SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ | મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૪-૨૫ સાધુ તલ્લણ મન-વચન અને કાયાને સંવૃત બનાવે, કે જેથી તેનો ઉપયોગ હવે પછી ભગવાનના વચનનું સ્મરણ કર્યા વિના મન-વચન-કાયાના યોગોમાં પ્રવર્તે નહિ. તેથી પ્રથમના ચાર અક્ષરોથી થતો શાબ્દબોધ જીવને મૃદુમાર્દવતાના ભાવવાળો, સેવાયેલા દુષ્કૃતના Dગનના પરિણામ સહિત, ચારિત્રની મર્યાદામાં આવવાના અધ્યવસાયવાળો થઈને પાપની જુગુપ્સા કરવા માટે યત્ન કરાવે છે. (II) “મિચ્છા મિ દુક્કડમ્ના પાંચમાં અક્ષર ‘’ થી “મારા વડે પાપ કરાયું છે,” એ પ્રકારનો પાપના સ્વીકારનો સ્વતંત્ર શાબ્દબોધ થાય છે, અને છઠ્ઠા અક્ષર ‘કુ' થી “ઉપશમના પરિણામ દ્વારા હું પાપનું ઉલ્લંઘન કરું છું,” એવા પ્રકારનો સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. અહીં છેલ્લા બે અક્ષરોમાં એક એક અક્ષરના તાત્પર્યના વશથી સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. તેનો આશય એ છે કે, જેમ કોઈ ઘટ’ બોલે તો કોઈ ચોક્કસ બોધ થતો નથી અર્થાત્ ઘટ લાવવો છે કે લઈ જવો છે કે શું કરવું છે, એવો કોઈ બોધ માત્ર ઘટ પદ સાંભળતાં થતો નથી. પરંતુ ઘટન્ નય એમ કહે તો ત્યાં કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ થાય છે કે આ વ્યક્તિ મને ઘટ લાવવા કહે છે. અથવા તો ‘ઘટન્ તિ' તેમ કહે તો પણ કહેનાર વ્યક્તિ ઘટ છે” એમ કહેવા માંગે છે, એવો તાત્પર્યનો બોધ થાય; પરંતુ માત્ર “ઘટ’ કહે તો શું ઘટ છે ? કે નથી ? એવી ત્યાં કંઈક આશંકા રહે છે. તેથી કહેનાર વ્યક્તિ શું કહેવા માંગે છે, તે તાત્પર્યનો કોઈ બોધ થતો નથી. માત્ર ઘટરૂપ અર્થનો વાચક આ ‘ઘટ’ શબ્દ છે, એટલો જ બોધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જો કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ થતો હોય તેવો વચનપ્રયોગ હોય તો શાબ્દબોધ થાય છે, અને જો કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ ન થતો હોય તેવો વચનપ્રયોગ હોય તો શાબ્દબોધ થતો નથી. તે રીતે પ્રસ્તુતમાં ‘' અક્ષર ‘કૃતમ્' અર્થમાં ગ્રહણ કરવાનો છે, જે તાત્પર્યનો બોધ થાય તેવો વચનપ્રયોગ છે, તેથી “મારા વડે પાપ કરાયું છે' એવો શાબ્દબોધ થાય છે; અને ‘' અક્ષર ” અર્થમાં ગ્રહણ કરવાનો છે, તે પણ તાત્પર્યનો બોધ થાય તેવો વચનપ્રયોગ છે, તેથી હું તે પાપનું ઉપશમના પરિણામ દ્વારા ઉલ્લંઘન કરું છું,' એવો શાબ્દબોધ થાય છે. આ રીતે બંને અક્ષરોથી બે સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. (III) વળી “ મિચ્છા મિ દુક્કડ' એ આખા શબ્દપ્રયોગથી પૃથગુ રૂપે “મારું પાપ મિથ્યા થાઓ” એ પ્રકારનો એક શાબ્દબોધ થાય છે. (I) આ રીતે : પ્રથમ ચાર અક્ષરથી એક શાબ્દબોધ ૧ (II) છેલ્લા બે અક્ષરથી પૃથગુ બે શાબ્દબોધ અને (III) “મિચ્છા મિ દુક્કડ'રૂપ મુખ્ય વાક્યનો એક શાબ્દબોધ ૧ ચાર શાબ્દબોધ થાય છે. આનાથી એ ફલિત થાય કે, (૧) પ્રસ્તુતમાં કોઈ વ્યક્તિ “ મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના દરેક અક્ષરના અર્થમાં ઉપયોગ રાખીને ચારે પ્રકારના શાબ્દબોધ કરવામાં ઉપયોગવાળો હોય તો તેને “મિચ્છા મિ દુક્કડ” વાક્યપ્રયોગના તાત્પર્યનો બોધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy