________________
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૮
૧૪૯ વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કર્યા પછી જો માત્ર ક્રિયામાં સંતોષ રાખે તો ભાવથી સંયમ આવે નહીં. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી મુનિઓ નિશ્ચયનયનું અવલંબન લેનારા હોય છે, અને તે વાતને બતાવવા અર્થે શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજી મહારાજે કહ્યું છે કે –
“परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं ।
પરિણામ પમા, નિચ્છર્યમવર્તવમાWIN !” “નિશ્ચયનું આલંબન લેનારા, સંપૂર્ણ આગમોનો ભણ્યો છે સાર જેણે એવા ઋષિઓને, પરમ રહસ્યભૂત પરિણામિક ભાવ પ્રમાણ છે.”
મોક્ષરૂપ ફળની નિષ્પત્તિમાં ભાવ પ્રમાણ છે, માટે જો ભાવમાં યત્ન ન થાય અને માત્ર ક્રિયામાં યત્ન થશે તો મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિ થશે નહિ. આથી મહાત્માઓ નિશ્ચયનયનું અવલંબન લઈને ક્રિયાઓમાં દઢ યત્ન કરે છે. તે રીતે પ્રસ્તુતમાં નિશ્ચયનયનું અવલંબન લઈને “
મિચ્છા મિ દુક્કડં દેનારા વિચાર કરે કે, જો મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી હું તે પાપ કરીશ, તો મને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે, માટે ફરી મારાથી પાપ ન થાય તેવો યત્ન મારે કરવો જોઈએ. એ પ્રકારનો બોધ કરાવવા અર્થે “નો મળિયકહીને સાક્ષીરૂપે નિશ્ચયનયના વચનને અહીં ગ્રહણ કરેલ છે. અને તે વચનનું તાત્પર્ય બતાવ્યા પછી ટીકામાં સ્વયં ગ્રંથકારે ખુલાસો કર્યો કે, આ વચન નિશ્ચયનયનું છે અને નિશ્ચયનયનું અવલંબન લેનાર મુનિઓ “મિચ્છા મિ દુક્કડ' આપતી વખતે ફરી પાપ નહીં કરવાનો સંકલ્પ કરે છે અને “મિચ્છા મિ દુક્કડ' આપે છે; અને આવા પણ સાધુઓ જ્યારે અનભિનિવેશથી અનાભોગાદિ દ્વારા પ્રતિષિદ્ધનું આચરણ કરે છે ત્યારે, જો તેઓમાં પશ્ચાત્તાપાદિની પ્રાપ્તિ હોય તો તેઓમાં સમ્યજ્ઞાન અને સમ્યગુ રુચિ છે, માટે વ્યવહારનયથી મિથ્યાત્વ નથી, આમ છતાં “મિચ્છા મિ દુક્કડ' દેતી વખતે તો પરિણામને મુખ્ય કરીને “
મિચ્છા મિ દુક્કડ' દેવું આવશ્યક છે. અને જો તેમ ન કરવામાં આવે અને વ્યવહારનયનું આલંબન લઈ વિચારવામાં આવે કે, જો હું પશ્ચાત્તાપાદિપૂર્વક ફરી પાપ કરીશ તો મને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે નહિ, તો “મિચ્છા મિ દુક્કડ'ના પ્રયોગકાળમાં ફરી પાપ નહિ કરવાનો અધ્યવસાય ઊઠી નહીં શકે, અને સંભવ છે કે વિપરીત કરવાની રુચિ પણ ત્યાં જીવંત રહી શકે. માટે તેવા સમયે ફરી પાપ નહીં કરવાનો અધ્યવસાય સ્થિર કરવા અર્થે પણ નિશ્ચયનયનું અવલંબન આવશ્યક છે. Il૨૮iા. અવતરણિકા:
अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेकप्रदर्शनमुखेन विधिशुद्धमपवादं च दर्शयन्नाह - અવતરણિકાર્ય :
હવે કહેવાયેલા દોષોથી=ગાથા-૨૭માં કહેલા “મિચ્છા મિ દુક્કડુંના દાન પછી આભોગથી પાપના આચરણમાં (૧) મૃષાવાદ, (૨) માયારૂપ પરવંચન અને (૩) મિથ્યાત્વ, એ ત્રણ દોષોથી અકલંકિત અને એકાંત હિતાવહ એવા ઉત્સર્ગને, અને વ્યતિરેકના પ્રદર્શનમુખે અર્થાત્ અભાવમુખે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org