીને ગુસ્સે થતા હતા, છતાં તેઓ સંયમમાં યથાવત્ યતમાન હતા. સંયમ, ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મરૂપ છે, તેથી જ્યારે જ્યારે નિમિત્તને પામીને ક્રોધ થઈ જાય ત્યારે થયેલા ક્રોધનું સમ્યગુ આલોચન કરીને ક્ષમાદિ ભાવોમાં યત્ન થાય તે રીતે યત્ન કરનારા પણ હતા અને પોતાની ચંડ પ્રકૃતિને જાણીને તેવાં નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા હતા. તેથી તેઓને ક્રોધ કરવારૂપ પ્રતિસેવના પુનઃ પુનઃ રૂપ હોવા છતાં પ્રત્યેક નિમિત્ત પામીને હોતી નથી, પરંતુ અનાભોગથી ક્યારેક હોય છે.
જ્યારે જે સાધુઓને “પોતાની તે વિપરીત પ્રવૃત્તિ ઉચિત નથી, માટે મારે તેનાથી બચવું છે” તેવો યત્ન નથી, અને વારંવાર તે વિરુદ્ધ સેવન કરે છે, ત્યારે વિપરીત પ્રવૃત્તિમાં કોઈ વિચારણા ન હોય તો તે વિપરીત પ્રવૃત્તિ કરવામાં આ મારી આચરણાથી વિરુદ્ધ છે તેનો ઉપયોગ ન હોવાથી અનાભોગ છે, તોપણ તે વિપરીત આચરણા પ્રત્યે અનાભોગ પ્રયોજક નથી; કેમ કે જેને સંયમયોગમાં યથાવત્ પ્રયત્ન કરવાનો અધ્યવસાય છે તેવા સાધુ, પોતાની વિપરીત આચરણાનું મિથ્યાદુકૃત આપીને ફરી તેવી વિપરીત આચરણ ન થાય તેવો યત્ન કરતા હોય, આમ છતાં અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદને કારણે નિમિત્તને પામીને ક્યારેક ક્યારેક સ્કૂલના થતી હોય તો તે સ્થાનમાં અનાભોગ પ્રયોજક છે. અને આથી ગ્રંથકારે કહ્યું કે, અનાભોગ ક્યારેક હોય, પરંતુ દરેક નિમિત્તે વિપરીત પ્રવૃત્તિ હોય તો અભિનિવેશથી હોય છે. જેમ ચંડરુદ્રાચાર્ય અનેક વખત વિપરીત સેવન પણ કરે છે, તો પણ વારંવાર સેવન કરતા નથી, પરંતુ અનાભોગથી ક્યારેક કુપિત થાય છે. માટે તેમનું વિપરીતસેવન મિથ્યાદુષ્કતદાનથી નિવર્તન પામી શકે છે.
સામાન્ય રીતે વિચારીએ તો વિપરીત આચરણા જેમ અનાભોગથી થાય છે, તેમ સહસાત્કારથી પણ થાય છે. આમ છતાં અહીં અનાભોગ અને સહસાત્કાર બંને ગ્રહણ કર્યા નથી, પરંતુ યથાવત્ સંયમમાં યત્ન કરનારને અનાભોગથી ફરી પાપ થાય તો અપવાદથી પ્રતિક્રમણ વ્યવસ્થિત છે તેમ કહ્યું છે. તેથી વિચારકને શંકા થાય કે, સહસાત્કારથી પાપ થાય તેની શુદ્ધિ મિથ્યાદુષ્કતદાનથી થઈ શકે નહીં. અને જો સહસાત્કારથી થયેલા પાપની શુદ્ધિ મિથ્યાદુષ્કતદાનથી ન થાય તેમ સ્વીકારીએ તો, ચંડરુદ્રાચાર્ય નિમિત્તને પામીને સહસાત્કારથી કુપિત થતા હતા તો તેની શુદ્ધિ પણ મિથ્યાદુષ્કતદાનથી થઈ શકે નહીં તેમ માનવું પડે. પરંતુ ગ્રંથકારે અહીં ઉપેત્યકરણમાં આભોગપૂર્વક વિપરીત આચરણા ગ્રહણ કરી અને અભિનિવેશથી વારંવાર કરણમાં પ્રતિક્રમણ નથી તેમ કહ્યું. તેથી ઉપેયકરણ અને અભિનિવેશ તે બે સ્થાનને છોડીને જે પ્રવૃત્તિ થાય છે તે સર્વનો અનાભોગમાં સંગ્રહ થાય છે, માટે સહસાત્કાર પણ અનાભોગમાં અંતર્ભાવ પામે છે. જ્યારે પચ્ચખાણમાં જે અન્નત્થણાભોગેણે સહસાગારેણં” – એ બે આગારને ભિન્ન કહ્યા છે, ત્યાં વિવક્ષાભેદથી અનાભોગ અને સહસાત્કારને જુદા પાડેલ છે. ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे मिथ्याकारः समाप्तोऽर्थतः।।२।।
આપ્રકારે બીજીમિચ્છાકાર સામાચારીગાથા-૨૧થીગાથા-૨૯ સુધી વર્ણન કરી, એપ્રકારે, ન્યાયવિશારદ વિરચિત‘સામાચારી પ્રકરણમાં મિથ્યાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ. ITI
* મિથ્યાકાર સામાચારી સમાપ્ત -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org