________________
૧૫૦
મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૯ વિધિશુદ્ધ અપવાદનેaઉક્ત દોષોથી અકલંકિત અને એકાંતે હિતાવહ એવા વિધિશુદ્ધ અપવાદને, દેખાડતાં કહે છે –
* વ્યતિરેકર્શનકુવેન' અહીં સ્વરૂપાળું તૃતીયા વિભક્તિ છે. ભાવાર્થ :
મિથ્યાકાર સામાચારી પાપથી પાછા ફરવાની ક્રિયા છે, તેથી તે પ્રતિક્રમણરૂપ છે, અને ઉત્સર્ગથી તે પ્રતિક્રમણ શું છે? અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે ?તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવે છે; અને તે ઉત્સર્ગ અને વિધિશુદ્ધ અપવાદપૂર્વગાથા-૨૭માં બતાવેલા સર્વદોષોથી રહિત છે અને એકાંતે આત્માના કલ્યાણનું કારણ છે; એ બતાવીને એ કહેવું છે કે, ઉત્સર્ગથી શક્ય હોય તો આરાધકે પાપના અકરણમાં યત્ન કરવો જોઈએ, આમ છતાં કોઈક કારણથી પાપ થઈ ગયું હોય તોપણ તે પાપની શુદ્ધિ વિધિશુદ્ધ અપવાદથી કરવી જોઈએ, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે; અને અપવાદમાં વિધિશુદ્ધનો ખુલાસો ટીકાથી જાણવો.અને આ અપવાદમૂળ શ્લોકમાં વ્યતિરેકરૂપે દર્શાવ્યો છે અને ટીકામાં વ્યતિરેક કથનથી અર્થથી પ્રાપ્ત વિધિશુદ્ધ અપવાદનું પણ કથન કરેલ છે.
ગાથા :
तम्हा अकरणयच्चिय कहियं नु तए पए पडिक्कमणं । नो पुण उवेच्चकरणे असइकरणे य पडिक्कमणं ।।२९।।
છાયા :
तस्मादकरणतैव कथितं नु त्वया पदे प्रतिक्रमणम् । न पुनरुपेत्यकरणेऽसकृत्करणे च प्रतिक्रमणम् ।।२९ ।।
મિચ્છરો સમસ્તો પીરા.
- મિથ્યાકાર સામાચારી સમાપ્ત થઈ. * અન્વયાર્થ:
તદા તે કારણથી ગાથા-૨૭માં કહેવાયેલા દોષના ભયથી,1=નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે પv=ઉત્સર્ગપદમાં તp=તારા વડે=ભગવાન વડે, રષ્યિ અકરણ જદમાં વયં પ્રતિક્રમણ કહેવાયું છે, પુv=વળી વેવ્યરને=જાણીને કરવામાં સફરને અને વારંવાર કરવામાં મi નો પ્રતિક્રમણ કહેવાયું નથી. ર૯ ગાથાર્થ -
ગાથા-૨૭માં કહેવાયેલા દોષના ભયથી નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે ઉત્સર્ગપદમાં ભગવાન વડે પાપનું અકરણ જ પ્રતિક્રમણ કહેવાયું છે, વળી જાણીને કરવામાં અને વારંવાર કરવામાં પ્રતિક્રમણ કહેવાયું નથી. ર૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org