________________
૧૪૫
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭
તેવો અધ્યવસાય તેને થતો નથી. તેથી ફરી પાપ સેવવાનો અધ્યવસાય તેને છે, આમ છતાં ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગ દ્વારા હું ફરી પાપ નહીં સેવીશ, તેવી પ્રતિજ્ઞા કરે છે. તેથી જેવી પ્રતિજ્ઞા કરે છે, તેવો અધ્યવસાય નહીં હોવાથી તે વચનપ્રયોગ માયારૂપ છે, અને આ વાતની પુષ્ટિ માટે આવશ્યકનિર્યુક્તિ ગ્રંથ ગાથા-૬૮૫નો સાક્ષીપાઠ આપેલ છે.
ટીકાઃ
एवं च तस्य रुचिविपर्यासान्मिथ्यात्वमपि भवति । अपि समुच्चये, चः पुनरर्थे । स्वोक्तेऽर्थे श्रुतकेवलिसम्मतिमाह-यतो भणितमिति यतः यस्मात् कारणात्, भणितं उपदिष्टमुपदेशमालादौ ।। २७ ।। ટીકાર્ય :
અને આ રીતે=એક વાર ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પૂર્વની જેમ પાપ કરે છે એ રીતે, તેને=‘મિચ્છા મિ દુક્કડં' આપીને ફરી પાપસેવન કરનારને, રુચિનો વિપર્યાસ હોવાથી મિથ્યાત્વ પણ થાય છે.
મૂળ ગાથાનો ‘વિ’=‘પિ’ શબ્દ સમુચ્ચયમાં છે અર્થાત્ મિથ્યાત્વર્ગાપ=મિથ્યાત્વ પણ છે, એમાં રહેલો ‘’િ શબ્દ માયાનિકૃતિનો પણ સમુચ્ચય કરે છે.
મૂળ ગાથાનો ‘વ’=‘T’ શબ્દ પુનઃ અર્થમાં છે અર્થાત્ માયાતિકૃતિ તો છે જ, વળી મિથ્યાત્વ પણ છે.
સ્વઉક્ત અર્થમાં=‘મિચ્છા મિ દુક્કડં' આપ્યા પછી ફરી પાપ કરવામાં મિથ્યાત્વ પણ છે તે રૂપ સ્વઉક્ત અર્થમાં, શ્રુતકેવળીની સંમતિને કહે છે : જે કારણથી કહેવાયું છે=જે કારણથી ઉપદેશમાલાદિમાં કહેવાયું છે ઃ ।।૨૭।।
ભાવાર્થ:
‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પાપ સેવવામાં જેમ મૃષાભાષણ છે અને માયા છે, તે રીતે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ છે; કેમ કે તે રીતે ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગ કરનારને રુચિનો વિપર્યાસ છે.
આશય એ છે કે જે સાધુ પાપ સેવીને માત્ર ‘મિચ્છા મિ દુક્કડં'નો પ્રયોગ કરે છે અને ફરી તે રીતે તે પાપ સેવે છે, તેને દુષ્કૃત પ્રત્યે સેવનની રુચિ પણ છે, માટે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ છે.
અહીં વિશેષ એ છે કે, મિથ્યાત્વની પ્રાપ્તિમાં ગાથા-૨૭માં ‘નો ળિય’ કહીને ગાથા-૨૮માં ‘નો નહવાય ન ર્ફ′ એ સાક્ષીપાઠ આપે છે, તે નિશ્ચયનયનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ પ્રતિજ્ઞાના અતિક્રમથી પ્રવૃત્તિ કરે તે મિથ્યાદષ્ટિ છે, અને આથી સંયમ ગ્રહણ કર્યા પછી સંયમથી વિપરીત આચરણા કરનાર સંવિગ્નપાક્ષિકને પણ આ નિશ્ચયનય મિથ્યાદ્દષ્ટિ કહે છે. તે રીતે પ્રસ્તુતમાં ‘મિચ્છા મિ દુક્કડં' દેતી વખતે જે સાધુ ‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગથી ફરી પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરે અને ત્યાર પછી પ્રતિજ્ઞાથી વિપરીત આચરણા કરે, તો નિશ્ચયનયથી મિથ્યાદ્દષ્ટિ છે; અને તે પ્રમાણે તો નિશ્ચયનયથી ચંડરુદ્રાચાર્ય પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org