SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૬ અવતરણિકા - ननु पदवाक्ययोरर्थवत्ता दृष्टा, न तु पदैकदेशस्यापि, तत्कथमयमर्थविभाग: ? इत्याशङ्कां निरसितुमाह - અવતારણિકાર્ય - પદ અને વાક્યની અર્થવતા દેખાયેલી છે, પરંતુ પદના એક દેશની પણ અર્થવતા જોવાઈ નથી, તે કારણથી કેવી રીતે આ પ્રકારનો અર્થવિભાગ મિચ્છા મિ દુક્કડમૂના દરેક અક્ષરને આશ્રયીને અર્થ કર્યો તે પ્રકારનો અર્થવિભાગ, સંગત થાય ? એ પ્રકારની આશંકાને નિરાકરણ કરવા માટે કહે છે - ભાવાર્થ : ‘ટ’ પદ અને ‘ઘટમ્ શાનય' એ પ્રકારનું વાક્ય કોઈક અર્થનો બોધ કરાવે છે. તેથી ‘ટ’ પદ સ્વનિરૂપિત વાચકતા સંબંધથી અર્થવાળું છે આશય એ છે કે, સ્વ એટલે ઘટ પદથી વાચ્ય એવો ઘટરૂ૫ અર્થ, તેનાથી નિરૂપિત એવી વાચકતા ઘટ પદમાં છે. તેથી સ્વનિરૂપિત વાચકતા સંબંધથી ઘટરૂપ અર્થ ઘટપદમાં રહેલો છે. એથી ઘટ અર્થવાળું ઘટપદ છે, માટે ઘટાદમાં અર્થવત્તા છે. તે નિયમ પ્રમાણે ‘ઘટન્ ગાના' એ વાક્યમાં પણ સ્વનિરૂપિત વાચકતા સંબંધથી અર્થવત્તા છે, પરંતુ ઘટપદના એક દેશરૂપ “ઘ' અક્ષરમાં અર્થવત્તા નથી; કેમ કે “ઘ' અક્ષરથી કોઈ અર્થની ઉપસ્થિતિ થતી નથી. તેથી મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં દરેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ કરીને જે અર્થવિભાગ પૂર્વ ગાથામાં બતાવ્યો તે કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની આશંકાને નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य संकेयाहीणो अत्थो इट्ठो ण वण्णमित्तस्स । दिवो य णिरपवायं मनणा ताणा य मन्तो त्ति ।।२६।। છાયા : न च संकेताधीनोऽर्थ इष्टो न वर्णमात्रस्य । दृष्टश्च निरपवादं मननात् त्राणाच्च मन्त्र इति ।।२६ ।। અન્વયાર્થ : વધvમત્ત =અને અક્ષરમાત્રનો સંવાદળો સંકેત કરનારના અભિપ્રાયને આધીન સત્યોઅર્થ જ =ઈષ્ટ નથી એમ નહીં=ઈષ્ટ છે, નિરપવાથં ચ અને નિરપવાદ નિબંધ, વિટ્ટોદષ્ટ છેઅનુભૂત છે. ક્યાં જોવાયેલો છે ? તે બતાવે છે મનના તાTI =મનનથી અને ત્રાણથી=જ્ઞાનથી અને પાલનથી મન્તો ત્તિ મંત્ર છે, એ પ્રકારે (જોવાયેલો છે). ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy