________________
૧૩૭
મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૬ શકાય નહિ. તેથી તેના પ્રત્યેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ.
તેને ગ્રંથકાર કહે છે : શક્તિવાળું હોય તે પદ છે એમ સ્વીકારીએ તો “મિચ્છા મિ દુક્કડમ્'ના દરેક અક્ષરનો પદ તરીકે સ્વીકાર કરી શકાય તેમ છે.
આશય એ છે કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં વર્તતા દરેક અક્ષરમાં તે તે પ્રકારનો અર્થબોધ કરાવવાની શક્તિ છે. તેથી “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના દરેક અક્ષર શક્તિવાળા છે, માટે તેને પદ સ્વીકારવામાં કોઈ દોષ નથી.તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગથી ચાર પ્રકારના શાબ્દબોધ પૂર્વમાં કહ્યા તે સંગત છે.
• અહીં પ્રશ્ન થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, તેમાં પ્રમાણ શું? તેથી કહે છે –
અભિપ્રાયવિશેષરૂપ અથવા અર્થાન્તરરૂપ–વાચક શબ્દ કે અક્ષર કરતાં અર્થાન્તરરૂપ અર્થાત્ સ્વતંત્ર શક્તિરૂપ, એવી શક્તિનું વર્ણમાત્રમાં પણ સદ્ભાવ છે=અસ્તિત્વ છે.
આશય એ છે કે, આ પદથી આ અર્થબોધ કરવો જોઈએ, એ પ્રકારનો તે તે પદોમાં ઈશ્વરનો સંકેત છે, એ પ્રકારની તૈયાયિકની માન્યતા છે. તેથી જેમ ઈશ્વરના સંકેતરૂપ અભિપ્રાયવિશેષને કારણે તે તે ઘટાદિ પદોથી તે તે ઘટાદિ અર્થોનો બોધ થાય છે, તે રીતે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં આર્ષપુરુષનો સંકેત છે કે આ અક્ષરથી આ અર્થનો બોધ કરવો, અને આ અભિપ્રાયવિશેષરૂપ શક્તિ “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં રહેલી છે. તેથી મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગથી ચાર પ્રકારનો શાબ્દબોધ થઈ શકે છે.
આ રીતે તૈયાયિકની માન્યતાને સ્વીકારનાર નયદૃષ્ટિથી સમાધાન કરીને હવે શક્તિને સ્વતંત્ર પદાર્થ માનનાર અન્ય દર્શનની નયદૃષ્ટિને સામે રાખીને કહે છે : અથવા તો દરેક અક્ષરમાં તે અક્ષરની સ્વતંત્ર એવી શક્તિ રહેલી છે, જે શક્તિ અભિપ્રાયથી પેદા થયેલી નથી પરંતુ દરેક અક્ષરમાં તે અક્ષરોથી અર્થાન્તરરૂપ શક્તિ છે, તેથી તે શક્તિને કારણે તે પ્રકારનો શાબ્દબોધ થાય છે. તેમ પ્રસ્તુતમાં “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં તે તે પ્રકારની સ્વતંત્ર શક્તિ રહેલી છે, જેના કારણે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના દરેક અક્ષરથી અર્થબોધ થાય છે; આમ છતાં જે વ્યક્તિને તે અક્ષરોમાં રહેલી શક્તિનું જ્ઞાન ન હોય તેને અર્થબોધ થતો નથી, તેથી ઉપદેશ દ્વારા તે શક્તિનું જ્ઞાન કરાવવામાં આવે છે. જેમ, “ઘટ’ પદમાં ઘટરૂ૫ અર્થનો બોધ કરાવવાની શક્તિ છે, તો પણ જેને તે શક્તિનું જ્ઞાન ન હોય તેને “ઘટ’ પદથી ઘટરૂપ અર્થની ઉપસ્થિતિ થાય નહિ, અને જેને ઉપદેશાદિ દ્વારા ઘટ પદમાં રહેલી શક્તિનો બોધ થાય છે, તેને ઘટ પદથી ઘટ અર્થનો બોધ થાય છે; તેમ પ્રસ્તુતમાં મિચ્છા મિ દુક્કડ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે અને આર્ષના વચનથી તે શક્તિનો બોધ થાય છે અને તેથી તેના દરેક અક્ષર દ્વારા તે અક્ષરમાં રહેલી શક્તિના બોધવાળા જીવને અર્થબોધ પણ થાય છે.
અહીં અભિપ્રાયવિશેષરૂપ કે અર્થાતરરૂપ શક્તિવાળું પદ સ્વીકાર્યું તેનો આશય આ પ્રમાણે છે – શક્તિ બે પ્રકારની છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org