________________
૧૪૧
મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૭ સંસ્કારને કારણે સાધુથી કોઈ દોષ સેવાઈ ગયો અને જો તેને પશ્ચાત્તાપ થાય તો ફરી નહીં કરવાના પરિણામપૂર્વક તે “મિચ્છા મિ દુક્કડ' આપે છે, જે ફરી પાપ નહીં કરવાની પ્રતિજ્ઞારૂપ છે. આમ છતાં ફરી ઉપયોગપૂર્વક કરે તો તેની પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બને છે.
જે જીવ મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી આ પાપ છે એમ જાણીને તે ફરી પાપ કરે છે, તે જીવે જ્યારે “મિચ્છા મિ દુક્કડ' આપેલું ત્યારે ફરી પાપ નહીં કરવાનો પરિણામ કર્યો ન હતો, ફક્ત પ્રતિજ્ઞા કરેલી હતી. તેથી તેની તે પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બને છે. તે આ રીતે –
જેમ કોઈ સાધુ અવશ્યકાર્ય માટે “આવસહી' પ્રયોગ કરીને વસતિથી બહાર જાય ત્યારે હું અવશ્ય કાર્ય માટે જાઉં છું તેવી પ્રતિજ્ઞા કરે છે, અને તે અવશ્યકાર્ય નિર્જરાને અનુકૂળ હોય તે હોઈ શકે, અન્ય નહીં; અને તે કાર્ય સમિતિગુપ્તિની મર્યાદાપૂર્વક કરવામાં આવે તો નિર્જરાને અનુકૂળ થાય, અન્યથા નહિ. આવું જેને જ્ઞાન છે તે સાધુ “આવસ્યહી પ્રયોગ કરીને ઈર્યાસમિતિપૂર્વક તે કાર્ય અર્થે જતા હોય, આમ છતાં પ્રમાદથી કોઈક સમિતિમાં અલના થઈ જાય તો તેની આલોચનાકાળમાં ઉપસ્થિતિ કરીને મિચ્છા મિ દુક્કડું આપે છે.
હવે ફરી બીજી વાર “આવસ્યહી” પ્રયોગ કરીને તે સાધુ જતા હોય ત્યારે પણ, સમિતિ માટે અત્યંત યતના રાખતા હોય તો પણ, ફરી ફરી સ્કૂલનાઓ થાય તો તે સ્કૂલનાઓ અનાભોગ અને સહસાકરથી થાય છે, અને વારંવાર તે સ્કૂલનાની નિંદા કરી કરીને તે સાધુ સ્કૂલનાની અલ્પતા કરે છે. તેથી તે સાધુની સ્કૂલના ક્રમસર ઓછી ઓછી થાય છે. તેથી પૂર્વ જેવું દુષ્કતનું સેવન ફરી તેનું નથી, પરંતુ અનાભોગ અને સહસાત્કારથી સેવન છે, માટે તેને મૃષાવાદ નથી.
હવે તે સાધુ “આવસ્યહી બોલ્યા પછી તે કાર્ય કરવા જતાં સમિતિની કોઈ મર્યાદાની ઉપસ્થિતિ રાખે નહીં, અને ઉપાશ્રયમાં આવ્યા પછી પોતે સેવેલ અસમિતિઓની ઉપસ્થિતિ કરીને નિંદા કરે, અને ફરી બીજી વાર પણ “આવસ્યહી' કરીને અસમિતિની ઉપેક્ષા કરીને ગમન કરે, તો તેવા સાધુને મૃષાવાદની પ્રાપ્તિ થાય; કેમ કે તે સાધુએ “આવસહી' પ્રયોગથી જે પ્રતિજ્ઞા કરેલ તે પ્રતિજ્ઞાની મર્યાદાને પાળવા માટે કોઈ યત્ન કરેલ નથી, અને પૂર્વમાં જે સ્કૂલનાનું “મિચ્છા મિ દુક્કડ” આપ્યું, તે અસમિતિરૂપ સ્કૂલનાઓ ફરી તે રીતે સેવે છે. તેથી તેની તે અસમિતિની આચરણા બતાવે છે કે, પૂર્વમાં તેણે આપેલ “મિચ્છા મિ દુક્કડ” મૃષાવાદરૂપ છે.
વળી જે સાધુ આવસહી' પ્રયોગ કરીને કોઈ કાર્ય માટે બહાર જાય છે, અને માત્ર તે કાર્ય કરવા પૂરતો તેનો ઉપયોગ છે પરંતુ તે કાર્યને અનુરૂપ સમિતિનો કોઈ બોધ નથી, તેને તો પોતે શેની પ્રતિજ્ઞા કરી છે તેનું પણ જ્ઞાન નથી, માત્ર “આવસ્યહી' પ્રયોગ મારે કરવો જોઈએ એટલું જ્ઞાન છે; અને તે કાર્ય કર્યા પછી તે કાર્યની આલોચના કરે છે તે પણ શબ્દમાત્રથી આલોચના કરે છે, પરંતુ પોતાના કરાયેલા કાર્યમાં શું અસમિતિરૂપ સ્કૂલના થઈ છે તેની પણ તેને ઉપસ્થિતિ નથી, અને “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરે છે ત્યારે પણ પોતે શેનું “મિચ્છા મિ દુક્કડ' આપે છે તેની પણ ઉપસ્થિતિ નથી, વળી પોતે ફરી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે તેની પણ ઉપસ્થિતિ નથી, માત્ર “મિચ્છા મિ દુક્કડ' આપે છે ને ફરી ફરી તે પાપ સેવે છે. તેથી જેમ કોઈ બાળક ઉપવાસનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે અને મારે આજે ખાવાનું નથી એવું તેને કોઈ જ્ઞાન નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org