________________
૧૩૨
ટીકાર્ય :
यथा हि
ભાવઃ ।જે પ્રમાણે મંત્રપદ ‘મંત્ર’નો વાચક છે, અને તેના બે અક્ષર ઉક્ત અર્થદ્વયના વાચક છે અર્થાત્ ‘મંત્ર'નો ‘મ' અક્ષર મનનનો વાચક છે અને ‘ત્ર’ અક્ષર ત્રાણનો વાચક છે, તે પ્રમાણે પ્રકૃતમાં પણ=‘મિચ્છા મિ દુક્કડમ્'માં પણ, પ્રત્યેક અને સમુદાયના અર્થરૂપ ઉભયભેદ અસંભવિત નથી, એ પ્રકારનો ભાવ છે=‘મિચ્છા મિ દુક્કડમ્’ના પ્રત્યેક અક્ષરમાં અર્થ અને આખા વાક્યનો અર્થ એ રૂપ ઉભય અર્થો અસંભવિત નથી એ પ્રકારનું તાત્પર્ય છે.
.....
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૬
ભાવાર્થ :
यत्ति । न च वर्णमात्रस्य ના સંમવીતિ માવઃ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે :
અવતરણિકામાં શંકા કરી કે પદ અને વાક્યના અર્થો થાય છે, પરંતુ દરેક પદના પ્રત્યેક અક્ષરનો અર્થ કેવી રીતે થઈ શકે ? અને તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરનો અર્થ કરીને અને આખા વાક્યનો અર્થ કરીને જે ચાર પ્રકારનો શાબ્દબોધ કર્યો, તે સંગત થાય નહિ.
તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, કોઈ વ્યક્તિ પદના દરેક અક્ષરમાં સંકેત કરે કે આ અક્ષરથી આ અર્થબોધ કરવો છે, તો પ્રત્યેક અક્ષરથી પણ બોધ થઈ શકે છે. જેમ આ પદથી આ અર્થનો બોધ કરવો, એમ અભિપ્રાય થઈ શકે છે, તેમ વાક્યના દરેક અક્ષરને ગ્રહણ કરીને તે તે અક્ષરથી તે તે અર્થબોધ કરવાનો કોઈ સંકેત કરે તો તે પ્રમાણે પણ બોધ થઈ શકે છે. માટે આ પ્રકારના કોઈના અભિપ્રાયને કોઈ દંડો લઈને નિષેધ કરે કે આ પ્રકા૨નો સંકેત ક૨વો નહિ, તો તે થઈ શકે નહિ; કેમ કે સંકેત કરવો એ સંકેત કરનારની ઈચ્છાને આધીન છે.
વળી, આ સંકેત જેમ સંકેત કરનાર વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે, તેમ લોકમાં પ્રસિદ્ધ પણ છે. અને તે બતાવે છે : જેમ ‘મંત્ર’ શબ્દ છે, તેમાં બે અક્ષરો છેઃ (૧)‘પ્’ અક્ષર એ મનનનો વાચક છે અને (૨) ‘ત્ર’ અક્ષર એ ત્રાણનો વાચક છે અને આખો ‘મંત્ર’ શબ્દ ‘મંત્ર’ પદાર્થમાં રૂઢ છે.
આશય એ છે કે, જે વ્યક્તિએ કોઈ મંત્ર સાધેલો હોય તે વ્યક્તિ તે મંત્ર બોલે તો તે વખતે મંત્રાક્ષરોમાં તેનું મનન ચાલતું હોય છે, જે જ્ઞાનાત્મક પરિણામ છે; અને તે મંત્રથી જે કાર્ય થાય તેમ હોય તે કાર્યની સિદ્ધિ થાય છે, તે પાલનરૂપ છે. જેમ ઝેર ઉતારવાનો મંત્ર જેણે સિદ્ધ કર્યો હોય અને તે મંત્રનું મનન કરે ત્યારે ઝેરથી તેનું રક્ષણ થાય છે. તેથી ‘મંત્ર’ શબ્દના દરેક અક્ષરનો ભાવ મંત્રમાં રહેલો છે અને આખો ‘મંત્ર’ શબ્દ વ્યક્તિએ સાધેલ મંત્રનો વાચક છે.
Jain Education International
અહીં વિશેષ એ છે કે, કોઈ વ્યક્તિને દેવતાએ વચન આપેલું હોય કે, “તું મારું જ્યારે સ્મરણ કરીશ ત્યારે હું તને સહાય કરીશ,” તે વખતે તે દેવતાનું મનનું કરે કે સ્મરણ કરે તો તે દેવતા આવીને તેને સહાય પણ કરે છે અર્થાત્ રક્ષણ પણ કરે છે, છતાં તે દેવતાને મંત્ર કહેવાતો નથી, પરંતુ સાધના કરીને સિદ્ધ કરેલા મંત્ર શબ્દમાં મંત્ર રૂઢ હોય છે. તેથી સહાય કરનાર દેવતામાં મનન કરવાથી ત્રાણ શક્તિ હોવા છતાં મંત્ર
For Personal & Private Use Only
www.jainelibrary.org