SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૬ ૧૩૩ શબ્દનો પ્રયોગ થતો નથી. જે રીતે મંત્રપદ સિદ્ધ કરેલા મંત્રનો વાચક છે અને તેના બે અક્ષરો સ્વતંત્ર અર્થના વાચક છે, તેમ મિચ્છા મિ દુક્કડમ્'માં પણ આખા વાક્યનો અર્થ અને દરેક અક્ષરનો અર્થ અસંભવિત નથી. માટે પૂર્વમાં ગ્રંથકારે જે “મિચ્છા મિ દુક્કડમ્'ના ચાર પ્રકારના શાબ્દબોધ બતાવ્યા, તે સંગત છે. ટીકા : __ ननु पङ्कजादिपदवन्मन्त्रादिपदानामस्तु योगरूढिभ्यामुभयार्थबोधकत्वम्, प्रकृते तु नैवमिति चेत् ? ननु तथापि मांस इति पदात् ""प्रेत्य मां स भक्षयिता यस्याऽहं मांसमद्मि” इति अस्यार्थस्य कथमुपस्थितिः ? न ह्यत्र योगरूढिः, योगार्थावच्छिन्नरूढ्यर्थाभावात् । स्मार्त्तनिरुक्तवशात्तथाबोधोऽपीति चेद् ? आर्षनिरुक्तवशादस्माकमप्युक्तबोधो नानुपपन्न इति दिक् । ટીકાર્ય : નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, પંકજ આદિ પદની જેમ મંત્રાદિ પદોને વળી યોગ વ્યુત્પત્તિ, અને રૂઢિ દ્વારા ઉભય અર્થમાં બોધકપણું પ્રત્યેક અક્ષરના અર્થનું બોધકપણું અને આખા શબ્દનું બોધકપણું થાય, પરંતુ પ્રકૃતમાં એમ નથી=મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં યોગ અને રૂઢિ નહિ હોવાને કારણે ઉભય અર્થમાં બોધકપણું નથી. તેને ગ્રંથકાર કહે છે કે, જો તું આમ કહે છે તો પણ માંસ એ પ્રકારના પદથી “જેનું માંસ હું ખાઉં છું, તે મને પરલોકમાં ભક્ષણ કરનારો થશે," એ પ્રકારના આ અર્થતી કેવી રીતે ઉપસ્થિતિ થશે? અર્થાત્ જો “મિચ્છા મિ દુક્કડમ્માં યોગ અને રૂઢિ નહિ હોવાને કારણે ઉભયાર્થબોધકપણું નથી, તો ‘માંસમાં પણ ઉભયાર્થબોધની ઉપસ્થિતિ થઈ શકે નહિ; કેમ કે અહીં માંસ શબ્દથી થતા ઉભયાર્થના બોધમાં યોગ અને રૂઢિ નથી. તેમાં યુક્તિ બતાવે છે – યોગાર્થ અવચ્છિન્ન રૂઢિ અર્થનો અભાવ છે-માંસ શબ્દથી થતા ઉભયાર્થબોધમાં યોગાર્થ અવચ્છિન્ન રૂઢિ અર્થનો અભાવ છે. તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે કે, સ્માર્તનિરુક્તતા વશથી તે પ્રકારે પણ બોધ છે સ્મૃતિમાં કહેલી વ્યુત્પત્તિના વશથી માંસના પ્રત્યેક અક્ષરનો અને માંસ' શબ્દનો બોધ પણ છે, તો ગ્રંથકાર કહે છે કે, આર્ષનિરુક્તના વાશથી=આર્ષપુરુષ એવા ભદ્રબાહુસ્વામીજીના ગ્રંથમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી, અમને પણ ઉક્ત બોધ=“ મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરનો અને સમુદાયનો બોધ, અનુપપન્ન નથી=અઘટમાન નથી, એ પ્રકારે દિશાસૂચન છે. * પંનારિ’ અને ‘મંત્રારિ' અહીં ‘સદ્ધિ થી શ્રાવક કે બ્રાહ્મણ પદનું ગ્રહણ કરવું. * તથાવોપોડ”િ અહીં કવિ' થી એ કહેવું છે કે, સ્માર્તનિરુક્ત ન હોય તો બોધ ન થાય, પણ સ્માર્તનિરૂક્તના વશથી બોધ પણ થાય છે. • मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः (मनुस्मृति) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy