________________
મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૬
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, મંત્રમાં જેમ દરેક અક્ષરથી શાબ્દબોધ થાય છે અને આખા મંત્રપદથી પણ શાબ્દબોધ થાય છે, તે રીતે ‘મિચ્છા મિ દુક્કડમ્'માં પણ પ્રત્યેક અક્ષરને આશ્રયીને અને આખા વાક્યને આશ્રયીને શાબ્દબોધ થઈ શકે. ત્યાં ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ‘પંકજ’ પદમાં યોગ અને રૂઢિ બંને છે. તે આ પ્રમાણે -
૧૩૪
ભાવાર્થ :
‘પંક’ શબ્દ કાદવનો વાચક છે અને ‘જ’ શબ્દ જન્મનો વાચક છે. તેથી યોગથી–વ્યુત્પત્તિથી, ‘કાદવમાં જે પેદા થયેલ હોય તે પંકજ કહેવાય' અને તે પ્રમાણે અર્થ કરીએ તો કાદવમાં પેદા થયેલ સર્વ પદાર્થો પંકજ શબ્દથી વાચ્ય બને. આમ છતાં ત્યાં રૂઢિ પણ છે, જે કાદવમાં પેદા થયેલા કમળ માત્રને પંકજ શબ્દથી વાચ્ય કરે છે. તેથી યોગ અને રૂઢિ દ્વારા પંકજથી ‘પંક' અને ‘જ’ એ ત્રણ અક્ષરોના બે અર્થનો બોધ અને પંકજરૂપ આખા શબ્દના અર્થનો બોધ થાય છે.
(૧) ‘મંત્ર’ શબ્દ સાધના કરીને સિદ્ધ કરાતા મંત્રનો વાચક છે.
(૨) ‘મંત્ર’ શબ્દના બે અક્ષરો વ્યુત્પત્તિથી મનન અને ત્રાણના વાચક છે.
માટે ‘પંકજ’ આદિની જેમ ‘મંત્ર’ શબ્દમાં બે અર્થનો બોધ થઈ શકે, અને મિચ્છા મિ દુક્કડમ્ માં યોગ અને રૂઢિનો સંભવ નહિ હોવાથી પ્રત્યેક અક્ષરનો અને આખા વાક્યનો સ્વતંત્ર બોધ થઈ શકે નહિ, પરંતુ ‘મિચ્છા’, ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો દ્વારા બનેલા એક વાક્યનો બોધ થઈ શકે.
આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે
‘પંકજ’ની જેમ ‘મંત્રાદિ’ પદમાં યોગ અને રૂઢિ દ્વારા ઉભય અર્થનો બોધ થઈ શકે છે, તેમ યોગ અને રૂઢિ દ્વારા ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગમાં ઉભય અર્થનો બોધ ન થઈ શકે તો પણ તારા મતમાં ‘માંસ’ શબ્દથી ઉભય અર્થનો બોધ કઈ રીતે થઈ શકે ? કેમ કે ત્યાં પણ યોગ અને રૂઢિ બંનેની સંગતિ નથી. તેથી માંસ શબ્દથી માંસરૂપ પદાર્થની ઉપસ્થિતિ થઈ શકે, પણ “જેનું માંસ હું ખાઉં છું તે પરલોકમાં મારું ભક્ષણ ક૨ના૨ થશે” એવો અર્થબોધ થઈ શકશે નહિ, અને માંસ શબ્દના બે અર્થો મનુસ્મૃતિના વચનથી થઈ શકે છે.
તેથી પૂર્વપક્ષી કહે કે, ‘માંસ’ શબ્દમાં યોગ અને રૂઢિ દ્વારા ઉભય અર્થબોધ નહિ થઈ શકવા છતાં ‘માંસ’ શબ્દથી માંસ પદાર્થનો બોધ થઈ શકે છે, અને મનુસ્મૃતિમાં કરાયેલા વ્યુત્પત્તિના વશથી ‘માં’ અને ‘સ’ બે અક્ષરના બે સ્વતંત્ર અર્થનો પણ બોધ થઈ શકે છે. તેથી ‘માંસ' શબ્દથી જેમ માંસ પદાર્થની ઉપસ્થિતિ થાય છે, તેમ માંસ ખાવાનું ફળ પોતાને જન્માંતરમાં એ મળશે કે, જેનું માંસ પોતે ખાય છે તે વ્યક્તિ જન્માંતરમાં પોતાનું માંસ ખાશે, તેની ઉપસ્થિતિ પણ થાય છે.
તેથી ગ્રંથકાર કહે છે કે, જેમ મનુસ્મૃતિમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી ‘માંસ’ શબ્દના અર્થનો બોધ થઈ શકે છે, તેમ આર્ષ પુરુષના વચનમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગથી પણ ગાથા-૨૫માં બતાવેલ બોધ થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org