________________
૧૩૯
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ તો તે અક્ષરોને નામરૂપે સ્વીકારવા પડે અને નામરૂપે સ્વીકારો તો શાબ્દબોધ કરવા માટે વિભક્તિના પ્રત્યયો લગાડીને વાક્ય બનાવવું પડે. તેથી “મિચ્છા મિ દુક્કડમુના ચાર અક્ષરોથી એક શાબ્દબોધ સ્વીકારવા માટે મિ, છા, મિ ત્રણ અક્ષરોને કોઈક વિભક્તિનો પ્રત્યય લગાડવો પડે, અને ચોથા “દુને ધાતુરૂપે સ્વીકારીએ તો એક શાબ્દબોધ થઈ શકે. પરંતુ તમારા “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગમાં દરેક અક્ષરને વિભક્તિના પ્રત્યયો નથી, માટે તે અક્ષરોથી શાબ્દબોધ થઈ શકે નહિ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે આમ ન કહેવું. તેમાં મુક્તિ આપે છે --
અર્થને બતાવનારાં એવાં નામો હંમેશાં વ્યુત્પત્તિ અર્થવાળાં હોય છે. જેમ, ‘ટ’ શબ્દ છે, તે ઘટશ્વેષ્ટાયા” એ પ્રકારની વ્યુત્પત્તિથી ‘ઘટ’ શબ્દ બન્યો, અને એવા વ્યુત્પત્તિ અર્થવાળાં નામોને “સિ” આદિ પ્રત્યયો લાગે છે. જ્યારે અમારા “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં વ્યુત્પત્તિ અર્થવાળા અક્ષરો નથી, પરંતુ વિશેષ આશયથી ભદ્રબાહુસ્વામીએ તે તે અક્ષરોમાં સંકેત કર્યો છે, તેથી “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના દરેક અક્ષરમાં શક્તિ છે. આમ છતાં દરેક અક્ષર વ્યુત્પત્તિ અર્થવાળા નથી, તેથી યોગાર્થવાળા નથી અને જે યોગાર્થ હોય તેને ‘લિ' આદિ પ્રત્યય લાગે. પરંતુ ભદ્રબાહુસ્વામીજીએ વિશેષ આશયથી “મિચ્છા મિ દુક્કડું' પ્રયોગના પ્રત્યેક અક્ષરમાં સંકેત કર્યો છે, માટે “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના દરેક અક્ષરને વિભક્તિના પ્રત્યય લાગતા નથી, છતાં પૂર્વમાં બતાવેલ ચારેય શાબ્દબોધ થઈ શકે છે. રિફા અવતરણિકા:
अथ यदुक्तमपुनःकरणसङ्गतस्यास्य फलहेतुत्वमिति तद् व्यतिरेकतो द्रढयितुमाह - અવતરણિયાર્થ:અપુનઃકરણસંગત એવા આનું='
મિચ્છા મિ દુક્કડં પ્રયોગનું, ફળહેતુપણું પાપનાશરૂપ ફળનું હેતુપણું, જે ગાથા-૨૨માં કહેવાયું છે, તેને વ્યતિરેકથી દઢ કરવા માટે કહે છે – અર્થાત્ જો તે પરિણામ ફરી પાપ નહિ કરવાના પરિણામથી યુક્ત ન હોય તો તે “મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ પાપનાશરૂપ ફળનો હેતુ થતો નથી, પણ અનર્થનો હેતુ થાય છે. તેનાથી એ ફલિત થાય છે, નિર્જરાના અર્થીએ ફરી નહિ કરવાના પરિણામપૂર્વક મિચ્છા મિ દુક્કડમ્ આપવું જોઈએ. તે બતાવે છે –
ગાથા :
आभोगा पुणकरणे नूणं मिच्छुक्कडे भवे मिच्छा। मायानियडी य तओ मिच्छत्तं पि य जओ भणियं ।।२७।।
છાયા :
आभोगात् पुनःकरणे नूनं मिथ्यादुष्कृतं भवेन्मिथ्या । मायानिकृतिश्च ततो मिथ्यात्वमपि च यतो भणितम् ।।२७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org