SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મિથ્યાકાર સામાચારી / ગાથાઃ ૨૯ એવા સાધુને જ, અનાભોગથી પુનઃ સેવનમાં અને અનાભોગથી પાપાંતરના આચરણમાં, ફરી ફરી પ્રતિક્રમણ અપવાદથી પણ વ્યવસ્થિત છે; જે કારણથી અનાભોગથી ઉપત્યકરણ નથી; કેમ કે વ્યાઘાત છે=જાણીને કરવું અને અનાભોગ એ બંનેનો પરસ્પર વ્યાઘાત છે; અને અસકૃત્કરણ પણ નથી; કેમ કે ત્યાં=અસકૃત્કરણમાં, અનાભોગનું અપ્રયોજકપણું છે; કેમ કે અભિનિવેશથી જ અસકૃત્કરણનો સંભવ છે, પરંતુ અનાભોગનું કાદાચિત્કપણું છે. તે=જે પૂર્વમાં પોતે કહ્યું તે, આને=બુદ્ધિમાં રહેલાને, અભિપ્રેત કરીને લક્ષ્ય કરીને, આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૬૮૧ની ટીકામાં કહેવાયું છે – “અને સંયમયોગવિષયક પ્રવૃત્તિમાં વિતથ આસેવન કર્યો છતે મિથ્યાદુષ્કતદાન દોષ દૂર કરવા માટે સમર્થ છે, પરંતુ ઉપેત્યકરણના વિષયમાં નહીં અને અસત્કરણના વિષયમાં પણ નહીં.” “તિ આવશ્યક નિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૯ » ‘ન દિ અનામો ” અહીં ‘રિ સ્માત્ અર્થમાં છે. સપ’ અહીં ‘' થી અનેક વારનો સમુચ્ચય કરવો. * ‘સપનાવતોડજિ' સંયમયોગમાં યથાવત્ પ્રયતમાનને ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ છે જ, પરંતુ સંયમયોગમાં યથાવત્ પ્રયતમાનને અનાભોગથી પુનઃ આસેવન કરવામાં અને ફરી પાપાંતર આચરણમાં અપવાદથી પણ પ્રતિક્રમણ વ્યવસ્થિત છે, તે પ્રકારે વિ' થી સમુચ્ચય છે. ભાવાર્થ પ્રતિક્રમણ તે મિશ્રાદુષ્કતદાનના પ્રયોગરૂપ ક્રિયા છે અને તે ક્રિયાથી પાપનાશ થાય છે. પરંતુ જાણીને કરાયેલા પાપનો નાશ પ્રતિક્રમણથી થતો નથી અને ફરી ફરી પાપ કરનાર જીવ મિથ્યાદુષ્કતદાન આપે તો પણ પ્રતિક્રમણ થતું નથી. આનાથી પણ ફલિત થાય કે, કોઈ સાધુ યથાવત્ સંયમયોગમાં પ્રયત્નવાળા હોય તેવા સાધુને અનાભોગથી પૂર્વમાં સેવાયેલ પાપનું ફરી આસેવન થઈ જાય, અથવા તો પૂર્વમાં જે પાપ સેવ્યું છે તેનાથી અન્ય પાપનું સેવન થઈ જાય, તો ફરી ફરી પ્રતિક્રમણ અપવાદથી પણ વ્યવસ્થિત છે. અન્યથા ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ નથી, પરંતુ અપવાદથી પણ નથી. અહીં પ્રશ્ન થાય કે, ઉપેયકરણમાં કેમ પાપનાશ ન થાય? તેથી કહે છે – અનાભોગથી ઉપેયકરણ હોય નહિ; કેમ કે અનાભોગનો અર્થ અજાણતાં,એવો થાય અને ઉપેયકરણનો અર્થ જાણીને, એવો થાય છે. તેથી અનાભોગ અને ઉપેત્યકરણ શબ્દોના અર્થનો પરસ્પર વ્યાઘાત છે.જ્યારે શાસ્ત્રકારો તો અનાભોગથી કરાયેલા પાપનું પ્રતિક્રમણ થાય છે, તેમ કહે છે. તેથી ઉપેયકરણમાં પ્રતિક્રમણ થઈ શકે નહીં. અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભલે ઉપેયકરણથી પાપ ન કર્યું હોય, આમ છતાં અનાભોગથી અસત્કરણ હોય તો શું વાંધો ? તેથી કહે છે – જે પાપ વારંવાર કરાતું હોય તેમાં અનાભોગ પ્રયોજક નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy