________________
૧૪૨
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ પણ માત્ર મારે આજે ઉપવાસનું પ્રત્યાખ્યાન છે તેમાં તેને સંતોષ છે, અને ભૂખ લાગે ત્યારે આરામથી ખાઈ પણ લે છે, તે બાળકના પ્રત્યાખ્યાન જેવું તે સાધુનું મિથ્યાદુષ્કૃતનું દાન છે.
ઉત્થાન :
‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ઉપયોગપૂર્વક ફરી તે પાપના સેવનમાં જેમ મૃષાવાદ છે તેમ માયા પણ છે, તે બતાવવા અર્થે કહે છે
ટીકા ઃ
तथा पुनरासेव्य क्षुल्लककुलालज्ञातेन मिथ्यादुष्कृतदाने ततो- मिथ्यादुष्कृतदानात्, मायैव = कपटमेव, निकृतिः=परवञ्चनम्, स हि दुष्टान्तरात्मा निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वादिरञ्जनार्थं मिथ्यादुष्कृतं प्रयच्छतीति । ટીકાર્થ ઃ
તે પ્રકારે ફરી આસેવન કરીને-પૂર્વમાં જે પ્રકારે પાપ કર્યું હોય તે પ્રકારે ફરી પાપનું સેવન કરીને, ક્ષુલ્લક સાધુ અને કુંભારના દૃષ્ટાંતથી મિથ્યાદુષ્કૃતનું દાન અપાયે છતે, તેનાથી= મિથ્યાદુષ્કૃતદાનથી, માયા જ=કપટ જ, નિકૃતિ=પરવંચન, અર્થાત્ માયારૂપ જ પરવંચત છે. તેમાં યુક્તિ બતાવે છે -
ખરેખર દુષ્ટ અન્તરાત્મા એવો તે=સાધુ, નિશ્ચયથી ચિત્ત દ્વારા પાપથી અનિવૃત્ત જ ગુરુ આદિના રંજન માટે=ખુશ કરવા માટે, મિથ્યાદુષ્કૃત આપે છે. એથી કરીને તે મિથ્યાદુષ્કૃતનું દાન માયા છે.
‘પ્રયચ્છતીતિ’ પ્રયતિ પછીનું ‘તિ’ હેતુ અર્થમાં છે.
* ‘નુર્વાવિરગ્નનાર્થ’ અહીં ઉપલક્ષણથી પોતાના કરાયેલા પાપના અનર્થમાંથી બચવામાત્રના આશયથી પણ ‘મિચ્છા મિ દુક્કડં’ આપતા હોય તેનો સંગ્રહ છે, અને ‘વિ’ થી લોકરંજનનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
કુંભારના ઘડા ફોડનાર ક્ષુલ્લક સાધુના પ્રસિદ્ધ દૃષ્ટાંતથી, ચારિત્રની સ્ખલનાનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પૂર્વની જેમ તે કૃત્ય સેવતો હોય તો તે માયારૂપ પરવંચન છે.
આશય એ છે કે જે સાધુથી ક્વચિત્ પાપસેવન થઈ ગયું તો પણ પાછળથી તેને પશ્ચાત્તાપ થાય, અને તેના કારણે હૈયાના પરિણામથી ‘મિચ્છા મિ દુક્કડં’ આપે, તો ‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગકાળમાં તે પાપ પ્રત્યે જુગુપ્સા હોય છે, અને ફરી તે પાપ નહીં કરવાનો અધ્યવસાય પણ મિચ્છા મિ દુક્કડં પ્રયોગકાળમાં હોય છે, અને આથી આવો સાધુ પ્રાયઃ તત્કાળ તે પાપ સેવે નહીં. આમ છતાં ફરી તેવા નિમિત્તને પામીને ફરી તે પ્રકારના પાપની મનોવૃત્તિ જાગૃત થાય તો પણ તે પરિણતિ પૂર્વ કરતાં કંઈક મ્લાનિવાળી હોય છે; કેમ કે ‘મિચ્છા મિ દુક્કડં’ આપતી વખતે અંતરના પરિણામથી તે પાપ પ્રત્યે નિવર્તનનો તેનો અધ્યવસાય હતો, અને આથી તેવો સાધુ તે પાપને જાગૃત કરે તેવાં નિમિત્તોથી દૂર રહેવા પણ અવશ્ય યત્ન કરે છે. જેમ ચંડરુદ્રાચાર્ય પોતાની પ્રચંડ પ્રકૃતિને કારણે કુપિત થતા હતા, આમ છતાં પોતાની તે પ્રકૃતિને જાણીને તેવાં નિમિત્તોથી દૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org