________________
૧૪૪
મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૭ ઘ' થી આવશ્યકતિર્થંક્તિ શ્લોક-૬૮૫ ની સાક્ષી આપે છે. અને કહેવાયું છે – (આ.નિ. ૬૮૫)
આવશ્યકતિર્થંક્તિના સાક્ષીપાઠનો અત્યાર્થ અને ગાથાર્થ આ પ્રમાણે છે: અન્વયાર્થ:
નં=જે પાપરૂપ કંઈક અનુષ્ઠાન કુવ૬ તિ=દુષ્કૃત છે એ પ્રમાણે (જાણીને) મિચ્છા='મિચ્છા મિ દુક્કડ અપાયું તે ચેવ પાર્વ=તે જ પાપને (નો-જે) પુળો નિસેવા-ફરી સેવે છે (સો-તે) પૂર્વ મુસવિડુિં પ્રત્યક્ષ મૃષાવાદી છે (તસ) માયા નિયદિપો ચ=અને (તેને) માયાવિકૃતિનો પ્રસંગ છે. li૬૮પા ગાથાર્થ -
જે પાપરૂપ કંઈક અનુષ્ઠાન દુકૃત છે એ પ્રમાણે જાણીને મિચ્છા મિ દુક્કડં અપાયું, તેજપાપને જે ફરી સેવે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને તેને માયાનિકૃતિનો પ્રસંગ છે. IIઉપા‘તિ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
નોંધ:- આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠના શ્લોકમાં તે વેવ પાર્વ’ પછી ‘નો'=‘’ અધ્યાહાર છે. ‘નિસેવા પુણો’ પછી ‘સોકસ' અધ્યાહાર છે. ‘હુક્કડં તિ’ પછી ‘વિજ્ઞા' જાણીને શબ્દ અધ્યાહાર છે.
‘પથ્થવવમુરાવા’ પછી ‘તસ'=70 શબ્દ અધ્યાહાર છે. ભાવાર્થ :
જે સાધુ સ્કૂલના પામ્યા પછી “મિચ્છા મિ દુક્કડું આપે છે, અને મિચ્છા મિ દુક્કડ આપ્યા પછી, આ પાપ છે એવું જાણીને તરત તે પાપને તે ભાવે સેવતો હોય, તો “મિચ્છા મિ દુક્કડ' આપવાના કાળમાં પણ પાપ નહીં સેવવાનો તેને પરિણામ નથી, પરંતુ પાપ સેવવાનો પરિણામ છે.
જેમ ક્ષુલ્લક સાધુને કુંભારના ઘડા ફોડવાનો પરિણામ હતો, આમ છતાં જ્યારે કુંભાર પૂછે છે કે, “અરે, આ ઘડા તમે કેમ ફોડો છો ?” તો તરત કહે છે, “
મિચ્છા મિ દુક્કડ” અને પાછા ફરી તરત તે ઘડા ફોડે છે. આમ, જે સાધુ “મિચ્છા મિ દુક્કડ' આપે છે, અને તે પાપના નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા નથી, તેવા સાધુને પાપનું ફળ જોઈતું નથી, તોપણ પાપ નહીં સેવવાનો અધ્યવસાય મિથ્યાદુકૃતકાળમાં પણ તેના ચિત્તમાં નથી. તેથી મિથ્યાદુકૃતકાળમાં તેના હૈયામાં નિઃશૂકતા અર્થાત્ નિર્ધ્વસતા છે, અને તે નિઃશૂકતાથી સંવેગનો પરિણામ પ્રતિબદ્ધ થઈ જાય છે. તેથી પાપના ફળના નાશનો આશય હોવા છતાં સંવેગનો પરિણામ નહીં હોવાના કારણે તે મિથ્યાદુષ્કતદાન પાપના નાશરૂપ ફળને પેદા કરી શકતું નથી. ફક્ત જેમ ક્ષુલ્લક સાધુએ કુંભારના ચિત્તને રંજન કરવા માટે “મિચ્છા મિ દુક્કડ' આપ્યું, તેમ આ સાધુ પણ ગુરુ આદિના રંજન માટે “મિચ્છા મિ દુક્કડ” આપે છે; અને આ પ્રકારનો મિથ્યાદુષ્કત પ્રયોગ એ સાધુ કરતા હોય ત્યારે ત્યાં માયા અવશ્ય છે; કેમ કે, જે વખતે તે “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરે છે, તે વખતે પણ “આ પાપ મારે સેવવું નથી”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org